ETV Bharat / bharat

દેશની દિકરી સામે અયોગ્ય ભાષાનો થયો ઉપયોગ : હાર્દિક પટેલ - Hardik Patel in Gwalior

યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ મંગળવારે ગ્વાલિયર પહોંચ્યા હતાં જ્યાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં. હાર્દિકે બંગાળની સ્થિતિ પર વડાપ્રધાનની આકરી ટીકા કરી હતી.

દેશની દિકરી સામે અયોગ્ય ભાષાનો થયો ઉપયોગ

author img

By

Published : Apr 6, 2021, 5:14 PM IST

Updated : Apr 6, 2021, 5:55 PM IST

  • દેશની દિકરી સામે અયોગ્ય ભાષાનો થયો ઉપયોગ
  • બંગાળમાં જે થઇ રહ્યું છે તે દેશ માટે ચિંતાનો વિષય
  • ભારતના 80 કરોડ ખેડૂતોએ દિલ્હી જવું પડશે

ગ્લાલિયર: યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ મંગળવારે ગ્વાલિયર પહોંચ્યા હતાં જ્યાં તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી જે દરમિયાન હાર્દિક પટેલે પશ્ચિમ બંગાળ ચૂંટણી અંગે કહ્યું હતું કે દેશના વડાપ્રધાન દેશની દિકરી વિશે આવી ભાષાનો ઉપયોગ કરે છે તે તેમણે ન કરવો જોઇએ. સાથે જ બંગાળ ચૂંટણીમાં જે થઇ રહ્યું છે તે દેશના લોકો માટે ચિંતાનો વિષય છે.

દેશની દિકરી સામે અયોગ્ય ભાષાનો થયો ઉપયોગ : હાર્દિક પટેલ

ખેડૂત આંદોલન પર હાર્દિકનું નિવેદન

ખેડૂત આંદોલન અંગે હાર્દિક પટેલે કહ્યું હતું કે હવે ભારતના 80 કરોડ ખેડૂતોએ દિલ્હી જવું પડશે. જ્યારે ખેડૂત ગુજરાત, પંજાબ, મધ્યપ્રદેશ અને બિહાર સહિત અન્ય રાજ્યોમાંથી દિલ્હી આવશે ત્યારે જ ખેડૂતોની સ્થિતિ અંગે સરકારને ચિંતા થશે. જો સરકારે 3 કાળા કાયદા લાગુ કર્યાં તેની જગ્યાએ સ્વામીનાથન રિપોર્ટ લાગુ કર્યો હોત તો તેમનું શું જતું હતું.

વધુ વાંચો: પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે બિહાર પોલીસની 12 કંપનીઓ મોકલાઇ

મધ્યપ્રદેશની બગડતી સ્થિતિ અંગે બોલ્યા હાર્દિક પટેલ

મધ્યપ્રદેશની સ્થિતિ અંગે તેમણે કહ્યું કે આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિવરાજ સિંહ ચૌહાણ વચ્ચે મતભેદ દેખાઇ રહ્યાં છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે જો કોઇ પાર્ટીને તોડીને શિવરાજ સિંહે સરકાર બનાવી છે, તો તે લોકોને રોજગાર ઉપલબ્ધ કરાવે તેમનું કેમ ધ્યાન નથી.

વધુ વાંચો: બંગાળમાં અત્યાર સુધીમાં રૂ. 248.9 કરોડની રોકડ તથા અન્ય વસ્તુઓ ઝડપાઇ: મુખ્ય ચૂંટણી અધિકારી

સિંધિયા અંગે કહ્યું કે

સિંધિયા અંગે હાર્દિક પટેલે કહ્યું કે જો સિંધિયા વિકાસના કાર્યોના કારણે ભાજપમાં જોડાયા છે તો તેઓ ખેડૂતોનું દેવું માફ કરાવે. જો તમે ગયા છો તો જનતાના પૈસા પૂરા કરો જો નથી કરી રહ્યાં તો એ વાત સાબિત થઇ જશે કે તમે પોતાના સ્વાર્થમાં નિર્ણય લીધો છે.

Last Updated : Apr 6, 2021, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.