જમ્મુ: NIA એ આતંકવાદી ઘટનાઓને લઈને મોટી કાર્યવાહી કરી છે, જેમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદને (Terrorist organization Jaish e Mohammed) નિશાને લીધું છે. સ્થાનિક અને પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા રચવામાં આવેલા ષડયંત્ર (Pulwama JeM Conspiracy case) સાથે જોડાયેલા કેસમાં NIA એ ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસને 11 માર્ચે પુલવામાં પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ 8 એપ્રિલે NIAએ આ કેસ પોતાની હેઠળ નોંધ્યો હતો.
જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી : NIAએ તેની તપાસમાં શોધી કાઢ્યું છે કે, આરોપી વ્યક્તિએ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના (Terrorist organization Jaish e Mohammed) આતંકીઓને સુરક્ષિત રહેઠાણ, પરિવહન અને અન્ય વસ્તુઓ પૂરી પાડી હતી. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ સ્થાનિક રહેવાસી મુશ્તાક ભટ્ટ અને પાકિસ્તાનના રહેવાસી કમલ ભાઈ સુરક્ષા દળો સામે આતંકવાદી ગતિવિધિઓ કરવાની યોજના ઘડી રહ્યા હતા.
NIAએ 8 આરોપીઓ સામે ચાર્જશીટ કરી દાખલ : માહિતી મળતાની સાથે જ સુરક્ષા દળોએ પુલવામા જિલ્લાના ચેવા ખાન વિસ્તારમાં આ આતંકવાદીઓની શોધખોળ શરૂ કરી હતી, જે દરમિયાન સુરક્ષા દળો સાથેની અથડામણમાં આ બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. NIAએ આજે તેની ચાર્જશીટમાં અન્ય 8 આરોપીઓનો સમાવેશ કર્યો છે, જેમાં નાસિર અહેમદ મલિક, ઈમ્તિયાઝ અહેમદ રાથેર, રઈસ અહેમદ શેખ, યાવર રશીદ ગની, સુહેલ અહેમદ ખાન, શાહિદ અહેમદ શેરગોજરી, અનાયત ગુલઝાર ભટ્ટ અને જહાંગીર અહેમદ ડારનો સમાવેશ થાય છે. NIA આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.
સુરક્ષા દળોએ એક શખ્સને પકડ્યો : 3 સપ્ટેમ્બરે સોપોર પોલીસ સ્ટેશન વિસ્તારના સોપોર-કુપવાડા રોડ પર સુરક્ષા દળોએ એક શખ્સને પકડ્યો હતો. આ વ્યક્તિની ઓળખ સાકિબ શકીલ ડાર (Terrorist Saqib Shakeel Dar) તરીકે થઈ હતી. જમ્મુ-કાશ્મીર પોલીસે તેની પાસેથી 1 પિસ્તોલ, 1 મેગેઝિન અને 8 રાઉન્ડ કારતૂસ જપ્ત કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલ શંકાસ્પદ લશ્કર-એ-તૈયબાનો સંકર આતંકવાદી છે અને તે હુમલા કરવાની યોજના બનાવી રહ્યો હતો.