ETV Bharat / bharat

2000 Note : 2000ની નોટ બદલવા માટે ID કે ફોર્મની જરૂર રહેશે નહિ, SBIએ ગાઈડલાઈન જાહેર કરી - 2000 Note

2000 રૂપિયાની નોટ બદલવા માટે બેંકમાં કોઈ ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. નિયત મર્યાદા અનુસાર લોકો સરળતાથી કાઉન્ટર પર નોટ બદલી શકશે.

2000 Note
2000 Note
author img

By

Published : May 21, 2023, 4:02 PM IST

અમદાવાદ: RBI દ્વારા બે હજારની નોટ પરત ખેંચી લેવામાં આવી છે. બે હજારની નોટ બદલવાને લઈને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગાઈડલાઈન જાહેર કરી છે. જે અનુસાર 2000ની નોટ બદલવા માટે ID કે ફોર્મની જરૂર રહેશે નહિ.

  • SBI clarifies that the facility of exchange of Rs 2000 denomination bank notes upto a limit of Rs 20,000 at a time will be allowed without obtaining any requisition slip pic.twitter.com/TP6t2n9oeJ

    — ANI (@ANI) May 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

SBIએ ગાઈડલાઈનમાં શું કહ્યું: સ્ટેટ બેંકે આ અંગે નોટિફિકેશન જારી કર્યું છે. કારણ કે નોટ બદલવાને લઈને સોશિયલ મીડિયા પર અલગ-અલગ માહિતી આપવામાં આવી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે નોટ બદલવા માટે આઈડી જરૂરી હશે અને એક ફોર્મ પણ ભરવું પડશે. દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ પોતાના પત્રમાં આ અંગે જાણકારી આપી છે.

20,000 સુધીની નોટ બદલી શકાશે: સ્ટેટ બેંકે તેના નોટિફિકેશનમાં કહ્યું છે કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે કોઈપણ વ્યક્તિએ કોઈ પુરાવો આપવો પડશે નહીં કે કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં. 2000 રૂપિયાની 20,000 રૂપિયા સુધીની નોટ એક જ વારમાં સરળતાથી બદલી શકાશે. બેંકે તેના અધિકારીઓને જનતા સાથે સહકાર આપવા જણાવ્યું છે. જેથી 2,000ની નોટ બદલવાની સમગ્ર પ્રક્રિયા મુશ્કેલીમુક્ત અને સરળ બને.

  1. નોટબંધી પરત! 2000ની નોટ બંધ થવાને કારણે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો, જાણો કેમ લેવાયો નિર્ણય
  2. Kejriwal on 2000 note: અરવિંદ ઉવાચ, PM શિક્ષિત હોવા જોઈએ

નોટો બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય: રિઝર્વ બેંકે 19 મેના રોજ જાહેરાત કરી હતી કે 2000ની ચલણી નોટો ચલણમાંથી બહાર થઈ જશે. નોટો બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. આ સમય દરમિયાન લોકો બેંકોમાં જઈને તેમની 2000ની નોટ અન્ય ચલણી નોટો સાથે બદલી શકશે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો પણ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેન્ટરની મુલાકાત લઈને 2000 રૂપિયાની નોટો એક્સચેન્જ કરાવી શકે છે. પરંતુ કેન્દ્ર પર માત્ર 2000 રૂપિયાની 4000 રૂપિયા સુધીની નોટો જ બદલી શકાશે. બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ બેંકની જેમ કામ કરે છે. તેઓ ગ્રામજનોને બેંક ખાતા ખોલવામાં મદદ કરે છે. તે વ્યવહાર પણ કરે છે.

2016માં થઈ હતી નોટબંધી: 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ 500 અને 1000 રૂપિયાની તમામ નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ હતી. આ કરન્સીની જગ્યાએ રિઝર્વ બેંક દ્વારા 500 અને 2000 રૂપિયાની નવી નોટો જારી કરવામાં આવી હતી. રિઝર્વ બેંકનું માનવું હતું કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર મુકાયેલી નોટોના મૂલ્યની સરળતાથી ભરપાઈ કરશે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.