- ઓલિમ્પિકમાં જેવેલિન થ્રોમાં નિરજે ગોલ્ડ કર્યું નામે
- નિરજ ચોપરાએ 87.58 મીટર સૌથી વધું કર્યો જેવેલિન થ્રો
- ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને પ્રથમ ગોલ્ડ
હૈદરાબાદ: હરિયાણાના પાણીપતના રહેવાસી નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં જેવેલિન થ્રોમાં ગોલ્ડ જીત્યો છે. પ્રથમ રાઉન્ડમાં તેણે બરછીને 87 મીટર દૂર ફેંકી દીધી હતી. નીરજે જેવેલિન થ્રો સ્પર્ધામાં દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ટોક્યોમાં શનિવારે ભારત માટે સુવર્ણ દિવસ હતો. બજરંગ પુનિયાએ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ તે જ દિવસે નીરજ ચોપરાએ ગોલ્ડ જીતવાના સારા સમાચાર આવ્યા છે. ભારતના નીરજ ચોપરાએ જેવેલિન થ્રોમાં 87.58 મીટર બરછી દૂર ફેંકીને ઇતિહાસ રચ્યો હતો.
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે. આ પહેલા અભિનવ વિન્દ્રાએ 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં શૂટિંગ સિંગલ્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટ્રેક એન્ડ ફિલ્ડ કેટેગરીમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. અત્યાર સુધી ઓલિમ્પિકમાં ભારતને 9 ગોલ્ડ મેડલ મળ્યા છે. તેમાંથી 8 ગ્રુપ ઇવેન્ટ્સ હોકીમાં મળી છે. નીરજ ચોપરા પાણીપત, હરિયાણાના રહેવાસી છે. તેનો જન્મ 24 ડિસેમ્બર 1997 ના રોજ એક ખેડૂત પરિવારમાં થયો હતો. ચંદીગઢની DAV કોલેજનો પાસઆઉટ નીરજ એથ્લેટિક્સમાં જોડાવા માટે ખૂબ જ રસ ધરાવતો હતો. તેણે પોતાનું વજન ઘટાડવા માટે આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. નીરજ ચોપરાએ જર્મનીના બાયોમેકેનિક્સ એક્સપર્ટ ક્લાસ બાર્ટોનિટ્ઝ પાસેથી ઓલિમ્પિક માટે તાલીમ લીધી છે.
નીરજની રમતમાં સફળતા
- 2016 : પોલેન્ડમાં યોજાયેલી IAAF ચેમ્પિયનશિપમાં 86.48 મીટર જેવેલિન થ્રોને ગોલ્ડ જીત્યો
- 2017 : નીરજે 85.23 મીટરના થ્રો સાથે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો
- 2018: એશિયાડમાં 88.06 મીટર જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો
- 2021: ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિકસમાં નીરજે 88.07 મીટરના થ્રો સાથે તેનો રેકોર્ડ તોડ્યો
- 2021: ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ
પરિવારની આશાઓ પર ખરા ઉતર્યા
ભારતના સ્ટાર જેવેલિન થ્રોઅર નીરજ ચોપરાએ ફાઇનલમાં જગ્યા બનાવવા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, નીરજ ચોપરા હરિયાણાના પાણીપત જિલ્લાના ખંડારા ગામના રહેવાસી છે. ઓલિમ્પિક મેચ પહેલા ETV Bharat હરિયાણાની ટીમે નીરજ ચોપરાના પરિવારના સભ્યો સાથે વાત કરી હતી. નીરજ ચોપરાના પરિવારને શરૂઆતથી જ તેમના પુત્રના પ્રદર્શન અંગે વિશ્વાસ હતો, તે સમયે નીરજના કાકા ભીમ ચોપડાએ કહ્યું હતું કે, નીરજ ચોપરા હંમેશા તેની રમતને લઈને ગંભીર રહ્યો છે.
નીરજની નાની બહેન નેન્સીને વિશ્વાસ હતો કે, તેનો ભાઈ આ વખતે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતશે અને આખા દેશને ગૌરવ અપાવશે, તેઓ તેમના પરિવારના સભ્યોની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા.