નવી દિલ્હી: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં(Assembly elections 2022) તેમના મતાધિકારનો ઉપયોગ કરનારા લગભગ આઠ લાખ મતદારોએ મતદાન સમયે 'ઉપર માંથી એક પણ નહી' એટલે કે NOTA નો વિકલ્પ પસંદ (Voters choose the NOTA option) કર્યો હતો. ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ (Official website of the Election Commission) પર ઉપલબ્ધ ડેટામાં આ માહિતી સામે આવી છે. જો આપણે રાજ્યોની વાત કરીએ તો મણિપુરના કુલ મતદારોમાંથી 10,349 (0.6 ટકા) લોકોએ NOTAના વિકલ્પનો ઉપયોગ કર્યો હતો. એ જ રીતે ગોવામાં, 10,629 મતદારો (1.1 ટકા) એ આ વિકલ્પનો ઉપયોગ કર્યો.
પાંચ રાજ્યોમાં 7,99,302 મતદારોએ NOTAનો વિકલ્પ પસંદ કર્યો
બીજી તરફ, રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાતા ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 403 વિધાનસભા બેઠકો છે, જેમાં 621,186 મતદારો (0.7 ટકા) એ EVMમાં NOTA વિકલ્પનું બટન દબાવ્યું હતું. બીજી તરફ, ઉત્તરાખંડમાં NOTA વિકલ્પ પસંદ કરનારા લોકોની સંખ્યા 46,830 (0.9 ટકા) હતી. આ સાથે પંજાબમાં 1,10,308 મતદારો (0.9 ટકા)એ NOTAને પસંદ કર્યું. આ રીતે, કુલ પાંચ રાજ્યોમાં 7,99,302 મતદારોએ આ વિકલ્પ પસંદ કરીને તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચો:Gujarat Assembly 2022: પંજાબની જીત પછી આમ આદમી પાર્ટી ગુજરાતને સર કરવા રણનીતિ ઘડશે?