- 18 જુલાઇએ મંડેલા દિવસ તરીકે ઉજવાય
- દેશદ્રોહના આરોપમાં 27 વર્ષ સુધી જેલમાં રહ્યા
- તેમને આફ્રિકાના ગાંધી કહેવાય છે
હૈદરાબાદ : નેલ્સન મંડેલા નામ જ પૂરતું છે. તે વ્યક્તિ જે વિશ્વના સૌથી મોટા અને પ્રખ્યાત નેતાઓની સૂચિમાં હંમેશા આગળની હરોળમાં રહેશે. મહાત્મા ગાંધીની જેમ તેમના વિચાર અને તેમના જીવનની સફર આજે પણ લોકોને પ્રેરણા આપે છે. તેથી તેમને આફ્રિકાના ગાંધી કહેવામાં આવે છે.
કહાની નેલ્સન રોલીહલ્લા મંડેલાની
વર્ષ 1918માં, મોહનદાસ કરમચંદ ગાંધીએ ખેડુતોની સ્થિતિ સુધારવા માટે પહેલ કરી હતી અને ગુજરાતના ખેડામાં એક મોટું આંદોલન શરૂ કર્યું હતું. નેલ્સન રોલીહલ્લાહ મંડેલાનો જન્મ તે જ વર્ષે 18 જુલાઈએ દક્ષિણ આફ્રિકાના કેપ ઇસ્ટર્નમાં થયો હતો. તમે બરાબર વાંચ્યું, આ તે વ્યક્તિનું આખું નામ હતું. જે પાછળથી વિશ્વ દ્વારા નેલ્સન મંડેલા તરીકે જાણીતું બન્યું હતું. તે તેના પિતાની ચાર પત્નીઓમાંથી ત્રીજા નંબરની પત્નીનો પ્રથમ સંતાન હતો. તેઓ કુલ 13 ભાઈ-બહેન હતા. દર વર્ષે 18 જુલાઇએ મંડેલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
1953માં તે પ્રથમ વખત જેલમાં ગયા
તેના પ્રારંભિક અભ્યાસ પછી નેલ્સન મંડેલોએ B.A. કર્યું અને પછી જોહાન્સબર્ગમાં કાયદાની પ્રેક્ટિસ કરી હતી. જ્યાં તેમની મુલાકાત રંગભેદના રોગથી થઇ જે દેશને ખોખલો કરી રહી હતી. 1944માં તે આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયો અને પછીના કેટલાક વર્ષોમાં તે રાષ્ટ્રીય કોંગ્રેસના ઉચ્ચ પદ પર પહોંચી ગયા. 1953માં તે પ્રથમ વખત જેલમાં ગયા અને પછી તેની હિલચાલને કારણે તેના પર દેશદ્રોહનો કેસ કરવામાં આવ્યો અને 1956માં તેમને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. 5 ઓગસ્ટ 1962ના રોજ તેને દેશવ્યાપી હડતાલ અને દેશદ્રોહ માટે ફરીથી ધરપકડ કરાઇ. તેના પર દેશદ્રોહનો આરોપ મૂકાયો અને પછી તે 27 વર્ષ સુધી જેલમાં રહ્યા હતા.
આ પણ વાંચો : આજના દિવસે જેલમાંથી મુક્ત થયા હતા નેલ્સન મંડેલા, જાણો ઈતિહાસ
દેશના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા
મંડેલાને કેદ કર્યા પછી તેની લોકપ્રિયતા સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકામાં રંગભેદ એટલો તીવ્ર હતો કે, તે સમયે અશ્વેતોનેે ગોરાઓ સાથે બેસવાની પણ મંજૂરી નહોતી. જેની સામે નેલ્સન મંડેલાએ અવાજ ઉઠાવ્યો હતો અને કાળા અને સફેદના ભેદને નાબૂદ કરવા આંદોલન શરૂ કર્યું હતું. રંગભેદ સામે હવે દુનિયાભરમાં અવાજો ઉઠવા લાગ્યા હતા. જોકે, દક્ષિણ આફ્રિકા પર કોઈ પ્રતિબંધો લાદવામાં આવ્યા ન હતા, પરંતુ દબાણ વધી રહ્યું હતું. નેલ્સન મંડેલાનો ચહેરો રંગભેદ સામેના વિશ્વવ્યાપી અભિયાનનું પ્રતીક બની ગયો હતો. નેલ્સન મંડેલાની દાયકાઓ સુધી ચાલેલી લડતનું પરિણામ હતું કે, નેલ્સન મંડેલા તે દેશના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા, જ્યાં રંગભેદ ચરમસીમાએ હતો.
1999માં રાષ્ટ્રપતિનો કાર્યકાળ સમાપ્ત થતા સ્વેચ્છાએ પદ છોડ્યું
જેલમાંથી મુક્ત થયા પછી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની તૈયારી સાથે નેલ્સન મંડેલાએ ઘણા દેશોની મુલાકાત લીધી હતી અને વિશ્વના ઘણા નેતાઓને મળ્યા હતા. 27 એપ્રિલ 1994ના રોજ દક્ષિણ આફ્રિકાની પ્રથમ લોકશાહી ચૂંટણી યોજાઇ હતી. પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાના મોટાભાગના અશ્વેત લોકોએ લાંબી લાઇનોમાંં ઊભા રહીને મત આપ્યો હતો. મંડેલા દેશના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા હતા. જ્યારે 1999માં આ કાર્યકાળ સમાપ્ત થયો ત્યારે તેમણે સ્વેચ્છાએ આ પદ છોડ્યું હતું.
આ પણ વાંચો : 3TC ક્રિકેટ સેન્ચ્યુરિયનમાં નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ પર રમવામાં આવશે
5 ડિસેમ્બર 2013ના રોજ મંડેલાએ અંતિમ શ્વાસ લીધા
મંડેલાએ 85 વર્ષની વયે 2004માં જાહેર જીવનમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો હતો. તેનો હેતુ બાકીના જીવનને તેના પરિવાર, મિત્રો અને પરિવાર સાથે શાંતિથી પસાર કરવાનો છે. ફેફસાના રોગને કારણે તેમને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 5 ડિસેમ્બર 2013ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
નેલ્સન મંડેલાના અનમોલ શબ્દો
-બોક્સિંગના શોખીન મંડેલાએ પોતાની બાયોગ્રાફી 'લોન્ગ ટૂૂ ફ્રીડમ'માં લખ્યું છે કે, 'બોક્સિંગમાં કોઈ ભેદભાવ નથી. રિંગની અંદર હોદ્દો, ઉંમર, રંગ અને સંપત્તિનો ફરક પડતો નથી.'
- 'જ્યારે સરકાર હથિયાર વગરનાર લોકોના શાંતિપૂર્ણ આંદોલનને દબાવવા માટે સંપૂર્ણ શક્તિ લગાવે છે, ત્યારે એવું માનવું જોઈએ કે, સરકારે તે આંદોલનની શક્તિ સમજી લીધી છે.'
-'વિકાસ અને શાંતિને અલગ કરી શકાતી નથી. શાંતિ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા વિના કોઈ પણ દેશ તેના ગરીબ અને પછાત નાગરિકોને મુખ્ય ધારામાં લાવવા માટે કંઇ કરી શકશે નહિ.
આ પણ વાંચો -
- આજે બોલીવુડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાની નવમી પુણ્યતિથિ
- 75th Death Anniversary of Vasant-Rajab: ક્રાઈમ બ્રાન્ચના પટાંગણમાં અપાઈ પુષ્પાંજલિ
- વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ પર ભાજપ મહિલા મોર્ચાએ પુષ્પાંજલિ અર્પણ કરી
- જૂનાગઢમાં કોંગી કાર્યકરોએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપી
- પાટડી ખાતે પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપાઇ
- જૂનાગઢ ભાજપે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ ઉજવી