આજે ગુજરાતના ઘણા શહેરોમાં વરસાદ પડવાની સંભાવના છે

આજે 13 જૂન ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, નર્મદા, ડાંગ, દમણ, ભાવનગર, અમરેલી, સોમનાથ, દીવમાં વરસાદ પડી શકે. હાલ ચોમાસાની ઋતુની શરૂઆત વહેલી થઇ ગઇ છે. ત્યારે ગુજરાતના કેટલાય શહેરોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે પણ વિવિધ શહેરોમાં વરસાદ પડવાની શક્યતા છે.
આજે આણંદ-વિદ્યાનગરમાં વીજકાપ મૂકવામાં આવશે

આજે 13 જૂન આણંદ-વિદ્યાનગરમાં 3 સબ સ્ટેશનની મરામતની કામગીરી હાથ ધરવા માટે આજે દિવસ દરમિયાન 5 કલાક સુધી વીજકાપ મુકવામાં આવશે. જેની સીધી અસર 35 હજાર ઉપરાંત વિજધારકો સહિત ધંધા-રોજગોર પર થનાર હોઈ હાલાકીઓનો ભોગ બનવું પડશે. વિજ તંત્રએ ચોમાસુ સિઝનમાં વરસાદ પડતા પહેલા વિજ લાઈનની ફરતે વૃક્ષોની ડાળખીઓ દુર કરવામાં આવનાર છે તેમજ વાવાઝોડાને પગલે નમી ગયેલા તમામ વિજપોલ બદલી નાખવામાં આવશે.
આજે વડોદરાની ઇન્ટર CA થયેલી યુવતી વામા શેઠીયા દીક્ષા લેશે

આજે 13 જૂન વડોદરાની ઇન્ટર સીએ થયેલી યુવતી વામા શેઠીયા સૌરાષ્ટ્રના સોનગઢ ખાતે દીક્ષા લેશે. શ્રી અલકાપુરી જૈન સંઘમાં રવિવારે આચાર્ય શ્રેયાંસપ્રભસૂરી મહારાજ સાહેબની નિશ્રામાં 10 મુમુક્ષોનો દર્શનયાત્રા મહોત્સવ યોજાયો હતો. આ મુમુક્ષો એપ્રિલથી જૂનમાં દીક્ષા લેવાના છે. જેમાં અતુલ શેઠિયાની 21 વર્ષિય દીકરી પણ દીક્ષા લેવાની છે. અતુલભાઈના દીકરાએ 3 વર્ષ પહેલાં દીક્ષા લીધી હતી. વામા શેઠિયાએ કહ્યુ કે, ભાઈએ જ દીક્ષા લીધા બાદ મને સાંસારિક જીવન અને સંયમિત જીવન વિશે સમજાવ્યું હતું.
આજે જી 7 ના ત્રણ કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન

આજે જી-7ના ત્રણ કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવતી સહાય અંગેની સલાહ આપવામાં આવી રહી છે. આ જી-7 સમિટમાં કેનેડા, ઇટલી, જાપાન, ફ્રાન્સ, જર્મની, બ્રિટેન અને અમેરિકા જેવા દેશ શામેલ છે. આ જી-7માં કોરોના વાયરસ, ફ્રી ટ્રેડ અને પર્યાવરણ પર ચર્ચા થશે.
આજે દિલ્હી પહોંચશે યશવંત સોનીનો પાર્થિવ દેહ

પન્ના જિલ્લાના તહસીલ અજયગઢના ગામ ધરમપુરના નિવાસી યશવંત સોનીની ઉંમર 37 વર્ષ છે. તેમનું કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થયું હતું. કોરોના સંક્રમિત થવાના કારણે તેમનો પાર્થિવ દેહ ભારત લાવવામાં આવી શકાયું ન હતું. શ્રમ પ્રધાન બ્રિજેન્દ્ર પ્રતાપસિંહનો સંપર્ક કરીને સોનીના પરિવારના સભ્યોની જાણકારી આ માહિતીમાં લાવવામાં આવી હતી. શ્રમ પ્રધાન સિંહે વિદેશ મંત્રાલય, પીએમઓ કાર્યાલયનો સંપર્ક કરીને સોનીના પાર્થિવ દેહને રશિયાથી ભારત લાવવા અનુરોધ કર્યો. શ્રમ પ્રધાન સિંહ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોથી સોનીના પાર્થિવ દેહને રવિવારે 13 જૂને રશિયાથી ભારત પહોંચશે અને દિલ્હીમાં તેમના પરિવારને આપવામાં આવશે.
આજે અનલોક-3ને લઇને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ કરી શકે છે મોટી જાહેરાત

કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે ઓછું થઇ રહ્યું છે, લોકડાઉન અને કરફ્યૂને લઇને ઘણા નિર્ણય લોવામાં આવ્યા હતા. ત્યારે આજે દિલ્હીમાં અનલોક-3ને લઇને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ મોટી જાહેરાત કરી શકે છે.
IIM Indoreના ઇતિહાસમાં પ્રથમવાર આજે એક સાથે બે દીક્ષાંત સમારોહ યોજાશે

આજે 13 જૂન IIM Indoreમાં પ્રથમવાર એક સાથે બે દીક્ષાંત સમારોહ યોજાશે. ઈન્દોરના ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) ના ઇતિહાસમાં પ્રથમવાર ગયા અને આ વર્ષનો દિક્ષાંત સમારોહ એક જ દિવસે યોજાનાર છે. રવિવારે સવારે 10 વાગ્યે, સંસ્થા બન્ને સમારોહને ઓનલાઇનના માધ્યમથી શરૂ કરશે. બન્ને કાર્યક્રમમાં 1,439 વિદ્યાર્થીઓ ભાગ લેશે. ગયા વર્ષે 741 અને આ વર્ષના 698 વિદ્યાર્થીઓ છે.
ગોવામાં આજથી 18થી 44 વર્ષના વયજૂથ માટે વોક-ઇન રજિસ્ટ્રેશન શરૂ

કોરોનાના કહેરના કારણે દેશભરમાં રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે દેશભરમાં વેક્સિનને લઇને રજિસ્ટ્રેશનની કામગીરી થાય છે. ત્યારે આજથી ગોવામાં 18થી 44 વર્ષના લોકો માટે વોક-ઇન રજિસ્ટ્રેશન શરૂ કરાશે.
આજે મહારાણા પ્રતાપની 481મી જન્મજયંતી છે

મહારાણા પ્રતાપનો જન્મ રાજસ્થાનમાં સોળમી સદીમાં થયો હતો. અંગ્રેજી કેલેન્ડર મુજબ તેનો જન્મ 9 મે, 1540 ના રોજ કુંભલગઢમાં થયો હતો. આ દિવસ જ્યેષ્ઠ મહિનાનો તૃતીયા તિથિ હતી, તેથી હિન્દી પંચાંગ મહારાણા પ્રતાપ જયંતી મુજબ 13મી જૂને ઉજવવામાં આવશે. મહારાણા પ્રતાપની આ 481મી જન્મજયંતિ છે. મહારાણા પ્રતાપે અકબર સાથે ઘણી વાર લડ્યા. તેઓએ મહેલ છોડીને જંગલોમાં રહેવું પડ્યું. તેમનું આખું જીવન સંઘર્ષમાં વિતાવ્યું, પરંતુ તેણે ક્યારેય હાર માની ન હતી. તેનું નામ ઇતિહાસનાં પાનામાં સુવર્ણ અક્ષરોમાં નોંધાયેલું છે. ચાલો આપણે તેમને સંબંધિત ખાસ વાતો જાણીએ.
આજે 13જૂન બોલીવુડ અભિનેત્રી દિશા પટણીનો જન્મ દિવસ છે

આજે 13 જૂન દિશા પટણીનો જન્મ દિવસ છે. તેનો જન્મ 13 જૂન 1992 ઉત્તરપ્રદેશના બરેલીમાં થયો હતો. દિશા પટણી એક ભારતીય અભિનેત્રી છે. જે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. તેણીએ તેની અભિનય કારકીર્દિની શરૂઆત વરુણ તેજની વિરુદ્ધ તેલુગુ ફિલ્મ લોફરથી કરી હતી, અને બાદમાં રમત બાયોપિક એમ.એસ. ધોનીમાં હિંદી પ્રવેશ કર્યો હતો.