ચંદીગઢ: સિટી બ્યુટીફુલ ચંદીગઢની એક ખાનગી શાળામાં એક મોટી દુર્ઘટના બની છે. સેક્ટર-9માં આવેલી કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાં એક વિશાળ વૃક્ષ ધરાશાયી (tree falls in chandigarh ) થયું હતું. જેના કારણે એક બાળકનું મોત થયું હતું જ્યારે અનેક બાળકો ઘાયલ થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, જે સમયે આ ઘટના બની તે સમયે સ્કૂલમાં લંચનો સમય ચાલી રહ્યો હતો અને બાળકો રમી રહ્યા હતા.
આ પણ વાંચો: Monsoon Gujarat 2022: ધોરાજીમાં ધોધમાર વરસાદ, પંચનાથની સફૂરા નદી બે કાંઠે વહી
અકસ્માતની માહિતી મળતા જ વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ચંદીગઢના ગૃહ સચિવ નીતિન યાદવે એક વિદ્યાર્થીનીના (carmel convent school chandigarh ) મોતની પુષ્ટિ કરી છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 19 બાળકો ઘાયલ થયા છે. મોટાભાગના ઘાયલોની ચંદીગઢની સેક્ટર-16 હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો: પ્રવાસીઓથી ભરેલી કાર નદીમાં ખાબકી, 9 લોકોના થયા મૃત્યું
પરિવારજનોએ મચાવ્યો હંગામો - અકસ્માતના સમાચાર (tree falls in private school in chandigarh) મળતા જ ગભરાટ ફેલાયો હતો અને થોડી જ વારમાં માતા-પિતા પણ શાળાએ પહોંચી ગયા હતા અને શાળા પાસે જ હંગામો મચાવ્યો હતો. નોંધનીય છે કે ઉનાળુ વેકેશન સમાપ્ત થયા બાદ 1 જુલાઈથી શાળાઓ ફરી શરૂ થઈ ગઈ છે. તે જ સમયે, અકસ્માત બાદ શાળામાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. પોલીસની સાથે વહીવટી અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
200 વર્ષ જૂનું હતું વૃક્ષ- એવું કહેવામાં આવી રહ્યું છે કે તે 200 વર્ષ જૂનું હેરિટેજ વૃક્ષ હતું, જેમાં 20 બાળકો પકડાયા હતા. શાળાની અંદર આવેલા આ વૃક્ષને કારણે સ્કૂલ બસોને પણ નુકસાન થયું છે.