- વર્તમાન CJI એસ. એ. બોબડેએ CJI માટે નામ મોકલ્યું
- CJIએ એન. વી. રમન્નાની કરી ભલામણ
- CJI એસ. એ. બોબડે એપ્રિલમાં થશે સેવાનિવૃત્ત
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટમાં પરમબીર સિંહની અરજી નામંજૂર, કોર્ટે કહ્યું-આક્ષેપો ગંભીર પરંતુ, પહેલા હાઈકોર્ટમાં જાવ
નવી દિલ્હીઃ આગામી સમયમાં હવે સુપ્રીમ કોર્ટમાં નવા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI)ની વરણી કરવામાં આવશે. આ માટે વર્તમાન CJI એસ. એ. બોબડેએ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ એન. વી. રમન્નાનું નામ મોકલી તેમની ભલામણ કરી છે. મહત્ત્વનું છે કે, CJI એસ. એ. બોબડે 23 એપ્રિલે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદેથી નિવૃત્ત થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટનો ચુકાદો: લોન મોરેટોરિયમ હવે નહીં વધે, સંપૂર્ણ વ્યાજ નહીં થાય માફ
ન્યાયાધીશ રમન્નાએ વર્ષ 1983માં વકીલાત શરૂ કરી હતી
ન્યાયાધીશ નથાલપતિ વેંકટ રમન્નાનો જન્મ 27 ઓગસ્ટ 1957ના રોજ આંધ્રપ્રદેશ રાજ્યના પોન્નવરમ્ ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓ વિજ્ઞાન અને કાયદામાં સ્નાતક થયા છે. આ સાથે જ તેઓ તેમના પરિવારમાં પહેલા વકીલ બન્યા છે. 10 ફેબ્રુઆરી 1983એ તેમણે એક વકીલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી.
રમન્ના પાસે સંવિધાન, શ્રમ, સેવા જેવા વિવિધ મામલાનો અનુભવ છે
ન્યાયાધીશ રમન્ના પાસે આંધ્રપ્રદેશની હાઈકોર્ટ, કેન્દ્રિય વહિવટી ટ્રિબ્યુનલ, આંધ્રપ્રદેશ વહિવટી કોર્ટ અને ભારતની સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી છે. તેઓ ભારતીય રેલવે સહિત વિભિન્ન સરકારી સંગઠનો માટે પેનલ વકીલ પણ હતી. આ સાથે જ તેઓ આંધ્રપ્રદેશ રાજ્યના એડિશનલ એડવોકેટ જનરલ તરીકે પણ કાર્યરત હતા. તેમણે સિવિલ અને ક્રિમિનલ પક્ષમાં વિશેષજ્ઞતા પ્રાપ્ત કરી છે અને સંવિધાન, શ્રમ, સેવા, આંતરરાજ્યની નદી વિવાદ અને ચૂંટણી સંબંધિત મામલામાં પણ અનુભવ છે. આંધ્રપ્રદેશની જ્યુડિશિયલ એકેડમીના અધ્યક્ષ પદ પર રહીને ન્યાયાધીશ રમન્નાએ ભારતીય કાયદાકીય વ્યવસ્થાના પ્રચાર માટે વિભિન્ન પહેલની શરૂઆત કરી હતી.