ગુવાહાટી આસામના કાર્બી આંગલોંગ જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં એક શંકાસ્પદ આતંકવાદી ઈજાગ્રસ્ત થયો હતો (One terrorist Injured in the Assam encounter) અને અન્ય 6ની ધરપકડ આવી છે (six Militant Arrested In Karbi Anglong). વિશેષ પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહે બુધવારે જણાવ્યું હતું કે, શંકાસ્પદ આતંકવાદીઓ નવા રચાયેલા જૂથ નેશનલ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ કાર્બી આંગલોંગના છે.
આ પણ વાંચો ઝારખંડ માઇનિંગ કેસમાં EDએ પ્રેમ પ્રકાશના ઘર અને ઓફિસ પર પાડ્યા દરોડા
અથડામણમાં એક આતંકવાદી થયો ઈજાગ્રસ્ત 'કાર્બી આંગલોંગના 7 છોકરાઓ એકઠા થયા હતા, ત્રણ પિસ્તોલ ખરીદી અને એક નવું સંગઠન શરૂ કર્યું હતું. 6ની ધરપકડ કરવામાં આવી છે,' તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું. સિંહે કહ્યું કે, હોલી ટેરોન પોલીસ સાથેની અથડામણમાં જૂથનો નેતા ઈજાગ્રસ્ત થયો હતો. જો કે, એન્કાઉન્ટર ક્યારે અને ક્યાં થયું તે તેમણે જણાવ્યું નથી. જ્યારે કાર્બી આંગલોંગ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ઓપરેશન હજુ ચાલુ છે.
આ પણ વાંચો લો બોલો, યુપીમાં નકલી આર્મી ઓફિસરની ધરપકડ, સેનાનું આઈકાર્ડ પણ મળી આવ્યુ