નવી દિલ્હીઃ શુક્રવારે દિલ્હી હાઈ કોર્ટે ન્યૂઝક્લિકના એડિટર પ્રબીર પુરકાયસ્થ અને એચઆર હેડ અમિત ચક્રવતીની અરજી પર સુનાવણી કરી હતી. પુરકાયસ્થે યુએપીએ અંતર્ગત તેમની ધરપકડ, રિમાન્ડ અને તેમના વિરુદ્ધ દાખલ કરાયેલ FIRને પડકારી છે.
દિલ્હી હાઈ કોર્ટના વેધક સવાલઃ સુનાવણી દરમિયાન દિલ્હી હાઈ કોર્ટે દિલ્હી પોલીસે દાખલ કરેલ રિમાન્ડની માંગણીની અરજી પર સવાલ કર્યા હતા. ટૂંકમાં હાઈ કોર્ટે દિલ્હી પોલીસની વિફળતા પર વેધક સવાલ કર્યા હતા. કોર્ટે સોલિસિટર તુષાર મહેતાને સવાલ કર્યો કે શું પોલીસે આરોપીના વકીલની વાત સાંભળી હતી?
આગામી સુનાવણી 9 ઓક્ટોબરેઃ દિલ્હી હાઈ કોર્ટે નોંધ્યું કે રિમાન્ડના આદેશમાં કંઈક ખામી છે અને વકીલની વાત સાંભળવામાં નથી આવી. ન્યાયાધીશ તુષાર રાવ ગેડેલાએ કહ્યુ કે આ રિમાન્ડનું આવેદન સુપ્રીમ કોર્ટના ચુકાદાથી વિપરિત છે. આ મામલે આગામી સુનાવણી 9 ઓક્ટોબરે કરવામાં આવશે. દિલ્હી પોલીસને જવાબ આપવા અને કેસ ડાયરી રજૂ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. કેદમાં રહેતા અમિત ચક્રવર્તીના સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. ચક્રવર્તીએ હાઈ કોર્ટને શારિરીક રીતે અસમર્થ હોવાનું જણાવ્યું હતું.
ન્યૂઝક્લિક મામલોઃ ન્યૂઝ પોર્ટલ ન્યૂઝક્લિકના એડિટર પ્રબીર પુરકાયસ્થ અને તેમના કર્મચારી અમિત ચક્રવર્તી વિરુદ્ધ ન્યૂયોર્ક ટાઈમ્સમાં લખાયેલા એક રિપોર્ટમાં વિદેશી ફંડિગ લીધું હોવાનો ઉલ્લેખ થયો હતો. જેના આધારે પોલીસે શ્રેણીબદ્ધ ધરપકડો કરી હતી. ન્યૂઝક્લિકને ચીનના પ્રચાર માટે વિદેશી ફંડિગ થયું હોય તેવું માનવામાં આવે છે. બંને વ્યક્તિઓને બુધવાર સવારે સાત દિવસની કેદમાં મોકલી અપાયા હતા. જ્યારે તેમણે FIRની કોપી ન આપવામાં આવી ત્યારે તેમણે દિલ્હી હાઈ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. ગુરુવારે દિલ્હી હાઈ કોર્ટે FIRની કોપી હાંસલ કરવાની અરજીને સ્વીકૃતિ આપી હતી.
કપિલ સિબ્બલની દલીલોઃ ન્યૂઝક્લિકના એડિટર પુરકાયસ્થના વકીલ કપિલ સિબ્બલે શુક્રવારે સવારે યાદીબદ્ધ દલીલો કરી હતી. જેમાં પુરકાયસ્થને વચગાળાના જામીન આપવામાં આવે તેવી દલીલનો પણ સમાવેશ થાય છે. વગર કોઈ આધાર પુરાવા વિના ધરપકડ કરી હોવાની દલીલ પણ કપિલ સિબ્બલે કરી હતી.