- હવે દેશમાં સૂર્યાસ્ત પછી પણ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થઈ શકશે
- મોદી સરકારે અંગ્રેજોના સમયની આ પ્રણાલીનો અંત આણ્યો
- સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વિટ કરીને આ જાણકારી આપી
નવી દિલ્હીઃ હવે દેશમાં સૂર્યાસ્ત પછી પણ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ (post mortem performed after sunset) થઈ શકશે. કેન્દ્રની મોદી સરકારે (Central Government) અંગ્રેજોના સમયની આ પ્રણાલીનો અંત આણ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Mansukh Mandvia) સોમવારે માહિતી આપી હતી.
-
अंग्रेजो के समय की व्यवस्था खत्म!
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) November 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
24 घंटे हो पाएगा Post-mortem
PM @NarendraModi जी के 'Good Governance' के विचार को आगे बढ़ाते हुए, स्वास्थ्य मंत्रालय ने निर्णय लिया है कि जिन हॉस्पिटल के पास रात को Post-mortem करने की सुविधा है वो अब सूर्यास्त के बाद भी Post-mortem कर पाएँगे।
">अंग्रेजो के समय की व्यवस्था खत्म!
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) November 15, 2021
24 घंटे हो पाएगा Post-mortem
PM @NarendraModi जी के 'Good Governance' के विचार को आगे बढ़ाते हुए, स्वास्थ्य मंत्रालय ने निर्णय लिया है कि जिन हॉस्पिटल के पास रात को Post-mortem करने की सुविधा है वो अब सूर्यास्त के बाद भी Post-mortem कर पाएँगे।अंग्रेजो के समय की व्यवस्था खत्म!
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) November 15, 2021
24 घंटे हो पाएगा Post-mortem
PM @NarendraModi जी के 'Good Governance' के विचार को आगे बढ़ाते हुए, स्वास्थ्य मंत्रालय ने निर्णय लिया है कि जिन हॉस्पिटल के पास रात को Post-mortem करने की सुविधा है वो अब सूर्यास्त के बाद भी Post-mortem कर पाएँगे।
સૂર્યાસ્ત બાદ કરાશે પોસ્ટમોર્ટમ
આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયે નિર્ણય લીધો છે કે જે હોસ્પિટલોમાં રાત્રે પોસ્ટમોર્ટમ કરવાની સુવિધા છે, તેઓ હવે સૂર્યાસ્ત પછી પણ પોસ્ટમોર્ટમ કરી શકશે. આરોગ્ય પ્રધાને કહ્યું કે, બ્રિટિશ સમયની વ્યવસ્થા ખતમ થઈ ગઈ છે. નવો પ્રોટોકોલમાં જણાવાયું છે કે, અંગદાન માટે પોસ્ટમોર્ટમ પ્રાથમિકતાના ધોરણે થવું જોઈએ અને નિયમિત ધોરણે આવા પોસ્ટમોર્ટમ કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી હોસ્પિટલોમાં સૂર્યાસ્ત પછી (post mortem performed after sunset) પણ થવું જોઈએ. આ નિર્ણયમાં આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોઈપણ શંકા દૂર કરવા અને કાયદાકીય હેતુઓ માટે રાત્રે તમામ પોસ્ટમોર્ટમ માટે તેનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે.
આ પણ વાંચો: રાણી કમલાપતિ રેલવે સ્ટેશનનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન, કોંગ્રેસ પર કર્યો આડકતરી રીતે પ્રહાર
રાત્રે પોસ્ટમોર્ટમ ક્યારે નહીં થાય ?
કેન્દ્ર સરકારે (Central Government) એ પણ માહિતી આપી હતી કે, રાત્રે કયા મૃતદેહોનું પોસ્ટમોર્ટમ નહીં થાય. ચુકાદા મુજબ જ્યાં સુધી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન હોય ત્યાં સુધી હત્યા, આત્મહત્યા, બળાત્કાર, વિકૃત મૃતદેહ જેવી શ્રેણીઓ હેઠળ રાત્રિના સમયે પોસ્ટમોર્ટમ (post mortem) કરવામાં આવશે નહીં. સરકારે આ નવા નિર્ણય અંગે તમામ સંબંધિત મંત્રાલયો અને વિભાગો, રાજ્ય સરકારોને સૂચના આપી છે.
-
#HealthForAll
— Ministry of Health (@MoHFW_INDIA) November 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
➡️ Health Ministry notifies new protocol for Post-Mortem procedure.https://t.co/Vjp0Q9wqZM pic.twitter.com/weD70KNBqt
">#HealthForAll
— Ministry of Health (@MoHFW_INDIA) November 15, 2021
➡️ Health Ministry notifies new protocol for Post-Mortem procedure.https://t.co/Vjp0Q9wqZM pic.twitter.com/weD70KNBqt#HealthForAll
— Ministry of Health (@MoHFW_INDIA) November 15, 2021
➡️ Health Ministry notifies new protocol for Post-Mortem procedure.https://t.co/Vjp0Q9wqZM pic.twitter.com/weD70KNBqt
આ પણ વાંચો: કૉંગ્રેસ નેતા સલમાન ખુર્શીદના ઘર પર પથ્થરમારો, આગ પણ ચાંપવામાં આવી
કેટલીક સંસ્થાઓ પહેલાથી જ રાત્રિના સમયે પોસ્ટમોર્ટમ કરી રહી છે
આ સંદર્ભમાં એક સૂત્રએ જણાવ્યું હતું કે, તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Union Ministry of Health) હેઠળના આરોગ્ય સેવાઓના મહાનિર્દેશાલયમાં એક તકનીકી સમિતિ દ્વારા સૂર્યાસ્ત પછી પોસ્ટમોર્ટમના મુદ્દાની તપાસ કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી કે, કેટલીક સંસ્થાઓ પહેલાથી જ રાત્રિના સમયે પોસ્ટમોર્ટમ કરી રહી છે. સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે, ટેક્નોલોજીમાં ઝડપી પ્રગતિ અને સુધારણાને ધ્યાનમાં રાખીને પોસ્ટમોર્ટમ (post mortem) માટે ખાસ લાઇટિંગ અને જરૂરી માળખાકીય સુવિધાઓની ઉપલબ્દ્ધતાને લીધે હોસ્પિટલોમાં રાત્રિના સમયે સ્વ-તપાસ કરવાનું શક્ય છે.