- મુંબઇ ઉપનગરમાં દુષ્કર્મની પીડિતાનું આજે અવસાન
- 34 વર્ષીય મહિલા પર નિર્દયતાથી હુમલો કરાયો
- આરોપી મોહન ચૌહાણ (45) ની ઘટનાના કલાકોમાં જ ધરપકડ
મુંબઇ: ઉપનગરમાં દુષ્કર્મની પીડિતાનું આજે અવસાન થયું છે. આ 34 વર્ષીય મહિલા પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસે આજે આ ઘટના અંગે માહિતી આપી હતી.
આરોપીની ધરપકડ
પોલીસ દ્વારા આ ઘટનાના CCTV ફૂટેજ પણ લગાવવામાં આવ્યા છે. આ ઘટના 2012 ના 'નિર્ભયા' કેસની યાદ અપાવે છે. એક અધિકારીએ જણાવ્યું કે, આરોપી મોહન ચૌહાણ (45) ની ઘટનાના કલાકોમાં જ ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: દુષ્કર્મના આરોપીને યુનિવર્સિટી પોલીસે ઝડપી પાડ્યો
મહિલા પર લોખંડના સડિયાથી કરાયો હતો હુમલો
અધિકારીએ જણાવ્યું કે, વહેલી સવારે પોલીસ કંટ્રોલ રૂમને ફોન આવ્યો કે, ખૈરાની રોડ પર એક પુરુષ મહિલાને મારતો હતો. પોલીસ ટીમ મહિલાને ટ્રેસ કરવા માટે સ્થળ પર પહોંચી હતી. આ મહિલાને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પ્રાથમિક તપાસ મુજબ તેના પર લોખંડના સળિયાથી હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: વડોદરા દુષ્કર્મ કેસના આરોપીની બાતમી આપનારને 1 લાખનું ઇનામ
376ની કલમ હેઠળ કરાઇ આરોપીની ધરપકડ
અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટેમ્પોની અંદર થઈ હતી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર મહિલાની હાલત નાજુક છે. તેઓએ કહ્યું કે કેટલાક સંકેતોના આધારે કામ કરતા આરોપી ચૌહાણની ભારતીય કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને 376 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. વધુ તપાસ ચાલુ છે.