વિજય રૂપાણી રાજકોટ જિલ્લા પંચાયતની ‘પ્રજાલક્ષી એપ’નું કરશે લોન્ચિંગ
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીના હસ્તે આજે 2 જુલાઈના રોજ જકોટ જિલ્લા પંચાયતની ‘પ્રજાલક્ષી એપ્લિકેશન’નું લોન્ચિગ કરવામાં આવશે. સવારે 10:45 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યપ્રધાન નિવાસસ્થાનથી લોન્ચ કરશે.
પર્યટન પ્રધાન જવાહર ચાવડા ગિરનાર રોપ-વે સાઈટની મુલાકાતે
આજે 2 જુલાઈના રોજ પર્યટન પ્રધાન જવાહર ચાવડા જૂનાગઢની મુલાકાતે છે. પર્યટન પ્રધાન ગિરનાર રોપ-વે સાઈટની મુલાકાત લેશે.
આજે ગુજરાત હાઈ કોર્ટમાં સુઓમોટો સુનાવણી થશે
આજે 2 જુલાઈના રોજ ફાયર અને કોરોનાને લઇ સુઓમોટો સુનાવણી યોજાશે. રાજ્ય સરકાર કોરોનાની ત્રીજી લહેરને લઇ કરેલા આયોજન પર રજૂઆત કરશે.
અમદાવાદમાં ધો.11 સાયન્સની પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ
અમદાવાદ શહેર અને ગ્રામ્યની શાળાઓમાં ધોરણ-11 સાયન્સની પ્રવેશ પ્રક્રિયાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આજથી એટલે કે 2 જુલાઈથી સાયન્સની પ્રવેશ પ્રારંભ કરવામાં આવશે. 7 જુલાઈ સુધી શાળાઓ દ્વારા પ્રવેશ ફોર્મ વિતરણ કરવામાં આવશે.
રાજયમાં સામાન્યથી ઓછા વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં સામાન્યથી ઓછા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 જુલાઈ સુધી સમગ્ર દેશમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા આજે યોજાશે મીટિંગ
રાજકોટ જિલ્લા કલેક્ટરની રાજકોટ-અમદાવાદ સિક્સ લેનની ધીમી કામગીરી મામલે અધિકારીઓ સાથે મીટિંગ કરશે. અરૂણ મહેશ બાબુ એઈમ્સ અને હીરાસર એરપોર્ટની પણ મુલાકાત લેશે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે કાનપુરની મુલાકાતે
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે 2 જુલાઈના રોજ કાનપુર આવી રહ્યા છે. તેઓ ત્રણ દિવસ માટે ઉત્તરપ્રદેશ આવી રહ્યા છે.
આજે 2 જુલાઈએ વિશ્વ રમત ગમત પત્રકાર દિવસ
ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ પ્રેસ એસોસિએશનએ તેની સંસ્થાની સ્થાપનાની વર્ષગાંઠ નિમિત્તે 1994 થી આ દિવસને વિશ્વ રમત ગમત પત્રકાર દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું. પેરિસમાં સમર ઓલિમ્પિક્સ દરમિયાન 2 જુલાઈ 1924 ના રોજ AIPSની રચના કરવામાં આવી હતી.
નૌકાદળમાં પરીક્ષા વગર ઓફિસર બનવાની સુવર્ણ તક
નૌકાદળમાં પરીક્ષા વગર ઓફિસર બનવાની સુવર્ણ તક આવી છે. 2 જુલાઈ આજથી 16 જુલાઈ સુધી અરજી કરી શકાશે.
ભારતીય અભિનેતા પવન મલ્હોત્રાનો આજે જન્મ દિવસ
પવન મલ્હોત્રા એક ભારતીય અભિનેતા છે, જે હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનમાં કામ કરે છે. 1989 માં રિલીઝ થયેલી બુદ્ધદેબ દાસગુપ્તાના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા બાગ બહાદુર અને સઈદ અખ્તર મિર્ઝાની સલીમ લંગડે પે મેટ રોમાં તેણે મુખ્ય ભૂમિકાઓ ભજવી છે.