ETV Bharat / bharat

TOP NEWS: ટોક્યો પેરાલિમ્પિક 2020: બે ખેલાડીઓ ટેબલ ટેનિસમાં લેશે ભાગ, આ સહિતના તમામ મહત્વના સમાચારો માટે વાંચો - Big raids of IT

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં…

આ સહિતના તમામ મહત્વના સમાચારો માટે વાંચો TOP NEWS

author img

By

Published : Aug 26, 2021, 6:30 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર રહેશે

1. ટોક્યો પેરાલિમ્પિક 2020: બે ખેલાડીઓ ટેબલ ટેનિસમાં લેશે ભાગ

આજે ટોક્યો પેરાલિમ્પિક 2020 ના બીજા દિવસે ટેબલ ટેનિસમાં ગુજરાતની બે ખેલાડી સોનલ પટેલ અને ભાવિના પટેલ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે

1. Ind vs Eng : ભારતનો ધબડકો, ભારતે 60 રન સાથે 5 વિકેટ ગુમાવી

લીડ્સના મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બુધવારથી ત્રીજી ટેસ્ટ શરૂ થઇ હતી. જેમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ભારતને બેટિંગને લઈને નિરાશા જોવા મળી રહી છે. કોહલી ઈંગ્લેન્ડ સામે લીડ્ઝ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં માત્ર 7 રન બનાવીને પરત ફર્યો હતો. હાલ ભારતે 60 રને 5 વિકેટ ગુમાવી છે. click here

2. ખેડૂતો માટે સરકારે લીધો મોટો નિર્ણય, શેરડીના ભાવને લઈને મોદી સરકારની જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય પ્રધાનમંડળે શેરડીના ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો હતો. જેમાં શેરડી પર FRP (વાજબી અને મહેનતાણું કિંમત) વધારીને 290 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાનો નિર્ણય કર્યો હતો. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે બેઠક જણાવ્યું હતું કે, હાલમાં શેરડીની FRP 285 રૂપિયા છે. જો શેરડીની રિકવરી 9.5 ટકાથી ઓછી હોય તો પણ તેને 9.5 ટકાનો ભાવ મળશે. એટલે કે 275.50 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ મળશે. click here

3. રાજકોટમાં ITના મોટા દરોડા, અબજો રૂપિયાની માલ-મિલકત ઝડપાઈ

રાજકોટમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા, શહેરના બે મોટા બિલ્ડરને ત્યાં મંગળવારના રાજ વહેલી સવારે દરોડા પાડવામાં આવ્યાં હતાં. આ દરોડાનો બીજો દિવસ હતો. દરોડા દરમિયાન 4 કરોડ રોકડા, 2 કિલો જેટલા સોનાના દાગીના અને 100 કરોડથી વધુના બેનામી દસ્તાવેજો મળી આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. click here

4. Corona vaccine : દેશમાં 60 કરોડ લોકોને આપવામાં આવી વેક્સિન, આરોગ્ય પ્રધાને વડાપ્રધાનનો માન્યો આભાર

દેશવ્યાપી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ વખત આરોગ્ય કર્મચારીઓ(HCW) ને રસી આપવામાં આવી હતી અને 2 ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઈન વોરિયર્સ (FLW) ને રસી આપવામાં આવી હતી. click here

5. નાણાપ્રધાને જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓ સાથે બેઠક યોજી

નાણાંપ્રધાને નિર્મલા સીતારમણે બુધવારે જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓ સાથે બેઠક યોજી હતી. આ તકે નાણાંપ્રધાને કહ્યું કે, બેંકોના કર્મચારીઓને લઈને મોટી જાહેરાત કરી હતી. જેમાં, NPS હેઠળ કર્મચારીઓના પેન્શન માટે જાહેર ક્ષેત્રની બેંકોનું યોગદાન 10 થી વધારીને 14 ટકા કરવામાં આવ્યું છે. click here

  • exclusive:

રાહુલ ગાંધીના આક્ષેપોના સ્મૃતિ ઈરાનીએ આપ્યા જવાબ

સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે આટલા મોટા પાયે 6 લાખ કરોડ રૂપિયાના મુદ્રીકરણનું લક્ષ્ય 70 વર્ષમાં નક્કી કરવામાં આવ્યું ન હતું અને આ સાચું છે. તેમણે કહ્યું કે જો રાહુલ સવારનું છાપુ વાંચી લેતા તો પણ અમારા પર કૃપા રહેતી. ETV Bharat ના વરિષ્ઠ સંવાદદાતા અનામિકા રત્નાએ સ્મૃતિ ઇરાની સાથે વાત કરી. ચાલો જાણીએ કે કેન્દ્રીય પ્રધાને બીજું શું કહ્યું ... click here

  • explainers:

શા માટે ભારતીઓને વિદ્યાર્થીઓને વિદેશ જવાનો છે ક્રેઝ

કોરોનાના કારણે ઘણા દેશની યુનિવર્સિટીઓએ બહારના વિદ્યાર્થીઓ માટે પોતાના દરવાજા બંધ કરી દીધા હતા. જોકે અમેરિકાએ જ 55,000 ભારતીય વિદ્યાર્થીઓને વીઝા આપ્યા પછી આશ્વાસન આપ્યું છે કે અન્ય દેશના વિદ્યાર્થીઓ માટે પણ ઝડપથી રસ્તાઓ ખુલશે. જે પછી વિદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે. આના વિશે વધુ જાણો... click here

  • sukhibhava:

યોગાસનથી કરો અસ્થમાનો ઇલાજ

યોગ માત્ર શરીર જ નહીં પણ મનને પણ લાભ આપે છે. આજકાલ મેડિટેશન અને માઈન્ડફુલનેસની વાતો સામાન્ય બની ગઈ છે, જેની લોકો પ્રેક્ટિસ પણ કરી રહ્યાં છે. શું તમે જાણો છો કે યોગથી તમે રોગોથી પણ છૂટકારો મેળવી શકો છો. ચાલો જાણીએ કેટલાક આસનો અને પ્રાણાયામ જે તમને અસ્થમા જેવા શ્વસન રોગોથી રાહત આપી શકે છે. જાણો યોગાસન વિશે... click here

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.