નવી દિલ્હી/નોઈડા: તારીખ 28 ઓગસ્ટના રોજ ભારતીય મૂળના ચેતન દત્તા સેક્ટર 93A, નોઈડામાં આવેલા સુપરટેક ટ્વીન ટાવર્સને (Noida Supertech Twin Towers Demolition) તોડી પાડવા માટે બટન દબાવશે. તેમણે કહ્યું કે આ એક મેગા વિસ્ફોટ (Mega Blast Twin Tower Demolition) હશે, જે એક સરળ પ્રક્રિયા હેઠળ કરવામાં આવશે. ઉપરાંત, થોડા કલાકોમાં બધું સામાન્ય થઈ જશે. કારણ કે મોટી માત્રામાં વોટર કેનન (Water Canon Demolition) લગાવવામાં આવશે. વોટર કેનનથી તેને ડિમોલિશન થશે. આની મદદથી ધૂળને પણ સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. આ દરમિયાન, આ પ્રસંગે છ લોકો સ્થળ ઉપર હાજર રહેશે. જેમાં ત્રણ આફ્રિકન મૂળના એન્જિનિયર, એક ચેતન દત્તા, એડફિસ કંપનીના અધિકારી અને એક પોલીસ અધિકારીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, જાહેરમાં ઘાસચારો વેચનારની ધરપકડ સહિતના આદેશો છૂટ્યાં
શું કહે છે નિષ્ણાંત: વિસ્ફોટની પ્રક્રિયા વિશે માહિતી આપતા ચેતન દત્તાએ કહ્યું કે એક સાથે બ્લાસ્ટ થવાથી બંને ટ્વીન ટાવર નષ્ટ થઈ જશે. બ્લાસ્ટની પ્રક્રિયા એકદમ સરળ છે. અમે ડાયનેમોમાંથી કરંટ જનરેટ કરીએ છીએ અને પછી બટન દબાવીએ છીએ, જે 9 સેકન્ડની અંદર તમામ શોટ ટ્યુબમાં ડિટોનેટરને સળગાવશે. અમે બિલ્ડિંગથી લગભગ 50-70 મીટર દૂર હોઈશું. આનાથી કોઈ જોખમ રહેશે નહીં. અમને ખાતરી છે કે બિલ્ડિંગ યોગ્ય રીતે તૂટી પડાશે. ડિમોલિશન વિસ્તાર ચાર સ્તરો અને લોખંડની જાળીના બે સ્તરોથી ઢંકાયેલો છે. તેથી કોઈ કાટમાળ બહાર ઉડશે નહીં, જો કે તે ધૂળ મોટું વિધ્ન બની શકે એમ છે. ડિમોલિશનની પ્રક્રિયા 28 ઓગસ્ટે બપોરે 2.30 વાગ્યે પૂર્ણ થશે. આ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
આ પણ વાંચો: બે દિવસમાં જૂનાગઢ કોર્પોરેશને ધણખૂટ પકડવા ઝૂંબેશ ચલાવી, જૂઓ કેટલા પક્ડયાં
સુપ્રીમે વાત માની: સુપરટેકના ગેરકાયદેસર ટ્વીન ટાવરને 28 ઓગસ્ટે બપોરે 2.30 કલાકે 9 સેકન્ડમાં તોડી પાડવામાં આવશે. આ રીતે, તે આજ સુધી તોડી પાડવામાં આવેલ ભારતની સૌથી ઊંટી ઈમારત પત્તાના મહેલની જેમ તૂટી પડશે. ઇમ્પેક્ટ કુશન વાઇબ્રેશન ઘટાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ કામ તારીખ 21 ઓગસ્ટથી શરૂ થવાનું હતું, પરંતુ કોર્ટે નોઈડા ઓથોરિટીની વિનંતી સ્વીકારી અને ડિમોલિશનની તારીખ તારીખ 28 ઓગસ્ટ સુધી લંબાવી દીધી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ નોઇડા ઓથોરિટી અને સુપરટેક વચ્ચેની નાપાક મિલીભગતનું પરિણામ છે અને આદેશ આપ્યો છે કે કંપની પોતાના ખર્ચે નોઇડા ઓથોરિટી અને સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જેવી નિષ્ણાત સંસ્થાની દેખરેખ હેઠળ ડિમોલિશન કરાશે.