- ગૌરી વ્રતનો શુભારંભ થશે
આજથી ગૌરી વ્રતનો પ્રારંભ થશે. કુવારીકાઓ મોળા વ્રત કરી ગૌરી વ્રતનો શુભારંભ કરશે, શિવાલયોમાં કુવારી કન્યાઓ પૂજા માટે ઉમટશે.
- AAP દ્વારા જનસંવેદના યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું
આમ આદમી પાર્ટી દ્વારા જનસંવેદના યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું હોય છે. આ યાત્રા મોરબી જિલ્લા ખાતે પહોંચવાની છે. જે યાત્રામાં પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા આપના નેતા ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ જોડાશે.
- ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાશે
આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાશે. જેમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજરી આપશે.
- BSFના જવાનોની સાયકલ યાત્રા આજે બનાસકાંઠા આવશે
શાંતિ, સલામતી અને એકતા માટે ભુજથી નીકળેલી BSFના જવાનોની સાયકલ યાત્રા આજે બનાસકાંઠા આવશે. જ્યાથી દાંતીવાડા ખાતે BSF કેમ્પ ખાતે સ્વાગત થશે. અહીંથી કેટલાક જવાનો સાથે જોડાશે. આ સાયકલ યાત્રા ભુજથી નીકળી 15મી ઓગસ્ટ સુધી અટારી બોર્ડર પહોંચશે.
- હિમાચલ પ્રદેશમાં યલો એલર્ટ
હિમાચલ પ્રદેશમાં સિમલા સહિત અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરાયું છે. રાજ્યમાં આગામી 36 કલાક સુધી ભારે વરસાદની આગાહી છે.
- કોરોનાની રસીનો નવો માલ આવશે
ઝારખંડમાં આજે કોરોનાની રસીનો નવો માલ આવવાનો છે. 22 જુલાઈથી રસીકરણ અભિયાન સામાન્ય થવાની સંભાવના છે.
- કમલનાથ પ્રેસ કોન્ફરન્સ કરશે
પેગાસસ સ્પાઇગેટ કેસ મુદ્દે કમલનાથ આજે બુધવારે બપોરે એક પ્રેસ કોન્ફરન્સ કરશે. બપોરે 12 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે.
- મહારાષ્ટ્રથી બસ સેવા પર પ્રતિબંધિત
21 જુલાઇ સુધી મહારાષ્ટ્રથી બસ સેવા પ્રતિબંધિત રહેશે. બસ સેવાને સુગમ બનાવવાનો નિર્ણય લઈ શકાય છે.
- 15 ઓગસ્ટ સુધી લાલ કિલ્લો બંધ
સ્વતંત્રતા દિવસની તૈયારીઓને ધ્યાનમાં રાખીને લાલ કિલ્લો આજે બુધવારથી સામાન્ય નાગરિક માટે બંધ કરાયો છે. 21 જુલાઇથી 15 ઓગસ્ટ સુધી લાલ કિલ્લાની મુલાકાત લેવા જતા લોકોને પ્રવેશ મળશે નહિ.
- TMC દેશમાં આજે વર્ચ્યુઅલી રેલી કરશે
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીની પાર્ટી TMCએ પણ આજની વર્ચ્યુઅલ રેલી પૂર્વે એક સૂત્ર જાહેર કર્યું હતું. સૂત્ર છે 'દેશ જાદેર ચાઇ છે.' જેનો અર્થ છે 'દેશ જેને ચાહે છે.'