- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું આજે પરિણામ જાહેર થશે. સવારે 8 વાગે પરિણામ જાહેર કરવામાં આવશે.
- ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિની સિનિયર નેતાઓ સાથે બેઠક
આવનારી વિધાનસભા અને ભવિષ્યના આયોજનને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિની આજે સિનિયર નેતાઓ સાથે બેઠક કરશે.
- સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં સરપંચો સાથે પરિસંવાદનું આયોજન
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં 17 જુલાઈ, શનિવારે નવસારીના ઇટાળવા સ્થિત બી. આર. ફાર્મમાં જિલ્લાના સરપંચો સાથે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ તેમજ અન્ય કાર્યક્રમોમાં પણ હાજરી આપશે.
- કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં 10 સ્થળોએથી 100 સાયકલો સાથે રેલી કઢાશે
નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા 17 જુલાઈ, શનિવારે મોંઘવારીના વિરોધમાં નવસારી-વિજલપોર શહેરમાં અલગ-અલગ 10 સ્થળોએથી 100 સાયકલો સાથે રેલી કાઢી નવસારીના જુનાથાણા સ્થિત ઇન્દિરા ગાંધી સર્કલ પાસે પહોંચશે. જોકે, જિલ્લામાં ધરણા પ્રદર્શન ન કરવા અંગે જાહેરનામુ છે.
- આજે પટિયાલા હાઉસ કોર્ટમાં સ્વતંત્ર પત્રકાર રાજીવ શર્મા વિરુદ્ધ સુનાવણી
ચીનથી જાસૂસી કરવાના આરોપમાં સ્વતંત્ર પત્રકાર રાજીવ શર્માને મની લોન્ડ્રિંગ કેસમાં જામીનની અરજી પર આજે પટિયાલા હાઉસ કોર્ટ સુનાવણી થશે.
- મુખ્યપ્રધાન જયરામ ઠાકુર આજે દિલ્હીની મુલાકાતે
મુખ્યપ્રધાન જયરામ ઠાકુર આજે શનિવારે નવી દિલ્હીની મુલાકાતે આવશે. બે દિવસીય મુલાકાત દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને પ્રધાનોના રિપોર્ટકાર્ડ ઉપરાંત સૂચિત પેટા-ચૂંટણીઓ અંગે પણ ચર્ચા કરે તેવી સંભાવના છે.
- ભક્તો માટે આજથી સબરીમાલા મંદિર ખુલશે
કેરળનું સબરીમાળા મંદિર 17 જુલાઈથી 5 દિવસ માટે ભક્તો માટે ખોલવામાં આવી રહ્યું છે. ભક્તોને માસિક પૂજા માટે ખોલવામાં આવતા મંદિરમાં 48 કલાક જૂનો કોરોના રિપોર્ટ લાવવો જરૂરી છે અને માત્ર RTPCR નેગેટિવ રિપોર્ટ ધરાવતા ભક્તોને જ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.
- આજથી ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહીનું લાઇવ ટેલિકાસ્ટ
ગુજરાત હાઈકોર્ટ આજે 17 જુલાઇથી તેની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવા જઈ રહ્યું છે. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન. વી. રમણા અને ઇ-કમિટીના ચેરમેન જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ ઉપસ્થિત રહેશે.
- ઓમપ્રકાશ રાજભર આજે મુખ્યપ્રધાન કેજરીવાલને મળશે
ઓમપ્રકાશ રાજભર યુપીમાં વિધાનસભાની ચૂંટણી માટે જોડાણ અંગે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને મળશે. આ બેઠક દરમિયાન આપના સાંસદ સંજય સિંહ પણ હાજર રહેશે.
- અમિત શાહ આજે શિલોંગમાં NESASની મુલાકાત લઈ શકે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 17 જુલાઇના રોજ શિલોંગમાં નોર્થ ઇસ્ટર્ન સ્પેસ એપ્લિકેશન સેન્ટર (NESAS)ની મુલાકાત લેશે. આ ક્ષેત્રમાં અવકાશ વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થઈ રહેલા કામની સમીક્ષા કરશે.