ન્યૂઝ ડેસ્ક : ભારત યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની નજીક આવી રહ્યું હોવાની આશંકાને પગલે રશિયાએ પાકિસ્તાન તરફ પોતાનો ઝુકાવ શરૂ કર્યો. તે જ સમયે ભારતમાં એ હકીકતથી પણ ખળભળાટ મચી ગયો હતો કે, રશિયા પાસેથી જે પ્રકારનાં સંરક્ષણ સાધનો તેને મળતાં હતાં તેઓ ચીન પણ પહોંચતા હતા. બંને દેશમાં આ તણાવ ચાલુ રહ્યા હતા ત્યારે એવા અહેવાલો આવ્યા હતા કે, રશિયાએ અફઘાન શાંતિ મંત્રણામાંથી ભારતને બાકાત રાખવાનું સુનિશ્ચિત કર્યું હતું.
શિખર રદ કરવા માટે કોવિડ રોગચાળાને દોષી ઠેરવવામાં આવ્યો
ભારત-રશિયા શિખર બેઠક ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાવાની હતી. જોકે શિખર રદ કરવા માટે કોવિડ રોગચાળાને દોષી ઠેરવવામાં આવ્યો હતો, તેમ છતાં, એવું જણાવવામાં આવ્યું હતું કે રદ થવાના પાછળના કારણ પાછળ અન્ય કારણો પણ હતાં.
આ પણ વાંચો - કોવિડ-19 બાદ નવી જોબ્સ, ભૂમિકાઓ અને કારકિર્દી – કામગીરીનું ભવિષ્ય
સંબંધોને મજબૂત કરવાના સંયુક્ત પ્રયાસો બંને માટે ફાયદાકારક રહેશે
આ વર્ષના અંતે પુટિન-મોદી શિખર સંમેલનની તૈયારીઓના ભાગરૂપે, બંને દેશોના વિદેશ પ્રધાનો ૬ એપ્રિલ ૨૦૨૧ ના રોજ દિલ્હી ખાતે મળ્યા હતા. વર્ષ ૨૦૧૮માં ભારતે રશિયા સાથે યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી પ્રતિબંધોની ચેતવણી હોવા છતાં એસ-૪૦૦ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ પ્રણાલિના સોદા પર સંમતિ આપી હતી. તાજેતરના વિદેશ પ્રધાનોની બેઠકમાં યુ.એસ.ની ચેતવણીઓને ધ્યાનમાં લેવાની તસ્દી લેવાઈ ન હતી. સંયુક્ત નિવેદનમાં, ભારત અને રશિયાના વિદેશ પ્રધાનો, શ્રી જયશંકર અને શ્રી સેર્ગેઇ લવરોવ, એ જાહેરાત કરી કે બંને દેશોના સંરક્ષણ પ્રધાનો સંરક્ષણ સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા કરશે. વિધાનનો સાર એ છે કે બંને દેશો સંબંધોમાં પારસ્પરિકતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. સંબંધોને મજબૂત કરવાના સંયુક્ત પ્રયાસો બંને માટે ફાયદાકારક રહેશે.
આ પણ વાંચો - આંતરમાળખાના વિકાસ માટે વધુ એક બૅન્ક
રશિયાએ ભારતને પોતાની પ્રાથમિકતાઓને અનુલક્ષીને કોરાણે મૂકી દીધું
સોવિયત સંઘના વિઘટન પહેલાં, રશિયા ભારતનું એકમાત્ર વિશ્વસનીય સંરક્ષણ સાથી હતું. કેટલાક મતભેદો છતાં, પુટિને પણ સોવિયત સંઘના અનુગામી તરીકે ભારત સાથેના ઉષ્માસભર સંબંધોને ચાલુ રાખ્યા. ભારત અણુ, સંરક્ષણ અને ઊર્જા ક્ષેત્રોમાં રશિયા પાસેથી સહયોગ ઇચ્છે છે. જોકે, એવા પ્રસંગો હતા કે જ્યારે રશિયાએ ભારતને પોતાની પ્રાથમિકતાઓને અનુલક્ષીને કોરાણે મૂકી દીધું હતું.
આ પણ વાંચો - ભારત-બાંગ્લાદેશ સંબંધો: પરસ્પર લાભદાયી
પુટિન ચીનની સાથે નજીકથી આગળ વધી રહ્યા છે
રશિયાઈ મિગ વિમાનો ભારત દ્વારા આયોજિત લડાકુ વિમાનોની હરાજીમાં નિષ્ફળ નિવડતાં, રશિય ભારતને અણુ રિએકટરોના પૂરવઠા અંગેના માર્ગદર્શિકામાં સુધારો કરવાનો આગ્રહ કરવા લાગ્યું. 18 વર્ષ પહેલાં, પુટિને ભારત, ચીન અને રશિયા વચ્ચે ત્રિપક્ષી જોડાણની ભારપૂર્વક હિમાયત કરી હતી. અંતમાં, એવું જોવા મળ્યું છે કે પુટિન ચીનની સાથે નજીકથી આગળ વધી રહ્યા છે.
આ પણ વાંચો - પશ્ચિમ બંગાળમાં કટોકટની લડાઈઃ નંદીગ્રામમાં જામ્યો છે જંગ
ભારત-રશિયાના સંબંધોને પરિણામે જન્મેલા માનસિક અંતર સૂચવે છે
અમેરિકી નીતિઓનો ઉદ્દેશ ચીનના આર્થિક વર્ચસ્વને નિયંત્રણમાં કરવાનો છે અને રશિયાનું સૈન્ય કદાચ પુટિન અને શી જિનપિંગને નજીક લાવશે. ભારત-પ્રશાંત ક્ષેત્રમાં ચીનની આક્રમક સ્થિતિ આ ક્ષેત્રના તમામ પડોશી દેશોમાં સાવધાનીના સૂર ફેલાવી રહી છે. પરંતુ રશિયા આને ધ્યાનમાં લેવાની તસ્દી લેતું નથી. ચીન તરફથી મળેલા ધમકીને કારણે ભારત યુએસએ, જાપાન, ઑસ્ટ્રેલિયા અને ભારતના બનેલા ચતુર્ભુજ સુરક્ષા સંવાદ (ક્વાડ) માં જોડાયું. આનાથી રશિયાએ ભારત પર અમેરિકાનું પ્યાદું બનવાનો આક્ષેપ કર્યો જે ભારત-રશિયાના સંબંધોને પરિણામે જન્મેલા માનસિક અંતર સૂચવે છે. જો અંતર યથાવત્ રહેશે અથવા વધુ વકરશે તો ચીન ફાયદો મેળવશે.
આ પણ વાંચો - ચીનને કાબૂમાં રાખવા QUAD દેશોનું સંગઠન
કૂટનીતિક પરાક્રમ એકલા દેશ માટે લાંબા ગાળાના રક્ષણાત્મક ઢાલ સાબિત થશે
ભારતે તેના રાજદ્વારી વલણને સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે એક દેશ સાથે તેના વ્યૂહાત્મક સંબંધોનો અર્થ પોતાને બીજા દેશથી દૂર કરવાનો નથી. ભારતે અમેરિકા અને રશિયા સાથેના વેપાર અને રાજદ્વારી સંબંધોને સમાન ધોરણે જાળવવા માટે પોતાની કુટનીતિને વધુ તીવ્ર બનાવવી જોઈએ, આની સાથે આ જ સમયે, એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ચીન તેની મર્યાદાથી આગળ ન વધે. આવું કૂટનીતિક પરાક્રમ એકલા દેશ માટે લાંબા ગાળાના રક્ષણાત્મક ઢાલ સાબિત થશે.