- ઓક્સિજન કંસંટ્રેટરની કાળાબજારી કરનાર નવનીત કાલરાની થઈ ધરપકડ
- કાલરા ચીનથી આયાત કરી 50થી 70 હજાર રૂપિયા વેચતો હતો
- 500થી વધુ ઓક્સિજન કંસંટ્રેટર પકડાયા
નવી દિલ્હી: દિલ્હી પોલીસે કોરોના મહામારી વચ્ચે ઓક્સિજન કંસંટ્રેટરની કથિત રીતે કાળાબજારી કરનાર આરોપી ઉદ્યોગપતિ નવનીત કાલરાની ધરપકડ કરી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી.
આ પણ વાંચો: પ્રાણવાયુ પર કાળાબજારી: રાજ્યમાં ઓક્સિજન સિલિન્ડરના ભાવમાં બેગણો વધારો
500થી વધુ ઓક્સિજન કંસંટ્રેટર પકડાયા હતા
નોંધનીય છે કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તેની ત્રણ રેસ્ટોરન્ટમાંથી થોડા દિવસો પહેલા 500થી વધુ ઓક્સિજન કંસંટ્રેટર પકડાયા હતા અને તે પછી તે ફરાર થઈ ગયો હતો. ઓક્સિજન કંસંટ્રેટર કોવિડ -19 દર્દીઓની સારવારમાં એક મહત્વપૂર્ણ સાધન માનવામાં આવે છે અને સંક્રમણની બીજી લહેરમાં તેની વધુ માગ છે.
ઉચ્ચ ન્યાયાલયે આગોતરા જામીન આપવા માટે મનાઈ ફરમાવી
દિલ્હીની ઉચ્ચ ન્યાયાલયે શુક્રવારના રોજ કાલરાની ધરપકડને લઈને આગોતરા જામીન આપવા માટે મનાઈ ફરમાવી હતી. એક સત્ર માટે રાહત આપવાની મનાઈ કર્યા બાદ 13 મેના રોજ મોડી સાંજે કાલરાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.
કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી
હાલમાં પોલીસે દરોડા પાડીને કાલરાના ત્રણ રેસ્ટોરન્ટમાંથી ખાન ચાચા, નેગા જૂ અને ટાઉન હોલથી 524 ઓક્સિજન કંસંટ્રેટર જપ્ત કર્યા હતા. આ કેસની તપાસ બાદમાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
આ પણ વાંચો: વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઓક્સિજન સિલિન્ડરની કાળાબજારી કરતા યુવકને ઝડપી પાડ્યો
ઓક્સિજન કંસંટ્રેટર ચીનથી આયાત કરવામાં આવ્યા હતા
પોલીસે દાવો કર્યો હતો કે, આ ઓક્સિજન કંસંટ્રેટર ચીનથી આયાત કરવામાં આવ્યા હતા અને તેન 50થી 70 હજાર રૂપિયામાં વેચાઇ રહ્યા હતા, જ્યારે તેમની વાસ્તવિક કિંમતો 16થી 22 હજારની વચ્ચે હતી.