ETV Bharat / bharat

દુબઈમાંથી નકલી ચલણ અને સોનાની દાણચોરીનો કેસ, NIAએ ચાર લોકો સામે કરી ચાર્જશીટ દાખલ - NIAની કાર્યવાહી

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ (National Investigation Agency) શુક્રવારે સંયુક્ત આરબ અમીરાત (UAE) માંથી નકલી ભારતીય ચલણ (FICN) અને સોનાની કથિત દાણચોરીમાં સંડોવાયેલા ચાર આરોપીઓ વિરુદ્ધ અહીંની વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી છે.

દુબઈમાંથી નકલી ચલણ અને સોનાની દાણચોરીનો કેસ, NIAએ ચાર લોકો સામે કરી ચાર્જશીટ દાખલ

author img

By

Published : Jun 25, 2022, 11:24 AM IST

નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સીએ (National Investigation Agency) શુક્રવારે સંયુક્ત આરબ અમીરાત (UAE) માંથી નકલી ભારતીય ચલણ (FICN) અને સોનાની કથિત દાણચોરીમાં સંડોવાયેલા ચાર આરોપીઓ વિરુદ્ધ અહીંની વિશેષ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ચાર્જશીટ ભારતીય દંડ સંહિતા અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ દાખલ કરવામાં આવી છે. એનઆઈએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના બુલંદશહેરના રહેવાસી મોહમ્મદ શાહજાન, દિલ્હીના દરિયાગંજના રહેવાસી અમીર-ઉલ-હક, દિલ્હીના ચાંદબાગના રહેવાસી અબ્દુલ વાહિદ અને લુધિયાણા (પંજાબ)ના અમનદીપ સિંહના નામ ચાર્જશીટમાં છે.

આ પણ વાંચો: Terror Attack Case: પુલવામામાં ઘણી જગ્યાએ NIAના દરોડા

ભારત અને વિદેશમાં આરોપીઓ સાથે મળીને કાવતરું ઘડ્યું : કેન્દ્રીય એજન્સીએ કહ્યું કે, આ મામલો દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા નકલી ભારતીય ચલણ અને રૂપિયા 10 લાખની કિંમતનું 175 ગ્રામ સોનું જપ્ત કરવા સાથે સંબંધિત છે. પ્રવક્તાએ કહ્યું કે, મોહમ્મદ શહઝાન પાસેથી આ જપ્તી કરવામાં આવી હતી, જે 12 જાન્યુઆરીએ યુએઈના રાસ-અલ-ખૈમાહ એરપોર્ટથી દિલ્હી પહોંચ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, NIAએ 8 ફેબ્રુઆરીએ આ મામલામાં FIR નોંધી હતી. NIAના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, શહઝાને ભારત અને વિદેશમાં આરોપીઓ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું અને જાણીજોઈને નકલી ભારતીય ચલણ અને સોનાની ભારતમાં દાણચોરી કરી હતી.

આ મામલે વધુ તપાસ હજુ છે ચાલુ : અમીર-ઉલ-હક દુબઈમાં શહઝાન માટે વિઝા અને ટિકિટની વ્યવસ્થા કરતો હતો. NIAએ કહ્યું કે, અમીર-ઉલ-હક અમનદીપ સિંહને મળ્યો, જે સામાન લાવ્યો હતો અને શહઝાન માટે એરપોર્ટ પર રાહ જોઈ રહ્યો હતો. જે નકલી ભારતીય ચલણ અને સોનાનું કન્સાઈનમેન્ટ લઈ રહ્યો હતો, જ્યારે કસ્ટમ અધિકારીઓએ તેને પકડી લીધો હતો. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અબ્દુલ વાહિદ નકલી ભારતીય ચલણ અને સોનાના દાણચોરોની દુબઈની મુસાફરી માટે નાણાં પૂરો પાડતો હતો અને દુબઈમાં હાજર સહ-ષડયંત્રકારોની સૂચના પર દાણચોરીના માલના નિકાલમાં પણ કામ કરતો હતો. એજન્સીએ કહ્યું કે, આ મામલે વધુ તપાસ હજુ ચાલુ છે.

આ પણ વાંચો: Terror Funding Case : બારામુલ્લામાં LoC વેપાર સાથે સંકળાયેલા સેલ્સમેનના ઘરે NIAના દરોડા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.