ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળમાં ગેંડા બન્યા મુશ્કેલીનું કારણ, પછી લેવાયો આ નિર્ણય - કોલાકાત વન વિભાગ

એક પોઝિટિવ ડેવલપમેન્ટમાં પશ્ચિમ બંગાળમાં (One Horned Rhinos in West Bengal) એક શિંગડાવાળા ગેંડાની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગના આંકડાઓ (West Bengal Forest Dept.) કહે છે કે સંખ્યામાં વધારો થવાથી પૂરતી આશાઓ વધી છે. જો કે, તે હવે એમના રહેવાની મુશ્કેલી ઊભ થઈ ગઈ છે. આ અંગે વનવિભાગના અધિકારીઓએ ઘણા બધા મુદ્દાઓ પર મોટી ચોખવટ કરી છે.

પશ્ચિમ બંગાળમાં ગેંડા બન્યા મુશ્કેલીનું કારણ, પછી લેવાયો આ નિર્ણય

author img

By

Published : Jul 4, 2022, 10:03 PM IST

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં એક શિંગડાવાળા ગેંડાઓની (One Horned in West Bengal) સંખ્યા વધી રહી છે. જે ખરેખર સારી વાત છે. પણ આ સામે એક મુશ્કેલી એ થઈ છે કે, આ ગેંડાઓની સંખ્યા (Total number of One horned) એટલી વધી ગઈ છે કે, તે બીજું રહેઠાણ (Living space for Rhinos) શોધવા નીકળી પડ્યા છે. વાસ્તવમાં, આટલા બધા ગેંડાઓ માટે, ઉત્તર બંગાળ અને આસામમાં તેમનો વર્તમાનમાં જે રહેઠાણ છે એ પુરતું નથી. તેથી રાજ્યમાં જલદાપારા અને ગોરુમારા ઉપરાંત, વન વિભાગ તેમને સ્થાનાંતરિત કરવા માટે નવી જગ્યાઓ શોધી રહ્યું છે. પશ્ચિમ બંગાળના વન મંત્રી જ્યોતિપ્રિયા મલિકના જણાવ્યા અનુસાર, આસામમાં કાઝીરંગા તેમજ રાજ્યમાં જલદાપારા અને ગોરુમારા અભ્યારણ્ય કેટલાક મુખ્ય વિસ્તારો છે.

આ પણ વાંચોઃ ઓસમ પર્વત પર કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, અદભૂત દર્શ્યો થયા કેમેરામાં કેદ

શું કહે છે વનવિભાગઃ એક શિંગડાવાળા ગેંડા માટે વન વિભાગે જણાવ્યું હતું કે માર્ચમાં અપડેટ કરાયેલા આંકડા પ્રમાણે અહીં 292 ગેંડા છે. તેમાંથી 101 નર છે જ્યારે 134 માદા ગેંડા છે. જેમાંથી 56નું લિંગ નક્કી થઈ શક્યું નથી. સત્તાવાર ડેટા કહે છે કે 1982-1983 દરમિયાન બે અભયારણ્યમાં માત્ર 16 ગેંડા હતા. સમય જતાં ગેંડાની સંખ્યા વધતાં હવે તે 300ની નજીક છે. આ સ્થિતિમાં, અલીપુરદ્વારના બક્સા અને કૂચ બિહારમાં પટલાખાવા ખાતે ગેંડાઓ માટે નવી માળખાકીય સુવિધા ઊભી કરવી અનિવાર્ય બની ગઈ છે. આ કિસ્સામાં, આશાના સમાચાર એ છે કે એક શિંગડાવાળો ગેંડો તાજેતરમાં ચરવા માટે ગયો હતો અને તેણે ત્યાં લગભગ બે મહિના વિતાવ્યા હતા.

અનુકુળ વાતાવરણઃ આ કિસ્સામાં, વન વિભાગનું માનવું છે કે ગેંડાના રહેઠાણ માટે અનુકૂળ વાતાવરણ બન્યુ છે. સરકાર ઇચ્છે તો પણ કૂચ બિહાર અથવા અલીપુરદ્વારમાં ગેંડાના એક વર્ગનું પુનર્વસન કરી શકતી નથી. આ માટે કેન્દ્ર પાસેથી પરવાનગી લેવી જરૂરી છે. આ કિસ્સામાં, મંત્રી મંજૂરી મેળવવા માટે આશાવાદી છે. પરવાનગી મળતાની સાથે જ લગભગ 100 ગેંડાઓને નવા સ્થાનો પર પુનર્વસન કરી શકાશે. જો કે, વન વિભાગના મુખ્ય વન્યજીવન અધિકારી દેબલ રોયે જણાવ્યું હતું કે સરકાર ઇચ્છે છે કે ગેંડાઓ જાતે જ તોરસાના કિનારે જાય. પછી કોઈ અલગ પરવાનગીની જરૂર રહેશે નહીં.

આ પણ વાંચોઃ અતહર આમિરે કરી જીવનની નવી શરૂઆત, સગાઈના ફોટો કર્યા શેર

100 વર્ષ પહેલા અહીં રહેતાઃ ગેંડાઓને ત્યાં રહેવા માટે સાનુકૂળ વાતાવરણ ઊભું થયું છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, લગભગ 100 વર્ષ પહેલાં ગેંડાઓ પાટલાખાવામાં રહેતા હતા, પરંતુ ખોરાકના અભાવે તેઓ અન્યત્ર રહેવા જતા હતા. હાલમાં, પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તેથી રાજ્ય ઇચ્છે છે કે ગેંડા ફરી ત્યાં જઈને વસવાટ કરે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.