- જાતિ વસ્તી ગણતરીના મુદ્દા અંગે કરવામાં આવશે ચર્ચા
- નીતીશથી 2021માં જાતીય વસ્તીગણતરીને લઇને વડાપ્રધાન મોદી સાથે થનારી મૂલાકાત પર સવાલ કરવામાં આવ્યા
- દરેક વ્યક્તિએ વૃક્ષોનું પણ રક્ષણ કરવું જોઈએ: નીતીશ કુમાર
બિહાર: મુખ્યપ્રધાન નીતિશ કુમારના નેતૃત્વમાં 11 રાજકીય પક્ષોના પ્રતિનિધિમંડળે જાતિ વસ્તી ગણતરીના મુદ્દે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ બેઠકમાં શું થયું તે અત્યારે સ્પષ્ટ નથી. અગાઉ, પટનામાં પત્રકારો સાથેની વાતચીતમાં નીતિશે કહ્યું હતું કે, 'સોમવારે સવારે 11 વાગ્યે 10 લોકોએ મારી સાથે દિલ્હીમાં વડાપ્રધાનને મળવાનું છે. જાતિ વસ્તી ગણતરી એક મહત્વનો મુદ્દો છે અને તેની ચર્ચા કરવામાંઆવશે.
આ પણ વાંચો- બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર Caste Census અંગે આજે PM Modi સાથે બેઠક કરશે
વડાપ્રધાનને મળવા ગયેલા પ્રતિનિધિમંડળમાં 10 પક્ષોના નેતાઓ શામેલ છે
મુખ્યપ્રધાન સાથે વડાપ્રધાનને મળવા ગયેલા પ્રતિનિધિમંડળમાં 10 પક્ષોના નેતાઓ શામેલ છે. મુખ્યપ્રધાન નીતિશ ઉપરાંત વિપક્ષના નેતા તેજસ્વી યાદવ, જેડીયુના વિજય કુમાર ચૌધરી, ભાજપના જનક રામ, કોંગ્રેસના અજિત શર્મા, સીપીઆઈ એમએલના મહેબૂબ આલમ, એઆઈએમઆઈએમ અખ્તરુલ ઈમાન, હમના જીતન રામ માંઝી, વીઆઈપીના મુકેશ સાહની, ભાકપાના સૂર્યકાંત પાસવાન અને માકપાના અજય કુમાર શામેલ છે.
અમે શરૂઆતથી જ જાતિ આધારિત વસ્તી ગણતરી વિશે બોલતા આવ્યા છે: નીતીશ કુમાર
બેઠક પહેલા નીતીશ કુમારે કહ્યું કે, કેટલાક લોકો દિલ્હી પહોંચી ગયા છે અને કેટલાક લોકો આજે પહોંચશે. અમે શરૂઆતથી જ જાતિ આધારિત વસ્તી ગણતરી વિશે બોલતા આવ્યા છીએ. માત્ર બિહારમાં જ નહીં, સમગ્ર દેશમાં લોકો તેના વિશે વિચારે છે. અમે આ અભિગમ અંગે આવતીકાલે અમારી વાત રાખીશું. નીતીશથી 2021માં જાતીય વસ્તીગણતરીને લઇને સોમવારે વડાપ્રધાન મોદી સાથે થનારી મૂલાકાત પર સવાલ કરવામાં આવ્યા હતા.
નીતીશ કુમારે પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહના નિધન પર કર્યો શોક વ્યક્ત
ભાજપના દિગ્ગજ નેતા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહના નિધન પર નીતિશે કહ્યું હતું કે, "અમારો તેમની સાથે જૂનો સંબંધ છે. ગઈકાલે તેમના મૃત્યુના સમાચાર મળતા જ અમે શોક વ્યક્ત કર્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત ખરાબ ચાલી રહી હતી અને ગઈકાલે તેમનું નિધન થયું હતું. તે દુખદ છે, અમે તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ.
આ પણ વાંચો- બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર ત્રીજા શાહી સ્નાન પ્રસંગે આજે હરિદ્વારમાં સંતોને મળશે
રક્ષાબંધનના દિવસે મુખ્યપ્રધાને 'વૃક્ષ સુરક્ષા દિવસ'નો આરંભ કર્યો હતો
રક્ષાબંધન પર દરેકને અભિનંદન આપતાં મુખ્યપ્રધાને કહ્યું કે, જેમ બધા લોકો એકબીજાની રક્ષા કરે છે, ભાઈઓ અને બહેનની રક્ષા કરે છે, તેવી જ રીતે દરેક વ્યક્તિએ વૃક્ષોનું પણ રક્ષણ કરવું જોઈએ. આ હેતુ માટે, 13 ઓગસ્ટ 2012 ના રોજ રક્ષાબંધનના દિવસે મુખ્યપ્રધાને 'વૃક્ષ સુરક્ષા દિવસ'નો આરંભ કર્યો હતો. તેનો ઉદ્દેશ લોકોને પર્યાવરણ અને વધુને વધુ વૃક્ષારોપણ અને વૃક્ષ રક્ષણ માટે જાગૃત કરવાનો છે.