નવી દિલ્હી: ટેક્સાસ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ અને બેલર કોલેજ ઓફ મેડિસિન દ્વારા જાહેરાત કરાઇ છે કે, કોર્બેવેક્સને (Corbevax Vaccine approved for Emergency Use) ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઇન્ડિયા DCGI (Drugs Controller General of India) તરફથી ઇમરજન્સીના સમયમાં ઉપયોગમાં લેવાની પરવાનગી મળી ગઇ છે. ભારતમાં આ બન્ને રસીઓનું ટૂંક સમયમાં જ આગમન થઇ જશે.
નવી વેકિસનનું સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા સર્જન
નોવાવેક્સ અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ (Serum Institute of India) મંગળવારના જાહેરાત કરી હતી કે, ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઇન્ડિયાએ નેનોપાર્ટિકલ પ્રોટીન પર આધાર COVID-19 રસી (COVID-19 vaccines) માટે ઇમરજન્સીમાં ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. આ રસીનું સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા સર્જન કરવામાં આવ્યું છે. આ નવી વેકિસનનું નામ 'કોવોવેક્સ વેકિસન' છે.
મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી આપી જાણકારી
અગાઉ CDSCOની નિષ્ણાતોની સમિતિએ કોર્બેવેક્સ અને Covovaxને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. આ પછી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી (health minister Mansukh Mandaviya) મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી જાણકારી આપી કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના મહામારી સામેની લડાઈને વધુ પ્રબળ બનાવા માટે એક જ દિવસમાં 3 દવાઓને મંજૂરી આપી છે.
કટોકટીની સ્થિતિમાં ત્રણ દવાઓનો ઉપયોગ કરાશે
મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, Corbevax અને Covovax રસીઓ (Corbevax and Covovax vaccine) સાથે એન્ટી વાયરલ દવા મોલનુપિરાવિરને (Antiviral Medicine Molnupiravir) પણ મંજૂરી આપવામાં આવી છે. આ ત્રણ દવાઓનો ઉપયોગ કટોકટીની સ્થિતિમાં ઉપયોગ કરવામાં આવશે.
કોર્બેવેક્સ બાયોલોજિકલ-ઇ દ્વારા બનાવાય
માંડવિયાએ કહ્યું કે, કોર્બેવેક્સ રસીએ (Corbevax Vaccine) COVID-19 મહામારી (COVID-19 epidemic) સામે ભારતની પ્રથમ સ્વદેશી રીતે વિકસિત RBD પ્રોટીન સબ-યુનિટ રસી (RBD protein sub-unit vaccine) છે. આ સાથે કોર્બેવેક્સ હૈદરાબાદ સ્થિત ફર્મ બાયોલોજિકલ-ઇ દ્વારા બનાવવામાં આવી છે.
ભારતમાં અત્યાર સુધીમાં ત્રણ રસી વિકસાવવામાં આવી
કોર્બેવેક્સની મંજૂરી પર માંડવિયાએ કહ્યું કે, આ એક હેટ્રિક છે. કોરોના સામે ભારતમાં અત્યાર સુધીમાં ત્રણ રસીઓ વિકસાવવામાં આવી છે.
આ પણ વાંચો:
ફાઈઝર અને કોવિશિલ્ડ વેક્સિન લીધી હોય તો ચેતજો : 10 સપ્તાહમાં ઘટી જાય છે એન્ટીબોડી : રિસર્ચ
કોવિડ-19ને મ્હાત આપવા મોન્ટેફિયોરે અને આઇન્સ્ટાઇન દ્વારા નવી દવાના સંયોજનનું પરીક્ષણ