- કિશોર મકવાણાએ ડૉ. આંબેડકર પર લખેલા ચાર પુસ્તકોનું નરેન્દ્ર મોદી આજે બુધવારે સવારે 11 વાગ્યે ઓનલાઈન લોકાર્પણ કરશે
કિશોર મકવાણાએ ડૉ. બાબાસાહેબ આંબેડકર પર લખેલા ચાર પુસ્તકોનું આજે બુધવારે સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં ઓનલાઈન લોકાર્પણ કરશે.
- કેન્દ્રીય નાણાં રાજ્યપ્રધાન અનુરાગ ઠાકુર આજે 14 એપ્રિલના રોજ હમીરપુરની મુલાકાત લેશે
કેન્દ્રીય નાણાં રાજ્યપ્રધાન અનુરાગ ઠાકુર આજે 14 એપ્રિલના રોજ હમીરપુરની મુલાકાત લેશે.
- લોકડાઉનને ધ્યાનમાં લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે રાજ્યપાલો સાથે બેઠક કરશે
લોકડાઉનને ધ્યાનમાં લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 14 એપ્રિલે રાજ્યપાલો સાથે બેઠક કરશે, આ બેઠક બુધવારે સાંજે 6.30 વાગ્યે યોજાશે.
- આજે દેશભરમાં ડૉ. આંબેડકરની 130મી જન્મજયંતિ ઉજવાશે
આજે 14 એપ્રિલે દેશભરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મજયંતી ઉજવાશે.
- માયાવતી સવારે 9 કલાકે ANI થકી ડૉ. આંબેડકર જયંતી પર બોલશે
માયાવતી સવારે 9 કલાકે ANI થકી ડૉ. આંબેડકર જયંતી પર બોલશે. ભાજપના રાજકારણ પર ટિપ્પણી કરી શકે છે.
- CM યોગી ડૉ. બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે
CM યોગી આજે બુધવારે ડૉ. બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે.
- બેલાગાવીમાં CM યેદિયુરપ્પા અભિયાન ચલાવશે
કર્ણાટકનાં બેલાગાવીમાં CM યેદિયુરપ્પા આજે બુધવારના રોજ અભિયાન ચલાવશે.
- મહારાષ્ટ્ર કરી રહ્યું છે લોકડાઉનની તૈયારી
મહારાષ્ટ્ર લોકડાઉનની તૈયારી કરી રહ્યું છે. શહેરના વિવિધ ભાગોની લોકડાઉનની દ્રષ્ટિએ સમીક્ષા કરાશે.
- છત્તીસગઢના 6 જિલ્લામાં આજે બુધવારથી લોકડાઉન લાગુ કરવામાં આવશે
છત્તીસગઢના 6 જિલ્લામાં બુધવારથી (બિલાસપુર, મહાસમંડ, રાયગઢ, ગોરેલા પેન્દ્ર મારવાહિ, મુંગેલી અને બલરામપુર)માં લોકડાઉન લાગુ કરવામાં આવશે. રાજ્યનાં 28માંથી 21 જિલ્લામાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 14 જિલ્લામાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
- ઇન્દોરમાં કોરોના ગાઈડલાઈનમાં આજે બુધવારથી ફેરફાર કરાશે
મધ્યપ્રદેશનાં ઇન્દોરમાં કોરોના ગાઈડવલાઈનમાં ફેરફાર : કરિયાણા, સુપર માર્કેટ, ફળ અને શાકભાજીની દુકાનો સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. દૂધની ડેરી આખો દિવસ ખુલ્લી રહેશે.