આજે સાંજથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ થશે શાંત
આગામી 28 ફેબ્રુઆરીના રોજ રાજ્યભરમાં જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈને આજે સાંજથી આચારસંહિતા લાગુ થતા સાંજથી પ્રચાર પડઘમ શાંત થશે. ત્યારબાદ ઉમેદવારો ડોર ટૂ ડોર પ્રચાર કરી શકશે.
આજે અમદાવાદનો સ્થાપના દિવસ
અમદાવાદનો આજે સ્થાપના દિવસ છે. આ સાથે શહેરની સ્થાપનાને 610 વર્ષ પુરા થયા છે. યુનેસ્કો પાસેથી વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવ્યા પછી આખી દુનિયામાં અમદાવાદની આગવી ઓળખ ઉભી થઈ છે. ઈન્ડો ઈસ્લામિક બાંધકામ થકી અમદાવાદ તોતિંગ ઇમારતો ધરાવતું અત્યાધુનિક શહેરો વચ્ચે પોતાની ઓળખ બનાવી છે. ઉદ્યોગ શિક્ષણથી માંડીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી અમદાવાદ આટલા વર્ષોમાં ઘણું બદલાઈ ગયું છે.
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે સુરતની મુલાકાતે
આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 સીટો મેળવીને ગુજરાતનાં રાજકારણમાં સત્તાવાર એન્ટ્રી કરી છે. સુરતવાસીઓએ આમ આદમી પાર્ટીને વિજયી બનાવતા તેમનો આભાર માનતા AAPના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે સુરતની મુલાકાતે આવશે. જ્યાં તેઓ સંબોધન પણ કરશે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે પશ્ચિમ બંગાળની મુલાકાતે
પશ્ચિમ બંગાળમાં આવનારી ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર શરૂ કરી દેવાયા છે. ત્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે પ.બંગાળના બલુરઘાટની મુલાકાતે જશે. જ્યાં તેઓ એક રોડ શો યોજશે અને જાહેર સભાને સંબોધન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સનું ઉદ્ઘાટન
ગુલમર્ગ ખાતે આજથી ખેલો ઈન્ડીયા વિન્ટર ગેમ્સ શરૂ થવા જઈ રહી છે. જેના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભાગ લેનારા ખેલાડીઓને સંબોધવામાં આવશે.
ફેડરેશન ઓફ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા આજે ભારત બંધનું એલાન
GSTમાં કરવામાં આવેલા ફેરફારને પગલે સરકાર સામે વિરોધ નોંધાવવા માટે ફેડરેશન ઓફ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના રીલીફ રોડ ઈલેક્ટ્રોનિક એસોસિએશન પણ જોડાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલાડુની ડૉ. M.G.R મેડિકલ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં સંબોધન કરશે
તમિલનાડુમાં આવેલી ડૉ. M.G.R મેડિકલ યુનિવર્સિટીનો આજે 33મો પદવીદાન સમારંભ યોજાવા જઈ રહ્યો છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સુરતની મુલાકાતનો આજે બીજો દિવસ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 2 દિવસની સુરત મુલાકાતે છે. તેમની સુરત મુલાકાતનો આજે દિવસ છે. પ્રથમ દિવસે તેઓએ સુરતમા સ્વચ્છતાનાં વખાણ કર્યા હતા.
દિલ્હી બોર્ડર પર આજે ખેડૂતોની રેલી, કૃષિ મંત્રાલયનો ઘેરાવો કરશે
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં છેલ્લા 2 મહિનાથી પણ વધારે સમયથી આંદોલન ચાલી રહ્યું છે. જેના સંદર્ભે આજે દિલ્હી બોર્ડર પર ખેડૂતો દ્વારા રેલી યોજવામાં આવશે. આ સાથે કૃષિ મંત્રાલયનો ઘેરાવો પણ કરવામાં આવશે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આજે વારાણસીની મુલાકાતે
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ આજે વારાણસીની મુલાકાતે જશે. જ્યાં તેઓ સંત રવિદાસ મંદિરમાં દર્શન કરશે.