નવી દિલ્હી: નીતિ આયોગે આરોગ્ય સુવિધાઓના આધારે રાજ્યોનો હેલ્થ ઈન્ડેક્સ (health index)બહાર પાડ્યો છે. હેલ્થ ઈન્ડેક્સ મુજબ કેરળ ફરી એક વખત મુખ્ય રાજ્યોમાં સ્વાસ્થ્ય પ્રદર્શનના સંદર્ભમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. આ રેન્કિંગમાં દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની હાલત ખરાબ ગણાવવામાં આવી છે.
તમિલનાડુ અને તેલંગાણાએ તેમના પ્રદર્શનમાં સુધારો કર્યો
નીતિ આયોગના અહેવાલ મુજબ તમિલનાડુ અને તેલંગાણાએ તેમના પ્રદર્શનમાં સુધારો કર્યો છે અને બીજા અને ત્રીજા સ્થાને સ્થાન મેળવ્યું છે. નીતિ આયોગે આ અહેવાલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (Ministry of Health and Family Welfare) અને વિશ્વ બેંક (World Bank) સાથે મળીને તૈયાર કર્યો છે. રેન્કિંગ માટે 2019-20માં આરોગ્ય પ્રણાલીને સુધારવા માટે લેવામાં આવેલા પગલાંને આધાર બનાવવામાં આવ્યા છે.
મિઝોરમ આરોગ્ય સુવિધાઓ સુધારવામાં નાના રાજ્યોની શ્રેણીમાં ટોચ પર
મિઝોરમ આરોગ્ય સુવિધાઓ સુધારવામાં નાના રાજ્યોની શ્રેણીમાં ટોચ પર છે. કેન્દ્રશાસિત પ્રદેશોની શ્રેણીમાં દિલ્હી અને જમ્મુ અને કાશ્મીર નીચે રહ્યા, જોકે તેઓએ આરોગ્ય સેવાઓના સંચાલનમાં સુધારો કર્યો છે.
હેલ્થ ઈન્ડેક્સ એ 24 સૂચકાંકો ધરાવતું સ્કેલ
હેલ્થ ઈન્ડેક્સએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કામગીરી અને એકંદર કામગીરીને માપવા અને તેની સરખામણી કરવા માટેનું એક સાધન છે. હેલ્થ ઈન્ડેક્સ એ 24 સૂચકાંકો ધરાવતું સ્કેલ છે. આ સૂચકાંકો આરોગ્ય ક્ષેત્રની ક્ષેત્રની કામગીરીના તમામ મુખ્ય પાસાઓ સાથે સંબંધિત છે. તેનો હેતુ રાજ્યોમાં પ્રતિસ્પર્ધા ઊભી કરવાનો અને સ્વાસ્થ્યને લગતા ચાલી રહેલા સુધારા કાર્યોનું મૂલ્યાંકન કરવાનો છે.
આ પણ વાંચો: સ્પષ્ટ માહિતી અને આરોગ્ય સુવિધાની તૈયારીને કારણે ન્યૂઝીલેન્ડેને મળી કોવિડ-19 સામે સફળતાઃ ભારતીય રાજદૂત
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીએ નીતિ આયોગ સાથે કર્યા MOU, હવે ખેતીને લગતા કોર્સ પણ ભણાવાશે યુનિવર્સિટીમાં