ETV Bharat / bharat

નીતીશ કુમાર આજે 7મી વખત મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે - સુશીલ મોદી

બિહારમાં નવી સરકાર બનાવવા માટે એનડીએ ધારાસભ્ય દળની સંયુક્ત બેઠક શરૂ થઇ છે. જેડીયૂ, ભાજપ, વીઆઇપી અને હમ પાર્ટીના ધારાસભ્ય સીએમ આવાસ પર પહોંચ્યા છે. બેઠકમાં એનડીએ દળના નેતાની પસંદગી કરી ફરીથી રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવશે.

NDA to hold meeting in Patna over Bihar election results

author img

By

Published : Nov 15, 2020, 1:13 PM IST

Updated : Nov 16, 2020, 10:43 AM IST

  • NDA ધારાસભ્ય દળના નેતા તરીકે નીતીશ કુમારની પસંદગી
  • નીતીશ કુમારને સર્વસહમતિથી પસંદગીથી વિધાયક દળના નેતા તરીકે પસંદગી
  • રાજનાથ સિંહ, ભૂપેન્દ્ર યાદવ અને સુશીલ મોદી પહોંચ્યા CM આવાસ
  • હમ પાર્ટી અધ્યક્ષ જીતનરામ માંજી પણ પહોંચ્યા CM આવાસ
  • વીઆપી અધ્યક્ષ મુકેશ સહની પણ હાજર

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ નવી સરકારના ગઠનની કવાયત તેજ થઇ છે. મુખ્ય પ્રધાન આવાસ પર એનડીએ ધારાસભ્ય દળની મહત્વની બેઠક થઇ રહી છે. એનડીએની બેઠકમાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરાઇ છે.

એનડીએના ધારાસભ્ય પસંદ કરશે નેતા

એનડીએની બેઠકમાં એનડીએના ધારાસભ્ય પોતાના નેતાની પસંદગી કરશે. એનડીએમાં મુખ્ય પ્રધાન પદ માટે નીતીશ કુમારના નામ પર પહેલેથી જ સહમતિ બની છે. જે બાદ બેઠક ઔપચારિક્તા જ છે. નેતા પસંદગીની પ્રક્રિયા બાદ એનડીએ નેતા તરફથી રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કરવામાં આવશે. જે બાદ રાજ્યપાલ સરકાર બનાવવા માટે આંમત્રિત કરશે. 16 નવેમ્બરે મુખ્ય પ્રધાન અને મંત્રીઓ શપથ ગ્રહણ કરી શકે છે.

નવી સરકારના ગઠનની તૈયારી

વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમત મળ્યા બાદ હવે એનડીએ ફરીથી સરકાર બનાવવાની તૈયારીમાં છે. મુખ્ય પ્રધાન આવાસ પર 13 નવેમ્બરે એનડીએ ઘટક દળોની બેઠક થઇ હતી. એનડીએ ઘટક દળોની બેઠક બાદ મુખ્ય પ્રધાને કેબિનેટની બેઠક કરી અને 16મી બિહાર વિધાનસભાને ભંગ કર્યો હતો. જેની સૂચના મુખ્ય પ્રધાને રાજ્યપાલ ફાગૂ ચૌહાણને આપી અને તેમણે પોતાના ત્યાગપત્ર પણ આપ્યો હતો. જે બાદ રાજ્યપાલ તરફથી પ્રભારી મુખ્ય પ્રધાન અને બધા મંત્રીઓને કાર્ય કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

NDA માં ભાજપ સૌથી મોટી પાર્ટી

બીજેપી આ ચૂંટણીમાં 74 સીટ જીતીને એનડીમાં સૌથી મોટી પાર્ટીના રૂપે ઉભરી છે. જેડીયૂને 43 બેઠકો મળી છે. જો કે, વડા પ્રધાન મોદી સહિત ભાજપ હાઇ કમાન્ડે નીતીશ કુમારને જ આગામી મુખ્ય પ્રધાન બનાવવા પર ભાર મુક્યો છે.

બિહાર મુખ્યપ્રધાનના શપથ લેશે

બિહારમાં NDAના ચૂંટાયેલા ધારાસભ્ય ગણના નિતીશ કુમારે આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. નિતીશ સોમવારની સાંજે 4:30 કલાકે સાતમી વખત બિહારના મુખ્યપ્રધાન તરીકેના સપથ લેશે.

શું કહ્યું નિતીશ કુમારે..?

સરકાર રચવાનો દાવો રજૂ કર્યા બાદ નિતીશ કુમારે કહ્યું કે, ‘રાજ્યપાલને સમર્થન પત્ર સોપવામાં આવ્યું છે. તેમણે સ્વીકાર કરીને મને મુખ્યપ્રધાનના રૂપમાં નામિત કરી દીધું છે. આવતી કાલે સાંજે સપથગ્રહણ સમારોહ છે. કોણ-કોણ સપથ લેશે, જેને લઇને વહેલી તકે નિર્ણય લેવામાં આવશે.

આ પહેલા બીજેપી પ્રદેશના પ્રભારી સુરેશ રૂંગટાએ જણાવ્યું કે, પ્રદેશ કાર્યાલયમાં વિધાનમંડળ દળની બેઠક યોજાશે. આ બેઠકમાં તમામ ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Last Updated : Nov 16, 2020, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.