ETV Bharat / bharat

NGO In India: ડિસેમ્બર 2021 સુધી 6 હજાર NGO અને સંગઠનોના FCRA લાયસન્સ રદ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે તમિલનાડુ (NGO in tamil nadu), આંધ્રપ્રદેશ (NGO in andhra pradesh) અને મહારાષ્ટ્ર ટોચના 3 રાજ્યો છે જ્યાં FCRA નિયમોના ઉલ્લંઘનને કારણે મોટી સંખ્યામાં NGO, બિન સરકારી સંગઠનો અને સંઘોએ તેમના વિદેશી યોગદાન (રેગ્યુલેશન) અધિનિયમ (FCRA registration India) નોંધણી ગુમાવી છે.

NGO In India: ડિસેમ્બર 2021 સુધી 6 હજાર NGO અને સંગઠનોના FCRA લાયસન્સ રદ
NGO In India: ડિસેમ્બર 2021 સુધી 6 હજાર NGO અને સંગઠનોના FCRA લાયસન્સ રદ
author img

By

Published : Jan 7, 2022, 10:08 PM IST

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બર 2021 FCRA હેઠળ લગભગ 6000 NGO (NGO In India) અને સંગઠનોનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મહત્તમ FCRA નોંધણી (FCRA registration India) રદ કરવામાં આવી છે. બિન-સરકારી સંસ્થાઓ અને સંગઠનો કે જેમણે તેમનું લાયસન્સ ગુમાવ્યું છે તે ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક છે.

નિયમોનું ઉલ્લંઘન કરવાના કારણે લાયસન્સ રદ

આમાં સૌથી વધુ તમિલનાડુ (1434) (NGO in tamil nadu), પશ્ચિમ બંગાળ (1368), મહારાષ્ટ્ર (1256)માં યુનિયનો અને NGOના લાયસન્સ સમાપ્ત થઈ ગયા છે. આવી અનેક સંસ્થાઓના લાયસન્સ રદ (NGO License Revoked In India) કરવા પાછળનું કારણ નિયમોના ઉલ્લંઘન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. તમિલનાડુમાં 2576 એસોસિએશનો છે જેમણે તેમના લાયસન્સ ગુમાવ્યા છે, ત્યારબાદ 2025માં આંધ્ર પ્રદેશ અને 2024 માં મહારાષ્ટ્ર છે. ન્યૂ હોપ ફાઉન્ડેશન (new hope foundation), સેન્ટ પીટર્સ ક્લેવર કોન્વેન્ટ, શ્રી રામકૃષ્ણ તપોવનમ (sri ramakrishna tapovanam), ક્રાઈસ્ટ ફોર ઈન્ડિયા (christ for india foundation) એવી કેટલીક સંસ્થાઓ છે જેમણે ઉલ્લંઘન માટે તેમના FCRA લાઇસન્સ ગુમાવ્યા છે.

વિદેશી યોગદાન મેળવવા માટે FCRA નોંધણી જરૂરી

આંધ્રપ્રદેશમાં પ્રજા સેવા સમિતિ, મધર ટેરેસા એજ્યુકેશનલ સોસાયટી (mother theresa educational society) અને સોશિયલ સર્વિસ, દારુલ ઉલૂમ ઈમદાદીયા એજ્યુકેશનલ સોસાયટી (darul uloom imdadia education society) અને અન્યએ લાયસન્સ ગુમાવ્યા છે. જ્યારે માલેગાંવમાં મદરેસા તાજવેદુલ-કુરાન ટ્રસ્ટ, વૈદિક હેરિટેજ, ડૉ ઝાકિર હુસૈન એજ્યુકેશન સોસાયટી વગેરે જેવી NGO અને સંસ્થાઓ છે જેમણે મહારાષ્ટ્રમાં તેમનું લાયસન્સ ગુમાવ્યું છે. શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક, આર્થિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે વિદેશી યોગદાન મેળવવા માટે FCRA નોંધણી જરૂરી છે. મહત્ત્વની વાત એ છે કે, તમિલનાડુમાં જે સંસ્થાઓ અથવા NGOનું લાયસન્સ 31 ડિસેમ્બર સુધીમાં સમાપ્ત થઈ ગયું છે તેમાં સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સંસ્થાઓ જેમ કે શ્રી સંથાના કૃષ્ણા પદ્માવતી હેલ્થ કેર એન્ડ રિસર્ચ, મિજબા મિશન, મધર ટેરેસા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (mother theresa institute of medical sciences) વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: PM Modi on Child Vaccination: માત્ર 5 દિવસમાં 1.5 કરોડથી વધુ બાળકોને કોરોનાની રસીનો એક ડોઝ આપવામાં આવ્યો

પ્રતિકૂળ ઇનપુટ્સને કારણે મિશનરીઝ ઑફ ચેરિટીનું રિન્યુ કરવામાં ન આવ્યું

એ જ રીતે પશ્ચિમ બંગાળમાં રામકૃષ્ણ મિશન આશ્રમ, સિસ્ટર નિવેદિતા કલ્યાણ સમિતિ, રામકૃષ્ણ મઠ, મિશનરીઝ ઑફ ચેરિટી જેવી ઘણી સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક સંસ્થાઓ અને NGOની FCRA નોંધણી ગૃહ મંત્રાલય દ્વારા રિન્યુ કરવામાં આવી નથી. મધર ટેરેસાના મિશનરીઝ ઑફ ચૅરિટીની FCRA નોંધણી પાછી ખેંચી લેવાના સંદર્ભમાં ગૃહ મંત્રાલયે તાજેતરના નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે, કેટલાક પ્રતિકૂળ ઇનપુટ્સ જોવાને કારણે મિશનરીઝ ઑફ ચેરિટીનું રિન્યુ કરવામાં આવ્યું નહતું.

બેંક ખાતામાં વિદેશી યોગદાન પ્રાપ્ત કરી શકશે નહીં

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ, આંધ્રપ્રદેશમાં લક્ષ્મી શ્રી વેંકટેશ્વર સ્વામી જ્ઞાન પીઠમ, મહારાષ્ટ્રમાં શ્રી શિરડી સાંઈબાબા સંસ્થાન, કેથોલિક ચર્ચ જેવી કેટલીક પ્રખ્યાત ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓની FCRA નોંધણી પણ ગૃહ મંત્રાલય દ્વારા રિન્યુ કરવામાં આવી નથી. મંત્રાલયે પુનરાવર્તન કર્યું કે, જે સંગઠનો અથવા NGOનું રજીસ્ટ્રેશન રિન્યુ કરવામાં આવ્યું નથી તેઓ બેંક ખાતામાં વિદેશી યોગદાન પ્રાપ્ત કરી શકશે નહીં અથવા તેનો ઉપયોગ કરી શકશે નહીં. ગૃહ મંત્રાલયે 31 ડિસેમ્બરે જારી કરેલી સૂચનામાં હજારો NGOના નોંધણીના રિન્યુ માટેની અગાઉની સમયમર્યાદા 31 ડિસેમ્બર, 2021થી વધારીને 31 માર્ચ,2022 કરી છે.

આ પણ વાંચો: PM Modi Security Breach: નવજોત સિંહ સિદ્ધુએ કર્યો વળતો પ્રહાર, IB અને કેન્દ્રીય એજન્સી પર ઊઠાવ્યો પ્રશ્ન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.