- સર્વોચ્ચ અદાલતે પરીક્ષા અંગે સરકારની જાટકણી કાઢી
- યંગ ડોક્ટર્સને સંવેદનહીન અમલદારોની દયા પર છોડી શકાય નહીં : કોર્ટ
- કેન્દ્ર, રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ અને રાષ્ટ્રીય તબીબી આયોગને નોટિસ પાઠવાઈ
નવી દિલ્હી : સર્વોચ્ચ અદાલતે પરીક્ષામાં છેલ્લી ઘડીએ ફેરફાર કરવા માટે કેન્દ્ર, રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ અને રાષ્ટ્રીય તબીબી આયોગની જાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટ કહ્યું હતું કે, યંગ ડોક્ટર્સને સંવેદનહીન અમલદારોની દયા પર છોડી શકાય નહીં. તેઓની સાથે ફૂટબોલની જેમ વ્યવહાર કરી શકાય નહીં.
બદલાયેલા ફોર્મેટને 31 ઓગસ્ટના રોજ જાહેર કરાયું
ઉલ્લેખનીય છે કે, આ કેસમાં અરજદારો દેશભરના પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટર્સ છે અને NEET-SS 2021 પાસ કરીને સુપર સ્પેશિયાલિટી મેળવવાની ઇચ્છા ધરાવે છે. અરજદારોએ રજૂઆત કરી છે કે, પરીક્ષાની તારીખો 23 જુલાઈએ જાહેર કરવામાં આવી હતી, પરંતુ બદલાયેલા ફોર્મેટને 31 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. અગાઉ 20 સપ્ટેમ્બરે ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચુડ અને બી વી નાગરથનાની બેચએ 41 અનુસ્નાતક ડોકટર્સની અરજી પર કેન્દ્ર, રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ (NBE) અને રાષ્ટ્રીય તબીબી આયોગ (NMC) ને નોટિસ પાઠવી હતી.
ફોર્મેટ જાહેર થયા બાદ ફેરફાર ન થાય
20 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને જણાવ્યું હતું કે, NEET-SS 2021 ની પરીક્ષા 13-14 નવેમ્બરે યોજાવાની છે અને શૈક્ષણિક બાબતોમાં તે સ્પષ્ટ રીતે નિર્ધારિત સિદ્ધાંત છે કે એકવાર કેલેન્ડર (પરીક્ષાનું સમયપત્રક) પરીક્ષા યોજના (ફોર્મેટ) માં એકવાર જાહેરાત થયા બાદ તેમાં કોઈ ફેરફાર થવાનો પ્રશ્ન જ નથી.
પિટિશનમાં પરીક્ષા યોજના ગેરકાયદેસર ગણાવી
એડવોકેટ જાવેદુર રહેમાન મારફતે દાખલ કરવામાં આવેલી અરજીમાં NBE દ્વારા સૂચિત અને NMC દ્વારા મંજૂર કરવામાં આવેલી 31 ઓગસ્ટની માહિતી બુલેટિનમાં સમાવિષ્ટ NEET-SS 2021 ની પરીક્ષા યોજના રદ કરવાની માંગ કરવામાં આવી છે. પિટિશનમાં તેને ગેરકાયદેસર ગણાવીને કોઇપણ કાનૂની અધિકાર વિના આ કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: