હૈદરાબાદ: તેલંગાણા રાજ્યમાં ડિસેમ્બર 2023માં વિપુલ માત્રામાં દારૂનું વેચાણ થયું હતું. એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના આંકડા દર્શાવે છે કે ડિસેમ્બરથી લાગુ થયેલી નવી આબકારી નીતિ અને નવા વર્ષના આગમન સાથે એક મહિનામાં 4 હજાર 297 કરોડ રૂપિયાની શરાબનું વેચાણ થયું છે. સત્તાવાર આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ગત મહિનાની 28 મી ડિસેમ્બર 2023 થી 31મી ડિસેમ્બર 2023 સુધીના ચાર દિવસમાં રૂ.777 કરોડ રૂપિયાની શરાબનું વેચાણ થયું છે.
777 કરોડના દારૂનું વેચાણ: ડિસેમ્બરમાં તેલંગાણા રાજ્યમાં શરાબ પ્રેમીઓએ મન મુકીને દારૂ ઢીંચ્યો હતો. ડિસેમ્બર 2023માં 4,297 કરોડ રૂપિયાની 43.60 લાખ પેટી શરાબ અને 46.22 લાખ બીયરની પેટીનું વેંચાણ થયું હતું. સત્તાવાર આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ગત મહિનાની 28 મીડિસેમ્બર થી 31મી ડિસેમ્બર સુધીના ચાર દિવસમાં 777 કરોડ રૂપિયાના દારૂનું વેચાણ થયું હતું.
નવી આબકારી નીતિ ડિસેમ્બરમાં અમલમાં આવી હતી. મતલબ કે જૂના લાયસન્સધારકોની જગ્યાએ નવા પરવાના ધારકોએ દારૂની દુકાનોના લાયસન્સ મેળવી લીધા છે. આ ઉપરાંત ડિસેમ્બર વર્ષનો છેલ્લો મહિનો હોય છે, અને નવા વર્ષના ત્રણ-ચાર દિવસ પહેલા દારૂનું સૌથી વધુ વેચાણ થવુ સામાન્ય બાબત છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને દુકાનદારોએ જંગી માત્રામાં દારૂનો સ્ટોક કર્યો હતો.
રંગારેડ્ડી અને વારંગલ જિલ્લામાં સૌથી વધુ દારૂ વેચાયો: આબકારી વિભાગના અધિકૃત આંકડા દર્શાવે છે કે, ચાર દિવસમાં 777 કરોડ રૂપિયાની 7.12 લાખ પેટી દારૂ અને 7.84 લાખ પેટી બીયરનું વેચાણ થયું છે. જો જિલ્લાવાર જોવામાં આવે તો માત્ર રંગારેડ્ડી અને વારંગલ જિલ્લામાં જ ગત વર્ષ કરતા વધુ દારૂનું વેંચાણ થયું છે. આ બંને જિલ્લાના વિસ્તારમાં 2022ના અંતિમ 4 દિવસમાં 204 કરોડ રૂપિયાનો દારૂ વેંચાયો અને ડિસેમ્બર 2023ના છેલ્લાં 4 દિવસમાં 242 કરોડ રૂપિયાના દારૂનું વેચાણ થયું હતું.
આ વર્ષે દારુનું જંગી વેચાણ: ગત વર્ષે 2022માં વારંગલમાં 64 કરોડ રૂપિયા અને 2023માં 70 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો હતો. અન્ય તમામ જિલ્લાઓમાં પણ ડિસેમ્બર 2022ના છેલ્લા ચાર દિવસની સરખામણીએ ડિસેમ્બર 2023માં ઓછો દારૂ વેચાયો હતો. આબકારી વિભાગના સત્તાવાર આંકડા દર્શાવે છે કે 30 ડિસેમ્બરના રોજ એક જ દિવસમાં 313 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો, 28 ડિસેમ્બરે 134 કરોડ રૂપિયા, 29મી ડિસેમ્બરે રૂ.180 કરોડ અને 31મી ડિસેમ્બરે રૂ.150 કરોડ રૂપિયાનો દારૂ વેંચાયો હતો.