ETV Bharat / bharat

ISRO chief S Somnath : ચંદ્રયાન-3 લેન્ડિંગ પોઈન્ટને 'શિવ શક્તિ' નામ આપવા અંગે કોઈ વિવાદ નથી : ઈસરો ચીફ - ISRO CHAIRMAN S SOMANATH

ચંદ્રયાન 3 ના લેન્ડિંગ પોઈન્ટને 'શિવ શક્તિ' નામ આપવામાં આવ્યું છે. આ અંગે ચાલી રહેલા રાજકારણ વચ્ચે ISRO ચીફનું નિવેદન સામે આવ્યું છે. ઈસરોના ચીફ સોમનાથે કહ્યું કે, શિવ શક્તિ નામના લેન્ડિંગ પોઈન્ટના નામ પર કોઈ વિવાદને અવકાશ નથી.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 27, 2023, 9:59 PM IST

તિરુવનંતપુરમ : ISROના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે, ચંદ્ર પર ભારતના ચંદ્રયાન-3 લેન્ડિંગ પોઈન્ટના નામ પર શિવ શક્તિના નામ પર કોઈ વિવાદને અવકાશ નથી. તેમણે એમ પણ કહ્યું કે, દેશને સ્થળનું નામ આપવાનો અધિકાર છે. ઈસરોના પ્રમુખે રવિવારે તિરુવનંતપુરમના શ્રી પૂર્ણમિકાવુ મંદિરમાં પૂજા કર્યા બાદ મીડિયાને આ વાત કહી હતી. તેમણે એમ પણ કહ્યું કે, વિજ્ઞાન અને શ્રદ્ધા બે અલગ-અલગ વસ્તુઓ છે અને બંનેને મિશ્રિત કરવાની કોઈ જરૂર નથી.

  • On #Chandrayaan3, ISRO Chairman S Somanath says, "Everything is working very well. #Chandrayaan3, the lander, the rover is very healthy and all the five instruments on board have been switched on. And it's giving beautiful data now. So we are hoping that in the days to come next… pic.twitter.com/BzClQ8DhFO

    — ANI (@ANI) August 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'શિવ શક્તિ'નામ પર વિવાદ થયો : મંદિરની મુલાકાત અંગે ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે, 'વિજ્ઞાન અને આધ્યાત્મિકતા બંનેની શોધ કરવી એ મારા જીવનની સફરનો એક ભાગ છે. એટલા માટે હું ઘણા મંદિરોમાં જાઉં છું અને ઘણા શાસ્ત્રો વાંચું છું. આ બ્રહ્માંડમાં તમારા અસ્તિત્વ અને તમારી મુસાફરીનો અર્થ શોધવાનો પ્રયાસ કરો. લેન્ડિંગ પોઈન્ટનું નામ શિવ શક્તિના નામ પર રાખવા પર તેમણે કહ્યું કે, અન્ય ઘણા દેશોએ ચંદ્ર પર તેમના નામ રાખ્યા છે અને તે હંમેશા સંબંધિત રાષ્ટ્રનો વિશેષાધિકાર રહ્યો છે.

  • Chandrayaan-3 Mission:
    🔍What's new here?

    Pragyan rover roams around Shiv Shakti Point in pursuit of lunar secrets at the South Pole 🌗! pic.twitter.com/1g5gQsgrjM

    — ISRO (@isro) August 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ચંદ્રયાનને લઇને આપ્યું નિવેદન : ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પોતાનું રોવર લેન્ડ કરનાર ભારત પહેલો દેશ છે. પહાડો અને ખીણોને કારણે સપાટી ખૂબ જ જટિલ છે, એમ તેમણે જણાવ્યું હતું. ગણતરીમાં થોડી ભૂલ પણ મિશન નિષ્ફળ કરી શકે છે. સોમનાથે કહ્યું કે, ચંદ્રયાનથી મોકલવામાં આવેલા ચિત્રોમાં સ્પષ્ટતા નથી કારણ કે વાતાવરણ અને સૂર્યપ્રકાશના અભાવે ચંદ્ર પર પડછાયો ઘાટો છે. રોવર દ્વારા લેવામાં આવેલી તસવીરોને ઈસરો સ્ટેશનો સુધી પહોંચવામાં સમય લાગશે. ઈસરોએ આ માટે અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાના ગ્રાઉન્ડ સ્ટેશનનો સહયોગ માંગ્યો છે.

રાજકારણ શા માટે ગરમાયું : તેમણે એમ પણ કહ્યું કે સોલાર મિશન તૈયાર છે અને લોન્ચિંગની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. નોંધપાત્ર રીતે, PM શનિવારે ISRO પહોંચ્યા હતા, જે દરમિયાન તેમણે જાહેરાત કરી હતી કે ચંદ્રયાન-3 મિશનના લેન્ડિંગ પોઈન્ટને 'શિવ શક્તિ પોઈન્ટ' તરીકે ઓળખવામાં આવશે. ત્યારથી રાજકારણ ગરમાયું હતું.

  1. Moon South Pole Soil Temperature: વિક્રમ લેન્ડરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર માટીનું તાપમાન શોધી કાઢ્યું, જાણો ધરતીની 10 સેમી અંદર કેટલું તાપમાન?
  2. ISRO chief S Somnath : અમે આગામી 13-14 દિવસ માટે ખૂબ જ ઉત્સાહિત છીએ - ISROના વડા એસ સોમનાથ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.