- દિલ્હી હાઈકોર્ટમાં બાબા રામદેવ વિરુદ્ધ કેસની સુનાવણી
- દિલ્હી મેડિકલ એસોસિએશને કરી હતી અરજી
- દિલ્હી હાઈકોર્ટે બાબા રામદેવને નોટિસ ફટકારી
નવી દિલ્હીઃ કોરોનિલ દવાને લઇને દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) બાબા રામદેવને નોટિસ ફટકારવા સાથે (Justice C Harishankar) જસ્ટિસ પી હરિશંકરની બેન્ચે ટ્વીટર સહિત કેટલાક સોશિયલ મીડિયા સંગઠનોને પણ નોટિસ ફટકારી છે. આ મામલે વધુ સુનાવણી 13 જુલાઈએ કરવામાં આવશે.
સાર્વજનિકરુપે ડૉક્ટરો સહિત વિજ્ઞાનને પડકાર ફેંક્યો
સુનાવણી દરમિયાન દિલ્હી મેડિકલ એસોસિએશન (Delhi Medical Association) તરફથી વકીલ રાજીવ દત્તાએ જણાવ્યું કે બાબા રામદેવે સાર્વજનિકરુપે ડૉક્ટરો સહિત વિજ્ઞાનને પડકાર ફેંક્યો છે. ત્યારે કોર્ટે કહ્યું કે તમે લોકોને કોરોનાનો ઇલાજ શોધવાની જગ્યાએ કોર્ટમાં સમય બરબાદ કરી રહ્યાં છો. તેમણે કહ્યું કે આ ડૉક્ટરોના અધિકારનો મામલો છે. તેમના નિવેદનોથી લોકોને નુકસાન થઈ રહ્યું છે. તેઓ મેડિકલ સાયન્સને પડકાર ફેંકી રહ્યાં છે. તો કોર્ટે પૂછ્યું હતું કે શું તમે વીડિયો ક્લીપ આપી છે ત્યારે દત્તાએ જણાવ્યું હતું કે અમે વેબસાઈટની લિન્ક આપી છે.તો કોર્ટે કહ્યું કે વેબલિન્ક ડાઉનલૉડ કરી શકાય છે. હિં એ કેવી રીતે જાણી શકુ કે તે સાચા છે કે ખોટાં. ફક્ત ટ્રાન્સક્રિપ્ટ આપવાથી નહીં થાય. તમે વીડિયો ક્લીપ આપો.
આ પણ વાંચોઃ એલોપેથિક દવાઓ અંગેનું નિવેદન પાછું ખેંચ્યા રામદેવે IMAને પૂછ્યા 25 પ્રશ્નો
કોરોનિલનો કોરોનાની દવાના રુપમાં પ્રચાર કર્યો
દત્તાએ કહ્યું કે બાબા રામદેવે કોરોનિલ દવાને કોરોના માટેની દવા તરીકે પ્રોત્સાહન આપ્યું છે. બાબાએ જણાવ્યું હતું કે કોરોનિલથી મૃત્યુ દર શૂન્ય ટકા છે. ત્યારે કોર્ટે કહ્યું કે વેબલિંકમાં સમસ્યા એ છે કે તેને આવતીકાલે હટાવી પણ શકાય છે, તેઓ કામચલાઉ છે. તમે વિડિઓ ક્લિપ દાખલ કરો. ત્યારે દત્તાએ કહ્યું કે અમે વીડિયો ક્લિપ ફાઇલ કરીશું.
તેમણે કહ્યું કે મંત્રાલયે પણ બાબા રામદેવની વિજ્ઞાપન પર રોક લગાવવા જણાવ્યું છે. તો કોર્ટે પૂછ્યું કે તેનાથી પ્રબંધન અધિનિયમ કેવી રીતે પ્રભાવિત થાય છે. બાબાએ જે ખોટું કહ્યું હોય તે જણાવો. તો કોર્ટ માનશે કે તેનાથી લોકોને નુકસાન થયું છે. ત્યારે દત્તાએ કેટલાક નિવ્દને કોર્ટ સમક્ષ પેશ કર્યાં હતાં. કોર્ટે એ પણ પૂછ્યું કે આ કયા પ્લેટફોર્મ પરના નિવેદનો છે, ટ્વીટર કે પ્રેસના. તો દત્તાએ કહ્યું કે તે પૂરા મીડિયામાં છે.
એલોપથીને લઇને આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન
આપને જણાવીએ કે કેટલાક દિવસથી બાબા રામદેવ અને એલોપેથીક ડોકટરોની સંસ્થા આઇએમએ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. બાબા રામદેવે એલોપથીને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું, ત્યારબાદ આઇએમએએ કેન્દ્રીય આરોગ્યપ્રધાનને પત્ર લખીને બાબા સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.
ડૉક્ટરોએ કાળી પટ્ટી બાંધીને કામ કર્યું હતું.
કેન્દ્રીય આરોગ્યપ્રધાને (Union Health Minister) પણ બાબા રામદેવને પોતાનું નિવેદન પાછું ખેંચવા જણાવ્યું હતું. આઈએમએ (IMA) બાબાની વિરુદ્ધ લીગલ નોટિસ પણ મોકલી હતી. 1 જૂને દેશભરના એલોપેછી ડૉકટરોએ બાબા રામદેવ વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરતાં કાળી પટ્ટી બાંધીને કામ કર્યું હતું.
આ પણ વાંચોઃ બાબા રામદેવ વિરુદ્ધ ડોકટર્સ એસોસિએશન દ્વારા અમદાવાદમાં FIR કરાઈ