ન્યૂઝ ડેસ્ક: Jio Fiber દેશની સૌથી મોટી ફિક્સ્ડ-લાઈન બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર (jio fiber plans) બની ગઈ છે. કંપની નવા ગ્રાહકોને આકર્ષવા માટે આકર્ષક ઓફર લઈને આવી છે. આ ઓફર હેઠળ ગ્રાહકોને નવું કનેક્શન બુક કરાવવા માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. Jioની આ ઓફરનો લાભ માત્ર પોસ્ટપેડ યુઝર્સને જ મળશે. કંપની લાંબા સમય સુધી પોસ્ટ પેડ અને પ્રીપેડ બંને યુઝર્સોને Jio Fiber સેવા પ્રદાન કરે છે. નવીનતમ ઓફર હેઠળ, યુઝર્સોને કોઈપણ કનેક્શન (jio fiber new connection) શુલ્ક વિના Jio ફાઈબર કનેક્શન મળશે. આ માટે યુઝર્સોએ ઇન્સ્ટોલેશન અથવા ડિપોઝિટ માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં.
Jio Fiber સેવા: કંપની તેની સાથે Jio સેટ ટોપ બોક્સ પણ ઓફર કરી રહી છે, જેની કિંમત 6000 રૂપિયા છે. આ માટે યુઝર્સને કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. ડબલ બોનાન્ઝા ફેસ્ટિવલ ઑફર હેઠળ, જ્યારે કોઈ યુઝર્સ 6 મહિના માટે આ પ્લાન ખરીદે છે, ત્યારે તેમને 15 દિવસની મફત સેવા મળે છે. ઉપરાંત, યુઝર્સ 6 મહિના અથવા ત્રણ મહિના માટે આ યોજનાઓ ખરીદે છે. તો તેમને ચાર્જ ચૂકવવો પડશે નહીં.
અનલિમિટેડ ડેટા: 599 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 30Mbpsની સ્પીડ પર અનલિમિટેડ ડેટા મળે છે. આમાં યુઝર્સને 14 OTT પ્લેટફોર્મની ઍક્સેસ મળે છે. બીજી તરફ 899 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તેમાં યુઝર્સને 100Mbps સ્પીડનો અનલિમિટેડ ડેટા મળે છે. આ પ્લાન સાથે તમને OTT પ્લેટફોર્મની ઍક્સેસ પણ મળે છે. બંને પ્લાનની કિંમત GST વગરની છે. જો તમે Jio પોસ્ટપેડ પ્લાન લેવા માંગો છો, તો તે 499 રૂપિયાથી શરૂ થાય છે. Jio Fiberની નવી ઑફર હેઠળ, યુઝર્સોને રાઉટર ફી અને ઇન્સ્ટોલેશન ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ પોસ્ટપેડ પ્લાનની સારી વાત એ છે કે, JioFiberના સૌથી સસ્તા પ્લાન એટલે કે, રૂપિયા 499ના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 6 OTT એપ્સની ઍક્સેસ મળે છે.
ઑનલાઇન અરજી: JioFiber નોંધણી વેબપેજની મુલાકાત લો. તમારું નામ અને મોબાઈલ નંબર દાખલ કરો અને 'જનરેટ OTP' પર ક્લિક કરો. તમારા ફોન પર 6 અંકનો વન-ટાઇમ પાસવર્ડ એટલે કે, OTP આવશે. તેને દાખલ કરો અને 'વેરીફાઈ OTP' પર ક્લિક કરો. જ્યાં તમને JioFiber કનેક્શન જોઈએ છે તે જગ્યાનું સરનામું દાખલ કરો. તે પછી 'સબમિટ' પર ક્લિક કરો.