ETV Bharat / bharat

Neeraj Chopara's Exclusive Interview : ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરાએ એશિયન ગેમ્સ બાદ ઓલ્મપિંકની તૈયારીઓ કરી શરૂ - પોતાની પેશનને ટાઈમ આપો

હરિયાણાના સ્ટાર એથ્લેટ નીરજ ચોપડાએ એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ગોલ્ડ મેડલ વિનર પોતાના ઘર પાણીપત ખાતે આવી પહોંચ્યા છે. જ્યાં ઈટીવી ભારતે તેમનો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ કર્યો છે.

ઈટીવી ભારત સાથે ગોલ્ડ બોય નીરજ ચોપરાનો એક્સકલુઝિવ ઈન્ટરવ્યૂ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 7, 2023, 7:39 PM IST

પાણીપતઃ ગોલ્ડ બોયના નામે ઓળખાતા એથ્લેટ નીરજ ચોપરાએ એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ જીતીને પોતાને મળેલા બિરુદનું માન સાચવ્યું છે. એશિયન ગેમ્સમાંથી નીરજ ચોપરા પોતાના ઘરે પાણીપત આવી પહોંચ્યા છે. નીરજ પોતાના ગામ ખંડરા પહોંચી ગયા છે. ગોલ્ડ બોય નીરજ ચોપરાએ ઈટીવી ભારતને આપ્યું એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ.

દરેક ખેલાડીનું સ્વપ્નઃ નીરજ જણાવે છે કે દરેક ખેલાડીનું સ્વપ્ન હોય છે કે તે સ્પર્ધા જીતે, ખાસ કરીને ગોલ્ડ જીતે અને તેના દેશનું નામ રોશન કરે. સંયુક્ત પરિવારમાં ઉછરેલા નીરજ ચોપરાએ પોતાની સફળતા પાછળ સંયુક્ત કુટુંબનો હાથ ગણાવ્યો છે. પરિવારના દરેક સભ્ય સાથે રહેવું બહુ જરૂરી છે. તેઓ હવે આગામી ઓલ્મપિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તે માટે મહેનત કરશે.

ઓલ્મપિકની તૈયારીઓઃ નીરજ હવે તે જ મેડલ જીતવા માટે મહેનત કરી રહ્યા છે જે તેઓ અગાઉ જીતી ચૂક્યા છે. આ સફળતાની શરૂઆત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાથી થઈ છે. એટલે કે ઓલ્મપિકમાં નીરજ ચોપરા બીજીવાર ગોલ્ડ જીતવા માટે મહેનત કરશે. આ ગોલ્ડન બોયે ઓલ્મપિકમાં ગોલ્ડ જીત્યો ત્યારબાદ સમગ્ર હરિયાણા સહિત દેશભરમાં ભાલા ફેંકની રમતને પ્રોત્સાહન મળ્યું હતું. ઘણા ખેલાડીઓ પોતાની રમત બદલીને ભાલા ફેંક તરફ વળી રહ્યા છે. આ મુદ્દે નીરજ ચોપરા જણાવે છે કે દરેક ખેલાડીએ પોતાનું લક્ષ્ય નક્કી કરવું જોઈએ. ખેલાડીઓએ પોતાનું પેશન ન છોડવું જોઈએ. દરેક રમત શ્રેષ્ઠ છે જે સમય માંગી લે છે. રમત બદલી નાંખવાથી સફળતા નથી મળતી.

ગોલ્ડ જીતતા જ ભાલા ફેંક રમતને પ્રોત્સાહનઃ ભાલા ફેંક રમતમાં નીરજ ચોપરાએ ઓલ્મપિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારથી ભાલા ફેંકની રમત પ્રત્યેની ખેલાડીઓની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. આ વિષયમાં તેમનો પણ આ જ મત છે. તેમણે જણાવ્યું કે ગોલ્ડ મળ્યા બાદ ગામનું વાતાવરણ પણ બદલાઈ ગયું છે. નવા ખેલાડીઓ પોતાની રમત છોડીને ભાલા ફેંકની રમત રમી રહ્યા છે. જો કે દરેક રમત પોતાનો એક ચોક્કસ સમય માંગી લે છે.

વારંવાર રમત ન બદલોઃ નીરજ ચોપરાએ ખેલાડીઓને પોતાની રમત વારંવાર ન બદલવા જણાવ્યું છે. રમત અને મેદાન બદલાવથી તમે સફળ નહીં થઈ જાવ. દરેક ખેલાડીએ પોતાના પેશનને પૂરતો સમય આપવો જ જોઈએ. દરેક બાળકો પોતાના જીવનમાં રમતને મહત્વ અને સ્થાન આપવું જોઈએ. જો શરીરમાં ફિટનેસ હશે તો દરેક કામમાં એનર્જી રહેશે. પાકિસ્તાની ખેલાડીને થયેલ ઈજા વિશે નીરજ ચોપરાએ જણાવ્યું કે તેમણે હજુ પણ વધુ મહેનત કરવી જોઈએ. બંને ખેલાડીઓનો થ્રો એક જેવો નથી.

  1. Asian Games 2023: એશિયન ગેમ્સમાં ચમક્યા હરિયાણાના ખેલાડીઓ, નીરજ ચોપરાએ દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો
  2. Neeraj Chopra Javelin Theft : વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરાના સ્ટેચ્યુ પરથી જેવેલિન થયું ગાયબ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.