ETV Bharat / bharat

Nobel Prize 2023: આ વર્ષે ભૌતિક વિજ્ઞાનમાં નોબલ એવોર્ડ માટે 3 વૈજ્ઞાનિકોની પસંદગી કરાઈ - ઈલેકટ્રોન પર સંશોધન

રોયલ સ્વિડિશ એકેડમી ઓફ સાયન્સ દ્વારા ફિઝિક્સમાં નોબલ એવોર્ડ માટે 3 ભૌતિક વૈજ્ઞાનિકોની પસંદગી કરવામાં આવી છે. આ 3 ભૌતિક વૈજ્ઞાનિકો પિયરે એગોસ્ટિની, ફેરેંક ક્રોસ્જ અને એની એલ હુઈલિયર છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક

આ વર્ષે ભૌતિક વિજ્ઞાનમાં નોબલ એવોર્ડ માટે 3 વૈજ્ઞાનિકોની પસંદગી કરાઈ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2023, 6:13 PM IST

સ્ટોકહોમઃ નોબલ એવોર્ડના ફિઝિક્સ સેક્ટરમાં 3 વૈજ્ઞાનિકોની સંયુક્ત પસંદગી કરાઈ છે. આ ભૌતિક વૈજ્ઞાનિકો પરમાણુમાં રહેલા ઈલેક્ટ્રોનની ગતિશીલતા પર સંશોધન કરે છે. અમેરિકામાં ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના પિયરે એગોસ્ટિની, જર્મનીમાં મેક્સ પ્લેંક ઈન્સ્ટિટ્યૂટ ઓફ ક્વોન્ટમ ઓપ્ટિક્સ અને મ્યુનિચના લુડવિગ મૈક્સિમિલિયન યુનિવર્સિટીના ફેરેંક ક્રૉસ્જ અને સ્વિડનમાં લુંડ યુનિવર્સિટીના એની એલ હુઈલિયરની સંયુક્ત રીતે આ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે.

ઈલેક્ટ્રોન પર સંશોધનઃ સ્ટોકહોમમાં રોયલ સ્વિડિશ એકેડમી ઓફ સાયન્સે આ જાહેરાત કરી છે. આ ભૌતિક વૈજ્ઞાનિકોના સંશોધનને પરિણામે અણુ અને પરમાણુની અંદર ઈલેકટ્રોનની તપાસ માટે નવા ઉપકરણો આપ્યા છે. તેમણે પ્રકાશનું અત્યંત નાનું તરંગ બનાવવાની રીત શોધી કાઢી છે. જેનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રોનની તીવ્ર પ્રક્રિયાઓને માપી શકાય છે. ઈલેક્ટ્રોનનો બદલાતો વેગ અને ઊર્જા વિશે સંશોધન કરી શકાય છે.

રોગોના નિદાનમાં મદદરૂપઃ જો કે અત્યારે આ પ્રયોગો પરંપરાગત વિજ્ઞાનને સમજવાને બદલે બ્રહ્માંડને સમજવા માટે કરવામાં આવી રહ્યા છે, પણ આશા છે કે ભવિષ્યમાં શ્રેષ્ઠ ઈલેકટ્રોનિક્સ અને રોગોના નિદાનને મદદરૂપ થશે. એસ હુઈલિયર ભૌતિક વિજ્ઞાનમાં નોબલ જીતનાર પાંચમી મહિલા છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારને જીતીને હું બહુ ખુશ છું. આ એવોર્ડ જીત્યો હોય તેવી મહિલાઓ બહુ ઓછી છે તેથી આ એવોર્ડ મેળવવો મારા માટે એક મહિલા તરીકે ખાસ છે.

નોબલ પુરસ્કાર વિશેઃ નોબલ પુરસ્કારમાં 11 મિલિયન સ્વિડિશ ક્રોનર(1 મિલિયન અમેરિકી ડોલર)નો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. આ રકમ સ્વિડિશ વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબલ દ્વારા વારસામાં મુકાયેલ સંપત્તિમાંથી આપવામાં આવે છે. આલ્ફ્રેડ નોબલનું મૃત્યુ 1896માં થયું હતું. ભૌતિક વિજ્ઞાનમાં સંશોધન બદલ નોબલ એવોર્ડની જાહેરાત મેડિસિન ક્ષેત્રે નોબલની જાહેરાતના બીજા દિવસે કરવામાં આવી છે. આ વર્ષનો મેડિસિન ક્ષેત્રનો નોબલ પુરસ્કાર કૈટાલિન કારિક અને ડ્રુ વીસમૈનને સંયુક્ત રીતે મળ્યો છે. જેમણે કોવિડ 19ની રસી બનાવવામાં મહત્વનું સંશોધન પ્રદાન કર્યુ હતું.

નોબલ પુરસ્કારનું ટાઈમ ટેબલઃ આવતીકાલે બુધવારે રસાયણ વિજ્ઞાન અને ગુરુવારે સાહિત્ય ક્ષેત્રે નોબલ પુરસ્કારની જાહેરાત થશે. નોબલ શાંતિ પુરસ્કારની જાહેરાત શુક્રવારે અને અર્થશાસ્ત્ર માટે નોબલ પુરસ્કારની જાહેરાત સોમવાર 9મી ઓક્ટોબરે કરવામાં આવશે. આલ્ફ્રેડ નોબલની મૃત્યુ તિથિ 10 ડિસેમ્બરના રોજ વિજેતાઓને નોબલ પુરસ્કાર એનાયત કરાય છે. શાંતિ માટેનો નોબલ પુરસ્કાર આલ્ફ્રેડ નોબલની ઈચ્છા અનુસાર ઓસ્લોમાં આપવામાં આવે છે જ્યારે અન્ય પુરસ્કાર સ્કોકહોમમાં આપવામાં આવે છે.

  1. ફિઝિયોલોજી પર નોબેલ પુરસ્કાર 2021 જાહેર, ડેવિડ જુલિયસ અને આર્ડેમ પેટપૌટિયનનો સમાવેશ
  2. 2019માં અભિજીત બેનરજીને અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.