નવી દિલ્હી : નેશનલ કોન્ફરન્સ (NC)ના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ 30 ઓક્ટોબરના રોજ કુપવાડામાં એક જાહેર રેલીમાં ભાજપને જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી કરાવવાનો પડકાર ફેંક્યો હતો. આ સાથે તેઓએ કહ્યું કે, ભાજપ જમ્મુ અને કાશ્મીરમાં 10 બેઠકો પણ જીતી શકશે નહીં. હું ભાજપને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી કરાવવાનો પડકાર ફેંકું છું. તેઓ જમ્મુ-કાશ્મીરમાં 90 માંથી 10 બેઠકો પણ જીતી શકશે નહીં.
કેન્દ્ર સરકાર પર આક્ષેપ : ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે,જો તેઓ જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી કરાવશે તો ભાજપની તમામ B, C અને D ટીમ હારી જશે. ભાજપે છેલ્લા પાંચ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં જે વિનાશ અને તબાહી કરી છે તે અકલ્પનીય છે. તેઓ (ભાજપ) બેરોજગાર યુવાનો પાસેથી લાંચ લેતા હતા. તેઓએ મોટી કંપનીઓ પાસેથી લાંચ લીધી હતી. અન્ય વિભાગમાં પણ મોટા ભ્રષ્ટાચારના આરોપ છે.
હું ભાજપને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી કરાવવાનો પડકાર ફેંકું છું. તેઓ જમ્મુ-કાશ્મીરમાં 90 માંથી 10 બેઠકો પણ જીતી શકશે નહીં. -- ઓમર અબ્દુલ્લા (ઉપાધ્યક્ષ, નેશનલ કોન્ફરન્સ)
ભાજપને પડકાર : ભાજપ જાણે છે કે જો તેઓ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી કરાવશે તો બધા ખુલ્લા પડી જશે. આ કારણ છે કે તેઓ કાશ્મીરમાં ચૂંટણી કરાવતા નથી. તેઓ પહેલાથી જ લદ્દાખની ચૂંટણીમાં લોકોનો રોષ જોઈ ચૂક્યા છે જ્યાં તેઓ 26 માંથી માત્ર બ2 બેઠક જીતવામાં સફળ થયા હતા. ઓમર અબ્દુલ્લાએ નિવેદન આપ્યું હતું.
જાહેર રેલીને સંબોધન : ઓમર અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, આજે, કાલે અથવા તેના પછીના દિવસે તેઓને (ભાજપ) જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી યોજવી પડશે. તેઓ હંમેશા ચૂંટણીથી ભાગી શકશે નહીં. તેમને કોઈ દિવસ તો કાશ્મીરમાં ચૂંટણી કરાવી પડશે. કાશ્મીરના મામલાને સંભાળવા માટે તમામ અધિકારીઓને બહારથી લાવવામાં આવ્યા છે.
તંત્રને ઓમરના પ્રશ્ન : ઓમર અબ્દુલ્લાએ તંત્ર પર પ્રશ્ન કરતા કહ્યું કે, આ અધિકારીઓ અહીંની ભાષા બોલી શકતા નથી, ધર્મ વિશે જાણતા નથી. કાશ્મીરમાં એક પણ મુસ્લિમ અધિકારી નથી. અમારી શું ભૂલ છે ? શા માટે અમારી સાથે આવું વર્તન કરવામાં આવે છે ? શું તેઓ ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં આવું કરી શકે છે ?