- તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે વડાપ્રધાન સાથે વાતચીત કરી
- વડાપ્રધાને તેલંગાણામાં કોરોનાની તૈયારી વિશે મુખ્યપ્રધાનને પ્રશ્નો કર્યા
- રાજ્યમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે, લૉકડાઉનની જરૂર નથીઃ મુખ્યપ્રધાન
હૈદરાબાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાને મુખ્યપ્રધાનને પૂછ્યું હતું કે, રાજ્યમાં કોરોના અંગે કેવી તૈયારી છે. આ અંગે મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યમાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. આ સાથે જ રાજ્યમાં લૉકડાઉનની જરૂર નથી.
આ પણ વાંચોઃ સરકાર પાસે કોરોના સામે લડવા રણનીતિ ન હોવાથી દેશમાં લૉકડાઉન લગાવવું જોઈએઃ રાહુલ ગાંધી
20 દિવસ બાદ કે. ચંદ્રશેખર રાવ પ્રગતિ ભવન પહોંચ્યા
આપને જણાવી દઈએ કે, તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવ કોરોના સંક્રમિત થતા લગભગ 20 દિવસ પછી ગુરુવારે પ્રગતિ ભવન પહોંચ્યા હતા. આ સાથે જ તેમણે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે કોરોનાને કાબૂમાં કરવાના ઉપાય અને વેક્સિનેશન અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન મુખ્ય સચિવ સોમેશ કુમાર, મેડિકલ અને આરોગ્ય સચિવ રિઝવી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતા.
આ પણ વાંચોઃ સિદ્ધપુરનું કનેસરા ગામ સ્વયંશિસ્તથી કોરોનામુક્ત બન્યું
રાજ્યમાં લૉકડાઉન અંગે વડાપ્રધાન સાથે વાતચીત થઈ
મુખ્યપ્રધાન KCRએ રાજ્યમાં લૉકડાઉન લગાવવા અંગે પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, તેલંગાણામાં લૉકડાઉન નહીં થાય. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, જે રાજ્યોમાં સંપૂર્ણ પ્રતિબંધ લાગુ છે. ત્યાં કોરોનાના કેસ ઓછા નથી થઈ રહ્યા. આ સાથે જ લૉકડાઉન લગાવવાથી અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચશે.