ETV Bharat / bharat

નુસરતના બાળકનો પિતા કોણ? વનલાઈનરમાં શોધો જવાબ!

ટીએમસી સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં માતા બન્યાં બાદ પહેલીવાર એક જાહેર કાર્યક્રમમાં હાજર હતી. જ્યાં તેણે તેના બાળકના પિતા વિશેના પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો.જોકે નુસરતે પ્રશ્નોના મારા વચ્ચે પણ વનલાઈનર જવાબ આપી મીડિયાકર્મીઓને બિટવિન ધ લાઈન્સમાં રમતાં મૂકી દીધાં હતાં.

નુસરતના બાળકનો પિતા કોણ? વનલાઈનરમાં શોધો જવાબ!
નુસરતના બાળકનો પિતા કોણ? વનલાઈનરમાં શોધો જવાબ!
author img

By

Published : Sep 9, 2021, 4:35 PM IST

  • સાંસદ-અભિનેત્રી નુસરત જહાંએ પુત્રના પિતા વિશે કરી વાત
  • બાળકના જન્મ બાદ પહેલીવાર જાહેર કાર્યક્રમમાં દેખાઈ નુસરત
  • બાળકના પિતા જાણે છે કે તે પિતા છે: નુસરત

અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ નુસરત જહાંએ બુધવારે પહેલી વખત જાહેરમાં પોતાના બાળકના પિતા વિશે વાત કરી હતી. નુસરતે પુત્રનેે જન્મ આપ્યે લગભગ પખવાડિયા જેવો સમય થઈ ગયો છે. બાળકની ડિલિવરી પછી નુસરતે પ્રથમ વખત ઘરની બહાર નીકળી એખ કાર્યક્રમમાં પહોંચી હતી. જ્યાં તેને તેના બાળક અને બાળકના પિતા વિશે મીડિયાના પ્રશ્નોનો સામનો કરવો પડ્યો. "મારા બાળકના પિતા જાણે છે કે તે પિતા છે," આ એક વાક્યને જ નુસરતે પકડી રાખ્યું હતું.

બ્યૂટી સલૂનના ઉદ્ઘાટનમાં હાજરી આપી

બુધવારે નુસરતે એક બ્યૂટી સલૂનના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી નોંધાવી હતી. તેણે પુત્રને જન્મ આપ્યો ત્યારથી મીડિયા વર્તુળમાં સવાલ ઉઠી રહ્યાં છે કે બાળકનો પિતા કોણ છે. સ્વાભાવિક રીતે આ કારણે નુસરતે આ જ પ્રશ્નનો સામનો કરવો પડ્યો. પરંતુ પ્રશ્નનો સીધો જવાબ આપવાને બદલે અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી નુસરતે આપેલાં વનલાઈનર વચ્ચેથી જવાબ તારવી લેવાનો કયાસ મીડિયા કર્મચારીઓને માટે રજૂ કરી દીધો હતો.

નુસરતે પ્રશ્નોના મારા વચ્ચે પણ વનલાઈનર જવાબ આપી મીડિયાકર્મીઓને બિટવિન ધ લાઈન્સમાં રમતાં મૂકી દીધાં હતાં

તે યશ દાસગુપ્તા સાથે મળીને વાલીપણાંનો આનંદ માણે છે

જો કે નુસરતે કહ્યું કે તે અને તેના સાથીદાર યશ દાસગુપ્તા બાળકની હાજરી અને તેના વાલીપણાનો આનંદ માણી રહ્યાં છે. પિતા કોણ છે તે પ્રશ્ન પર તેણીની પ્રતિક્રિયા એ હતી કે આવા પ્રશ્ન કરવો વિચિત્ર છે અને તેમાં સ્ત્રીને બદનામ કરવા માટે પૂરતો છે. જ્યારે તેનેે પૂછવામાં આવ્યું કે શું તે કોઇ ડાયટિંગ ચાર્ટ પ્રમાણે આહાર લઇ રહી છે ત્યારે નુસરતે કહ્યું કે હાલમાં કોઈ ડાયટ ચાર્ટને ફોલો કરી રહી નથી. કારણ કે "હું મારા બાળકને સ્તનપાન કરાવું ત્યારથી હું ઘણું ખાઉં છું."

હાલમાં પુત્ર સાથે સમય વીતાવવાના મૂડમાં નુસરત

જ્યારે નુસરતને તેના વર્કફ્રન્ટની પ્રવૃત્તિઓમાં પાછા ફરવા સંભવિત સમય વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તે "શક્ય તેટલી વહેલી તકે આ બાબતો બહાર આવશે. મને હમણાં મારા પુત્ર સાથે થોડો સમય વિતાવવા દો. હું તે લોકોને સમર્પિત છું જેમણે મને ચૂંટી છે. તેથી હું ઝડપથી તેમના કામને લઇને પરત ફરીશ."

નુસરતે જણાવ્યું પુત્રનું નામ

નુસરતે એ પણ જણાવ્યું તે તેના પુત્રને ઈશાન નામથી સંબોધે છે. નુસરતે એ પણ સ્પષ્ટ કર્યું કે 'અભિનયક્ષેત્રમાં પાછાં ફરતાં હજુ સમય લાગશે. હાલમાં ઈશાનને મારી જરુર છે. મારે તેને સમય આપવો જોઇએ.તો હાલમાં હું એક્ટિંગ ફિલ્ડમાં કમિટેડ થઈ શકું તેમ નથી.'

આ પણ વાંચોઃ અભિનેત્રી અને લોકસભા સાંસદ નુસરત જહાં બની માતા, ચાહકો બાળકની એક ઝલક જોવા તલપાપડ

આ પણ વાંચોઃ TMC સાંસદ અને બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંએ કર્યો ખૂલાસો, "મારા લગ્ન ગેરકાયદેસર છે"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.