નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ રવિવારે ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં સર્ચ (NIA Raids In Six States) હાથ ધર્યું હતું. "આઈએસઆઈએસને લગતી પ્રવૃત્તિઓ સાથેના જોડાણમાં" "શંકાસ્પદ" 6 રાજ્યોમાં દરોડા પાડી 13 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. એજન્સીના ટોચના સૂત્રોએ જણાવ્યું હતુ કે, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ઉદયપુરના દરજી કન્હૈયા લાલની હત્યાને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તાજેતરમાં થયેલી સમાન હત્યાઓ સાથે જોડશે.
આ પણ વાંચો: NIAએ ગુજરાત સહિત 5 રાજ્યોમાં હાથ ધર્યું સર્ચ ઓપરેશન
આરોપીઓના પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો સાથે સંબંધ (NIA Conducts Raids in pakistan connection) હોવાનું જાણવા મળ્યું હતું. એજન્સીએ ગુજરાતમાં (NIA Raids In Gujarat) ભરૂચ, સુરત, નવસારી અને અમદાવાદ જિલ્લાઓ તેમજ મધ્ય પ્રદેશમાં ભોપાલ અને રાયસેન જિલ્લાઓમાં શોધખોળ હાથ ધરી હતી. બિહારમાં અરરિયા જિલ્લો, કર્ણાટકમાં ભટકલ અને તુમકુર સિટી જિલ્લાઓ, મહારાષ્ટ્રના કોલ્હાપુર અને નાંદેડ જિલ્લાઓ અને ઉત્તર પ્રદેશના દેવબંદ જિલ્લાઓમાં રવિવારના દરોડામાં ગુનાહિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ મામલે એજન્સી દ્વારા 25 જૂને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 153A, અને 153B અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમની કલમ 18, 18B, 38, 39 અને 40 હેઠળ સુઓ-મોટો કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં વધુ તપાસ ચાલુ છે.
ગુજરાતમાં 4 જગ્યાએ દરોડા: ગુજરાતમાં (NIA Raids In Gujarat ) ભરૂચ, સુરત, નવસારી અને અમદાવાદ જિલ્લાઓમાં શોધખોળ હાથ ધરી હતી. સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં NIA, ગુજરાત ATS અને SOG દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, તેમાં સૈયદપુરા વિસ્તારમાં આવેલ મહંમદ પેલેસના બીજા માળે રહેતો હતો ઝલીલ નામના યુવકની અટકાયત કરીને તેને SOG ઓફિસે લઇ જવામાં આવ્યો છે. અને હાલ તેની NIA, ગુજરાત ATS અને SOG દ્વારા પૂછપરછ કરવામાં આવી રહ્યું છે. સૂત્ર માહિતી અનુસાર NIA, ગુજરાત ATS અને SOG દ્વારા જે યુવકની અટકાયત કરવામાં આવી છે તે યુવકની કર્ણાટક અને તામિલનાડુમાં પકડાયેલ આરોપીની પૂછપરછમાં સુરતમાં આ યુવકનું કનેક્શન નીકળ્યું છે. અને આ યુવકનું અલબદર આતંકી જૂથ સાથે પણ કનેક્શન હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
નવસાીમાં શંકાસ્પદ વિદ્યાર્થીઓ: નવસારીના ડાભેલ ગામની મદરેસામાં ભણતા 4 વિદ્યાર્થીઓને ઉઠાવ્યા હોવાની વાત છે. સોશ્યલ મીડિયામાં કરેલા મેસેજને આધારે nia, ats અને સેન્ટ્રલ આઈબીએ કાર્યવાહી કરી હોવાની માહિતી મળી છે. ઓફિશિયલી કન્ફર્મ નથી પણ તેમને પૂછપરછ માટે સુરત લઈ ગયા હોવાની વાત પણ જાણવા મળી છે. ઓફિશિયલી કન્ફર્મ નથી
અમદાવાદમાં તપાસનો ધમધમાટ વધાર્યો: અમદાવાદના શાહપુરના નંદનવન સોસાયટી ભાગ 2માં NIA અને ATS પહોંચ્યું હતું. અહીં, ઇમદાદઉલ્લા અબ્દુલ સત્તાર શેખના ઘરે દરોડો પાડ્યો હોવાનું જાણવા મળ્યુ છે. સુરતના જલીલ પાસેથી વાંધાજનક સાહિત્ય મળી આવ્યા છે. વ્હોટ્સ એપ અને ટેલીગ્રામ ગ્રુપની તપાસ ચાલુ છે. બીજી તરફ ભરૂચથી હમાદ નામના સખ્શની પણ ધરપકડ કરવામાં આવી છે. હમાર અને ઇકબાલની મધરેસા સ્કૂલમાંથી ધરપકડ કરવામાં આવી છે.
બિહારમાં દરોડા: આ ઉપરાંત, તપાસ એજન્સીએ ઉગ્રવાદી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથેના સંબંધો ધરાવતા ફુલવારી શરીફ કેસના સંબંધમાં ગુરુવાર સવારથી નાલંદા જિલ્લા સહિત બિહારના અનેક સ્થળોએ દરોડા પાડી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, NIA દ્વારા કેસ નોંધવામાં આવ્યા અને કેસની સંપૂર્ણ તપાસ શરૂ કર્યાના લગભગ એક અઠવાડિયા પછી આ દરોડા પાડવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, જે જગ્યાઓ પર આ દરોડા પાડવામાં આવી રહ્યા છે, આ તમામ જગ્યાઓ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI) સાથે જોડાયેલા લોકોના છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં અનેક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ભારે સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા, બિહારના અનેક જિલ્લાઓમાં અસર
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કાઉન્ટર ટેરરિઝમ અને કાઉન્ટર રેડિકલાઇઝેશન ડિવિઝન દ્વારા જારી કરાયેલા આદેશને પગલે NIAએ 22 જુલાઈની રાત્રે આઈપીસી અને યુએપીએની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો, જેમાં એજન્સીને બિહાર પોલીસ પાસેથી તપાસ હાથ ધરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. PFI "આતંક મોડ્યુલ" કેસ તાજેતરમાં બિહાર પોલીસ દ્વારા ત્રણ લોકોની ધરપકડ સાથે તેમના જૂથ સાથેના કથિત જોડાણો અને "ભારત વિરોધી" પ્રવૃત્તિઓમાં સામેલ થવાની તેમની યોજનાઓ માટે ધરપકડ કરવામાં આવ્યો હતો.