ETV Bharat / bharat

Delhi Supreme Court: દિલ્હી NCR પોલ્યુશનને લઈને સુપ્રીમ કોર્ટ પ્રદૂષણ કેસ પર સુનાવણી કરશે - delhi ncr pollution school

સુપ્રીમ કોર્ટ(Delhi Supreme Court) આજે દિલ્હી-NCR પ્રદૂષણ કેસની(NCR pollution case) સુનાવણી કરશે. કોર્ટ આજે કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ પર કરવામાં આવેલી કાર્યવાહીનો રિપોર્ટ લેશે.

Delhi Supreme Court: દિલ્હી NCR પોલ્યુશનને લઈને સુપ્રીમ કોર્ટ દિલ્હી NCR પ્રદૂષણ કેસ પર સુનાવણી કરશે

author img

By

Published : Dec 10, 2021, 11:24 AM IST

  • દિલ્હી NCR પોલ્યુશન SC આજે દિલ્હી NCR પ્રદૂષણ કેસ પર સુનાવણી
  • દિલ્હી સરકાર સુપ્રીમ કોર્ટ વિનંતી કરી કે હોસ્પિટલોમાં બાંધકામોને આગળ વધારવામાં આવે
  • ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરી છે જે દિલ્હી-NCR પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ આજે દિલ્હી-NCR પ્રદૂષણ કેસની(NCR pollution case) સુનાવણી કરશે. કોર્ટ આજે કેન્દ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ પર કરવામાં આવેલી કાર્યવાહીનો રિપોર્ટ લેશે. આ પહેલા સુપ્રીમ કોર્ટે દિલ્હી(Delhi Supreme Court) સરકારને હોસ્પિટલોની બાંધકામ પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. દિલ્હી સરકારે દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણને લઈને શહેરની હોસ્પિટલોના બાંધકામની પ્રવૃત્તિઓને મંજૂરી આપવા વિનંતી કરતા સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી.

હોસ્પિટલોમાં બાંધકામના કામને પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવેઃ દિલ્હી સરકાર

દિલ્હી સરકારે કહ્યું કે, કોવિડ-19ની ત્રીજી લહેરને લઈને તૈયારી કરવા અને તેનો સામનો કરવા માટે તેની હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં(Delhi Hospital Infrastructure) સુધારો કરવાનું શરૂ કર્યું છે. 7 નવી હોસ્પિટલોનું બાંધકામ(Construction of Delhi Hospitals) શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ બાંધકામ પ્રતિબંધોને કારણે કામ અટકી ગયું છે. રાજ્ય સરકારે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં દર્દીઓના લાભ માટે 19 સરકારી હોસ્પિટલો(Delhi Government Hospitals) પર વધુ સારી આરોગ્ય માળખાકીય સુવિધાઓ પ્રદાન કરવા પર કામ કરવામાં આવી રહ્યું છે, દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી કે હોસ્પિટલોમાં બાંધકામના કામને પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવે.

NCRમાં હવાના પ્રદૂષણ નિયંત્રિત કરવા ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરી

બીજી બાજુ, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે, એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને દિલ્હી-NCRમાં હવાના પ્રદૂષણને(air pollution in delhi) નિયંત્રિત કરવા માટે તેના નિર્દેશોના પાલન પર નજર રાખવા માટે ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરી છે. આ સિવાય સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ખબર નથી કે તે જાણીજોઈને છે કે નહીં, મીડિયાના કેટલાક વર્ગો અમે વિલન છીએ તે બતાવવાનો પ્રયાસ કરે છે. અમે શાળાઓ બંધ કરવા માંગીએ છીએ. આ ઉપરાંત દિલ્હી સરકારે કહ્યું હતું કે અમે શાળાઓ બંધ કરી રહ્યા છીએ અને ઘરેથી કામ શરૂ કરી રહ્યા છીએ, પરંતુ દિલ્હી સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી હતી કે એક અખબારે ખાસ અહેવાલ આપ્યો છે કે ગઈકાલે કોર્ટની સુનાવણીમાં આક્રમક હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટ વહીવટી ફરજ નિભાવવાની ધમકી આપી રહી છે.

કડક વલણ અપનાવતા કોર્ટે સુનાવણીમાં દિલ્હી સરકારને પણ ફટકાર લગાવી

આ પહેલા ગુરુવારે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે(supreme court on delhi pollution) સંકેત આપ્યો હતો કે તે એક સ્વતંત્ર ટાસ્ક ફોર્સની રચના કરશે. આ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારોને 24 કલાકનો સમય આપ્યો અને કહ્યું કે તેઓ કંઈક કરે, નહીંતર હવે કોર્ટ પગલાં લેશે. કડક વલણ અપનાવતા કોર્ટે સુનાવણીમાં દિલ્હી સરકારને(Government of Delhi and Supreme Court) પણ ફટકાર લગાવી હતી. કોર્ટે સરળ રીતે કહ્યું કે દિલ્હી સરકાર માત્ર પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. તેમના પ્રયાસોમાં કોઈ ગંભીરતા નથી.

ટાસ્ક ફોર્સની રચના

સુપ્રીમ કોર્ટનું માનવું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો ઘણું કામ કરવાના દાવા કરી રહી છે, પરંતુ વાસ્તવમાં કંઈ થતું દેખાતું નથી. બેન્ચે કહ્યું કે હાલમાં પણ AQI લેવલ(aqi level in delhi) 450થી ઉપર છે. ચીફ જસ્ટિસ રમનાએ વધુમાં કહ્યું કે, અમે ત્રણેય જજ એકબીજાની વચ્ચે વાત કરી રહ્યા હતા કે હવે આપણે કેટલાક કડક પગલાં લેવા પડશે. અમે સ્વતંત્ર ટાસ્ક ફોર્સની સ્થાપના કરી શકીએ છીએ. ફ્લાઈંગ સ્ક્વોડની પણ રચના(Formation of Flying Squad) કરી શકાય છે, જે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો, બાંધકામ અને વાહનો પર સીધી કાર્યવાહી કરે છે.

શાળા ખોલવા બદલ દિલ્હી સરકારને ફટકાર

વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી આજે આ મુદ્દા પર દિલ્હી સરકાર વતી જવાબ આપવા માટે ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ સૂર્યકાંતની બેંચ સમક્ષ ઊભા રહ્યા હતા. સિંઘવીએ દિલ્હી સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં(pollution control board delhi) વિશે માહિતી આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મુખ્ય ન્યાયાધીશે તેમને રોક્યા. તેમણે કહ્યું, "સરકારે કોર્ટમાં જે કહ્યું છે તેને અમે ગંભીરતાથી લઈએ છીએ. પણ શું સરકાર પણ ગંભીર છે? તમે અમને પહેલા કહ્યું હતું કે દિલ્હીમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે, પરંતુ આજે નાના બાળકો શાળાએ જઈ રહ્યા છે. માતા-પિતા માટે ઘરેથી કામ કરવું અને બાળકોને શાળાએ જવું એ કેવા પ્રકારની નીતિ છે? તમે કોર્ટમાં કંઈક બોલો છો અને સત્ય કંઈક બીજું છે. શું તમે ઈચ્છો છો કે અમે દિલ્હી સરકારની દેખરેખ માટે કોઈને નિયુક્ત કરીએ?

અરજદારના વકીલે સેન્ટ્રલ વિસ્ટાનો મુદ્દો ઉઠાવ્યો હતો

સિંઘવીએ બાળકોના શિક્ષણના નુકસાન જેવી દલીલો દ્વારા સરકારની નીતિનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ન્યાયાધીશને વધુ ખાતરી થઈ ન હતી. એ દરમિયાન, અરજદારના વકીલ વિકાસ સિંહે સેન્ટ્રલ વિસ્ટામાં ચાલી રહેલા બાંધકામનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ત્યાં મોટા પાયે ધૂળ ઉડી રહી છે. પ્રદૂષણ પર નિયંત્રણનો દાવો ખોટો છે. કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ તેનો વિરોધ કર્યો હતો. તેમણે આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય(Hearing on NCR pollution case) મહત્વનો ગણાવ્યો હતો.

આ પણ વાંચોઃ સિદ્ધુની પાર્ટી પંજાબમાં શિક્ષકને 6000 આપે તેઓને દિલ્હીની વાત કરતાં શરમ આવવી જોઇએ: મનીષ સિસોદિયા

આ પણ વાંચોઃ Rohini Court Delhi : દિલ્હીની રોહિણી કોર્ટ થયો બ્લાસ્ટ, લોકોની ભાગમભાગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.