ETV Bharat / bharat

Corona Omicron Variant : કોરોનાના નવા વેરિઅન્ટને કારણે વિશ્વભરમાં હાહાકાર, પ્રતિબંધો લગાવવાનું શરૂ

દક્ષિણ આફ્રિકાના દેશોમાં (South African countries ) કોરોનાના નવા વેરિયન્ટની (New Covid Variant) શોધથી ફરી એકવાર વિશ્વમાં હોબાળો મચી ગયો છે. એવું કહેવાય છે કે, નવો વેરિઅન્ટ ડેલ્ટા (Delta Variant) કરતા વધુ ખતરનાક છે. આ નવા વેરિઅન્ટએ વિશ્વભરના વૈજ્ઞાનિકો અને સરકારોને ચિંતિત કર્યા છે. ઘણા દેશોએ આફ્રિકન દેશો પર નિયંત્રણો લાદ્યા છે. આ સાથે જ, સરકારોએ કડક સાવચેતીના પગલાં લેવાનું શરૂ કર્યું છે. WHO એ નવા પ્રકારના વાયરસને 'અત્યંત ઝડપથી ફેલાતો' ગણાવ્યો છે. તેને 'ઓમિક્રોન' નામ આપવામાં આવ્યું છે.

કોરોનાના નવા વેરિઅન્ટને કારણે વિશ્વભરમાં હાહાકાર

author img

By

Published : Nov 27, 2021, 11:28 AM IST

Updated : Nov 27, 2021, 1:19 PM IST

  • દક્ષિણ આફ્રિકામાં નવો કોરોના વેરિઅન્ટ જોવા મળ્યો
  • વિશ્વભરના દેશોએ દક્ષિણ આફ્રિકાના દેશો પર પ્રતિબંધ લગાવ્યો
  • નવા વેરિઅન્ટને 'ખૂબ જ ઝડપથી ફેલાતો ચિંતાનો પ્રકાર' ગણાવ્યો

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના દેશોમાં (South African countries ) કોરોનાના પ્રકારો મળી આવ્યા બાદ ફરી એકવાર વિશ્વમાં હોબાળો મચી ગયો છે. વૈશ્વિક કોરોના મહામારી ફરી એકવાર દસ્તક આપવા માટે તૈયાર થયો છે. કોરોનાના નવા પ્રકારે (New Covid Variant) વિશ્વભરના વૈજ્ઞાનિકો અને સરકારોને ચિંતિત કરી દીધા છે. આ સાથે જ, ઘણા દેશોએ આફ્રિકન દેશો પર નિયંત્રણો લાદ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની (WHO) એક સલાહકાર સમિતિએ દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ દેખાયા કોરોના વાયરસના નવા પ્રકારને 'ખૂબ જ ઝડપથી ફેલાતો ચિંતાનો પ્રકાર' ગણાવ્યો છે અને તેને ગ્રીક મૂળાક્ષરો હેઠળ 'ઓમિક્રોન' (Omicron Variant) નામ આપ્યું છે.

યુરોપના ઘણા દેશોમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને, ઘણા દેશોએ કડક સાવચેતીનાં પગલાં લીધાં છે. વિયેનામાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઘણા દેશો લોકડાઉન લાદવાનું પણ વિચારી રહ્યા છે.

યુરોપના ઘણા દેશોમાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે. યુરોપના ઘણા દેશોમાં કોરોના વાયરસની નવી લહેર જોવા મળી રહી છે. હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં દર્દીઓ પહોંચી રહ્યા છે. ક્રિસમસ પહેલા, જ્યાં બજારોમાં રોનક જોવા મળતી હતી, ત્યાં એકદમ શાંત માહોલ જોવા મળી રહ્યો છે.

બ્રિટને દક્ષિણ આફ્રિકાના દેશોની એરલાઇન્સ પર પ્રતિબંધ મૂક્યો

દક્ષિણ આફ્રિકાના દેશોમાં કોરોનાનું નવું સ્વરૂપ મળ્યા બાદ બ્રિટને સાવચેતીના ભાગરૂપે આફ્રિકન દેશોની એરલાઈન્સને અસ્થાયી રૂપે બંધ (Ban On African Flight) કરી દીધી છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં ત્રણ વખત લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જો કે લંડનમાં સ્થિતિ વધુ સારી છે. અહીં લોકો બજારો, ઉદ્યાનો, થિયેટરોમાં જોઈ શકાય છે. ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનાનો બાર બંધ કરી દેવામાં આવ્યા છે. તે જ સમયે, જર્મનીના મ્યુનિક શહેરમાં બજારો ખાલી જોવા મળી રહી છે.

દિલ્હીમાં DDMAની બેઠક

ભારતમાં પણ ઓમિક્રોનને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. જો કે હાલમાં પ્રતિબંધો કે લોકડાઉન જેવી કોઈ સ્થિતિ નથી, આ વૈજ્ઞાનિકો અને સરકાર માટે ચિંતાનો વિષય છે. દિલ્હી સરકારે કોરોનાના નવા પ્રકારને લઈને વૈજ્ઞાનિકો પાસેથી સલાહ માંગી છે. DDMAની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં નવા વેરિએન્ટ્સ પર ચર્ચા કરવામાં આવશે. દેશમાં બીજી લહેર જેવી સ્થિતિ ન બને તે માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.

કોરોનાના નવા વેરિઅન્ટને કારણે વિશ્વભરમાં હાહાકાર
કોરોનાના નવા વેરિઅન્ટને કારણે વિશ્વભરમાં હાહાકાર

WHOએ નવા પ્રકારના વાયરસને 'અત્યંત ઝડપથી ફેલાતો' ગણાવ્યો

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની (WHO) સલાહકાર સમિતિએ દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ ઉભરેલા નવા પ્રકારના કોરોના વાયરસને 'ખૂબ જ ઝડપથી ફેલાતો ચિંતાનો પ્રકાર' ગણાવ્યો છે અને તેને ગ્રીક મૂળાક્ષરો હેઠળ 'ઓમિક્રોન' નામ આપ્યું છે.

શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સ્વાસ્થ્ય એજન્સી (United Nations Health Agency) દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત છેલ્લા કેટલાક મહિનામાં નવા પ્રકારના વાયરસના વર્ગીકરણમાં પ્રથમ વખત છે. આ વર્ગમાં ડેલ્ટા પ્રકારના કોરોના વાયરસને પણ મૂકવામાં આવ્યો હતો, જે વિશ્વભરમાં ફેલાઈ ગયો હતો.

WHOએ આપી ચેતવણી

WHO સહિતના તબીબી નિષ્ણાતોએ આ પેટર્નનો વિગતવાર અભ્યાસ કરવામાં આવે તે પહેલાં વધુ પડતી પ્રતિક્રિયા આપવા સામે ચેતવણી આપી છે, પરંતુ આ વાયરસના કારણે વિશ્વભરમાં 50 લાખથી વધુ લોકોના મોત બાદ લોકોમાં ડર છે.

આ દેશોએ નિયંત્રણો લાદ્યા

આફ્રિકન દેશોમાં કોરોનાના નવા પ્રકારો મળ્યા બાદ ઘણા દેશોએ સાવચેતીના કડક પગલાં લીધા છે. દક્ષિણ આફ્રિકા પર અત્યાર સુધીમાં ઘણા દેશોએ પ્રતિબંધો લગાવ્યા છે. જે દેશોએ પ્રતિબંધો લાદ્યા છે તેમાં ઇટાલી, ઓસ્ટ્રિયા, ફ્રાન્સ, જાપાન, યુનાઇટેડ કિંગડમ, સિંગાપોર, નેધરલેન્ડ, માલ્ટા, મલેશિયા, મોરોક્કો, ફિલિપાઇન્સ, દુબઇ, જોર્ડન, યુએસ, કેનેડા, જર્મની, બેલ્જિયમ, ચેક રિપબ્લિક અને તુર્કીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:

Last Updated : Nov 27, 2021, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.