ETV Bharat / bharat

ઓડિશાની યુટ્યુબર મહિલાએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, 22 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ

author img

By

Published : Jun 19, 2021, 6:15 AM IST

ઓડિશાના જાજપુર જિલ્લાના જહલ ગામની ગૃહિણી મોનાલિસા ભદ્ર મહિલાઓ માટે પ્રેરણા રુપ બની છે. ઓડિશાની યુટ્યુબર મહિલાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. વીડિયોમાં બુલેટથી લઈ ટ્રક, ટ્રેક્ટર અને બસ જેવા ભારે વાહનો ચલાવતી જોવા મળે છે. તેમની ચેનલના 22 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ અને 76 કરોડથી વધુ દર્શકો છે.

odishas-youtuber-women-become-popular-with-over-22-lakh-subscribers
ઓડિશાની યુટ્યુબર મહિલાએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

  • ઓડિશાની યુટ્યુબર મહિલાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી
  • મોનાલિસાના આ અનોખા પ્રયાસ પાછળ યુટ્યુબ બન્યુ પ્રેરણાસ્ત્રોત
  • ચેનલના 22 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ અને 76 કરોડથી વધુ દર્શકો

ઓડિશાઃ તમારી સ્ક્રીન પર આ દ્રશ્ય જોયા પછી તમે વિચારશો કે, કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. પરંતુ ના, એવું નથી. આ વીડિયો સંપૂર્ણ વાસ્તવિક છે. વીડિયોમાં જોવા મળતી સ્ત્રી એક છે, જોકે તેની ભૂમિકા અલગ અલગ જોવા મળી રહી છે. તેઓ બુલેટથી લઈ ટ્રક, ટ્રેક્ટર અને બસ જેવા ભારે વાહનો ચલાવતી જોવા મળે છે. એટલું જ નહીં, તે ઘોડા સવારીમાં પણ નિપુણ છે અને તેના સાહસોની વીડિયો ક્લિપ્સે હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ પ્રતિભાશાળી મહિલા ઓડિશાના જાજપુર જિલ્લાના જહલ ગામની ગૃહિણી મોનાલિસા ભદ્ર છે.

પરંપરાઓ અને સંસ્કૃતિ સાથે મોનાલિસાનું સાહસ

આધુનિક શૈલીના પ્રભાવ વચ્ચે પણ મોનાલિસા તેની પરંપરાઓ અને સંસ્કૃતિને ભૂલી ન હતી. જ્યારે તે પરંપરાગત મહિલા વસ્ત્રોની સાડી પહેરીને આવા હિંમતભેર કામ કરે છે, ત્યારે પ્રેક્ષકો સ્તબ્ધ થઈ જાય છે. મોનાલિશા ભદ્રએ ઈટીવી ભારતને સાથે વાત કરતા કહ્યુ કે, શરૂઆતમાં મને 'સાડી' પહેરીને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ સમયની સાથે હું હવે તેનાથી સંપૂર્ણ સહજ છું. હું 'સાડી' પહેરીને બધું કરી શકુ છું. 'સાડી' ઓડિઆસ એટલે કે ઓડિશાના લોકોની સંસ્કૃતિ છે.

મોનાલિસાના અનોખા પ્રયાસ પાછળ યુટ્યુબ પ્રેરણાસ્ત્રોત

મોનાલિસાના આ અનોખા પ્રયાસ પાછળ યુટ્યુબ પ્રેરણાસ્ત્રોત છે. એક દિવસ જ્યારે તે વાંદરાઓને ખવડાવી રહી હતી, ત્યારે તેના પતિએ તેનો એક વીડિયો બનાવ્યો અને તેને યુટ્યુબ પર અપલોડ કર્યો. આ વીડિયો વાયરલ થયો અને મોટી સંખ્યામાં દર્શકોએ તેને શેર કર્યો હતો. સારું, ત્યારથી કંઈક વિશેષ કરવાની તેના જુનૂને તેને આજે યુટ્યુબમાં સનસનાટીભર્યા બનાવી દીધી છે. તેના વીડિયો એટલા લોકપ્રિય છે કે, હાલમાં તે તેનાથી મહિને લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. હવે તેની ચેનલના 22 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ અને 76 કરોડથી વધુ દર્શકો છે. તે ભવિષ્યમાં હેલિકોપ્ટર ઉડાડવાની મહત્ત્વાકાંક્ષા કરે છે. તેના પ્રયાસમાં તેના પતિ અને સારિયાના અન્ય સભ્યો તેને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે.

મોનાલિસા ભદ્રનો મહિલાઓને સંદેશ

મોનાલિસા ભદ્ર મહિલાઓને સંદેશ આપે છે કે, જે મહિલાઓ તેમના ઘરની ચાર દિવાલ વચ્ચે રહી ગઈ છે, તેઓએ બહાર આવવું જોઈએ. તેઓએ તેમના સપના સાકાર કરવા જોઈએ અને તેમના પરિવારના સભ્યોએ પણ આવી મહિલાઓને પૂર્ણ સહકાર આપવો જોઈએ. તેમને સાસરી વાળા અને કુટુંબથી મળેલા સમર્થનને કારણે આજે હું કંઈ પણ પ્રાપ્ત કરી શકી છે.

આ પણ વાંચોઃ ચંદીગઢમાં આરોગ્ય કર્મચારી સપના ચૌધરીએ પોતાના ઘરે બનાવ્યો અનોખો બગીચો

'સાડી' ના પડદા પાછળ પોતાની છુપાયેલી પ્રતિભાને કરી કેન્દ્રિત

મોનાલિસાએ જે રીતે ગામમાં 'સાડી' ના પડદા પાછળ પોતાની છુપાયેલી પ્રતિભાને કેન્દ્રિત કરી છે, તે અન્ય લોકો માટે ચોક્કસ રુપે પ્રેરણારૂપ બનશે. મોનાલિસાની સફળતાની આ યાત્રા ભવિષ્યમાં પણ ચાલુ રહે અને આ રીતે તે પોતાની પ્રતિભા દર્શાવીને પોતાના ગામ અને રાજ્યનું નામ રોશન કરતી રહે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.