નવી દિલ્હી: નવી દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતના મહાનગરમાં ઠંડી લોકોને (Weather Forecaste Delhi) રીતસરના ઠુઠવાવી રહી છે. વહેલી સવારે અને મોડી રાત્રે લોકો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યો છે. જ્યારે દેશના પશ્ચિમ પ્રાંતમાં પણ (Weather Forecaste Gujarat) તાપમાન ગગડી જતા ઠંડીનું જોર વધી રહ્યું છે. છેલ્લા પાંચ દિવસથી રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના મહાનગરમાં અને પશ્ચિમ પ્રાંતના મહાનગરમાં થથરાવી નાંખે એવી ઠંડીથી સવાર પડી રહી છે.
આ પણ વાંચો: 1992 પછી પહેલી વખત રાજ્યના દરિયાકાંઠાની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર હથિયાર
ક્લાઈમેન્ટ ચેન્જ: શિયાળામાં ઠંડી પડે એ વાત નવી નથી. પણ ડીસેમ્બર મહિનાના અંતમાં શિયાળાએ એન્ટ્રી કરી છે. જેની પાછળ ક્લાઈમેન્ટ ચેન્જની અસર હોવાનું હવામાન નિષ્ણાંતો જણાવી રહ્યા છે. કાતિલ ઠંડીને કારણે દિલ્હીવાસી ઠુઠવાઈ ગયા છે. હવામાન ખાતાએ રાજધાની દિલ્હી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. પંજાબ, હરિયાણાથી લઈ છેક જમ્મુ કાશ્મીર સુધી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. સોમવારે દિલ્હીમાં તાપમાન 5 ડિગ્રીએ સ્થિર થઈ ગયું હતું. આગામી તારીખ 27 ડીસેમ્બર સુધી શિયાળો દાઢી ધ્રુજાવશે એવું હવમાન ખાતાના રીપોર્ટમાંથી જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર-કર્ણાટક બોર્ડર વિવાદને લઈ CM શિંદેએ ઠરાવ રજૂ કર્યો
આ રાજ્યને અસર: હવામાન ખાતાની આગાહી અનુસાર ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ અને રાજસ્થાનના પશ્ચિમ પ્રાંતમાં ધુમ્મસનું પ્રમાણ વધશે. જેના કારણે વિઝિબિલિટી ડાઉન થવાની પૂરી શક્યતાઓ છે. ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધી રહ્યું છે. વહેલી સવારે અને મોડી રાત્રે ધુમ્મસ જોવા મળી રહ્યું છે. જેના કારણે વહેલી સવારે પણ વાહનોની લાઈટ ચાલું રાખવી પડે એવી સ્થિતિ જોવા મળી રહી છે. નાતાલના તહેવાર નિમિતે ઠંડીને કારણે ઘણી જગ્યાએ ઉજવણી ફ્કકી બની ગઈ હતી. ગુજરાતના મહાનગર અમદાવાદમાં પણ વહેલી સવારે ધુમ્મસ જોવા મળ્યું હતું. જાણે આબુ કે શિમલામાં રહેતા હોય એવો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: રખડતા શ્વાનના હુમલામાં માસૂમના ફેફસામાં કાણાં પડી ગયા, સર્જરી પછી સ્થિતિ સ્થિર
ગુજરાતમાં ઠંડી વધશે: ગુજરાતમાં ઠંડીની વાત કરવામાં આવે તો આવનારા દિવસોમાં ઠંડીમાં વધારો થશે. રાજ્યના હવામાન ખાતના જણાવ્યા અનુસાર આવનારા પાંચ દિવસમાં તાપમાનનો પારો હજુ પણ ગગડશે. પાડોશી રાજ્યમાં આવેલા હિલ સ્ટેશન આબુમાં તાપમાન માઈનસમાં પહોંચી જતા મેદાન પર બરફની ચાદર જોવા મળી હતી.