- મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે લિકવિડ ઓક્સિજન ટેન્કનું ઇ-લોકાર્પણ
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવાના લક્ષ્ય સાથે SGVP હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે નિર્માણ પામેલ 13 હજાર લીટર લિકવિડ ઓક્સિજન ટેન્કનું ઇ-લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે થશે.
- હેમંત સોરેન, સોનિયા ગાંધી અને કેન્દ્રીય પ્રધાનોની મુલાકાત
ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન, સોનિયા ગાંધી અને કેન્દ્રીય પ્રધાનોની દિલ્હીમાં મુલાકાત કરશે.
- ન્યુમોનિયાથી બચાવવા માટે રસી PCVની ઝારખંડમાં શરૂઆત
ઝારખંડમાં આરોગ્ય પ્રધાન બન્ના ગુપ્તા નવજાત શિશુઓને ન્યુમોનિયાથી બચાવવા માટે રસી PCVની ઝારખંડમાં શરૂઆત કરશે.
- રૂપા તિર્કીના મૃત્યુ કેસની CBI તપાસની માંગની સુનાવણી હાઇકોર્ટમાં
ઝારખંડના સુપ્રસિદ્ધ રૂપા તિર્કીની શંકાસ્પદ મૃત્યુ કેસની CBI તપાસની માંગ કરતી જાહેર હિતની અરજીની સુનાવણી હાઇકોર્ટમાં થઈ શકે છે.
- અરૂણસિંહની ધારાસભ્ય સાથે બેઠક
અરૂણસિંહ આજે ગુરૂવારે ધારાસભ્ય સાથે વન ટુ વન બેઠક કરશે.
- બાર અને બેવરેજ જેવા આઉટલેટ ખુલશે
કેરલામાં બાર અને બેવરેજ જેવા આઉટલેટ આજે ગુરૂવારથી ખુલવા જઇ રહ્યા છે.
- સ્ટાલીન વડાપ્રધાન મોદીને મળવા જશે
તમિલનાડુના મુખ્યપ્રધાન સ્ટાલીન વડાપ્રધાન મોદીને મળવા આજે સવારે 10.30 સવારે જશે
- રાજનાથ સિંહ આસામની મુલાકાતે
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે આસામની મુલાકાત લેશે. BRO દ્વારા બનાવવામાં આવેલા 12 રસ્તાઓનું ઉદ્ઘાટન કરશે.
- રાજધાનીમાં પર્યટક સ્થળો ખુલશે, અઠવાડિયામાં પાંચ દિવસ જઇ શકાશે
ગુરુવારથી પ્રવાસીઓ રાજધાનીમાં સ્થિત ઐતિહાસિક ધરોહરને જોઈ શકશે. જિલ્લા મેજિસ્ટ્રેટ અભિષેક પ્રકાશ બુધવારે મોડી રાત્રે તેના આદેશ જારી કર્યા છે.
- દિવ્યાંગ માટે આજે 17મી જૂને રસીકરણ શિબિર યોજાશે
હિમાચલપ્રદેશના સોલન જિલ્લામાં કોરોના મહામારીનેે રોકવા માટે જુન આજના રોજ જુદી-જુદી રીતે સક્ષમ લોકોના રસીકરણ માટે વિશેષ અભિયાન યોજવામાં આવશે. મુખ્ય તબીબી અધિકારી ડૉ. રાજન ઉપ્પલે માહિતી આપી હતી કે, આ વિશેષ અભિયાન અંતર્ગત જિલ્લાના છ કેન્દ્રો પર આજે જૂને દિવ્યાંગોનું રસીકરણ કરવામાં આવશે.