- આજે ગુરૂ પુર્ણિમા ઉજવી રહ્યો છે સમગ્ર દેશ
- આ અવસરે વડાપ્રધાન મોદીએ કર્યું સંબોધન
- લોકોને અષાઢ પૂનમની શુભેચ્છા પણ આપી
દિલ્હી : અષાઠ મહિનામાં આવવા વાળી પૂનમએ ગુરૂ પુર્ણિમાંના નામથી ઓણખવામાં આવે છે. આજે 24 તારીખે ગુરૂ પૂર્ણિમાં છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ચારે વેદનું જ્ઞાન આપવાવાળા વેદવ્યાસનો જન્મ થયો હતો. આ અવસરે વડાપ્રધાને દેશને સંબોધિત કર્યો હતો સાથે વડાપ્રધાન લોકોને અષાઢ પૂનમની શુભેચ્છા પણ આપી હતી અને કહ્યું હતું કે આજે આપણે ગુરૂ પુર્ણિમાં મનાવી રહ્યા અને સાથે આજે ભગવાન બુદ્ધને બૃદ્ધત્વ પ્રાપ્ત થયા બાદ દુનિયાને જ્ઞાન આપ્યું હતું. આપણામાં કહેવામાં આવે છે કે જે માણસ જ્ઞાની છે તે માણસ પૂર્ણ છે.
દુનિયા ભગવાન બુદ્ધ પર આસ્થા રાખે છે
ત્યાગ અને તિતિક્ષાથી તપેલા ભગવાન બુદ્ધ જ્યારે બોલે છે ત્યારે માત્ર શબ્દ નથી નિકળતા પણ તે શબ્દો ધર્મચક્રનું પર્વતન થાય છે ત્યારે તેમણે માત્ર 5 શિષ્યોને ઉપદેશ આપ્યો હતો પણ આજે તે શબ્દોના આખી દુનિયામાં અનુયાયીઓ છે અને ભગવાન બુદ્ધમાં આસ્થા રાખે છે.
આ પણ વાંચો : ગુરુ પૂનમના પાવન પ્રસંગે ગુરુદત્ત મહારાજના દર્શનાર્થે મોટી સંખ્યામાં મરાઠી પરિવારો ગિરનારના શરણે
આજે દૂનિયા બુદ્ધના માર્ગ પર ચાલે છે
સારનાથમાં ભગવાન બુદ્ધે આખા જીવનનું, સમગ્ર જ્ઞાનનું સુત્ર આપણને જણાવ્યું હતું. તેમણે દુ:ખ વિશે જણાવ્યું, દુ:ખના કારણ વિશે જણાવ્યું અને આશ્વાસન આપ્યું કે દુ:ખની સામે આપણે જીતી શકીએ છે અને આ જીતનો રસ્તો પણ બતાવ્યો. આજે કોરોના મહામારી રૂપમા માનવતાની સામે એવું સંકટ છે જ્યા ભગવાન બુદ્ધ આપણ માટે વધુ પ્રાસંગિક બની જાય છે. ભગવાન બુદ્ધના રસ્તા પર ચાલીને આપણે કેવી રીતે દરેક મુશ્કેલીઓને પાર પાડી શકીએ છે તે ભારતે કરીને બતાવ્યું હતું. બુદ્ધના સમ્યક વિચારોને લઈને આજે દુનિયાના દેશોએ એકબીજાના હાથ પકડ્યા છે અને એકબીજાની તાકાત બની રહ્યા છે.
આ પણ વાંચો : ગુરુપૂર્ણિમાના પાવન પર્વે અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાયું