લખનૌ: ગુજરાતની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ ડ્રગની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ (Gujarat Drugs Smuggling Racket) કર્યો છે અને 35 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. આ ગેંગ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાંથી ઓપરેટ થતી હતી.
આ પણ વાંચોઃ Gujarat Weather Report : ગુજરાતમાં કાળઝાળ ગરમી, અમદાવાદ 44 ડિગ્રીને પાર
NCB દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ગુજરાત ATS દ્વારા આ ટોળકી વિશેની પ્રારંભિક માહિતી શેર કરવામાં આવી હતી, ત્યારબાદ બંને એજન્સીઓએ દિલ્હીમાં મુઝફ્ફરનગરના બે રહેવાસીઓને રોક્યા હતા અને તેમના વાહનમાંથી લગભગ 1 કિલો હેરોઈન (heroin found in Muzaffarnagar) જપ્ત કર્યું હતું. નિવેદન અનુસાર, તપાસમાં જાણવા મળ્યું છે કે, અફઘાન-ભારત ડ્રગ સિન્ડિકેટ (afghan india drug smuggling racket ) છેલ્લા કેટલાક મહિનાઓથી સક્રિય છે. એવું કહેવામાં આવ્યું છે કે, તેઓ દરિયાઈ અને જમીન સરહદ માર્ગ દ્વારા ભારતમાં માલની દાણચોરી કરી રહ્યા છે જેમાં હેરોઈન છુપાવવામાં આવ્યું હતું અને બાદમાં મુઝફ્ફરનગરના એક ગોડાઉનમાં માલમાંથી હેરોઈન જપ્ત કારવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ ઉત્તરાખંડ મસૂરી સાપોનો આતંક, ભટ્ટા ગામમાં એક, બે નહી પણ એક સાથે પાંચ સાપ મળ્યા
નિવેદન અનુસાર, બંને એજન્સીઓના દરોડા પછી મુઝફ્ફરનગરના ગોડાઉનમાંથી 34 કિલો હેરોઇન અને 2.75 કિલો એસિટિક એનહાઇડ્રાઇડ (નાર્કોટિક્સ બનાવવામાં વપરાતું કેમિકલ) મળી આવ્યું છે. તે જ સમયે, એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, આ ઓપરેશનમાં કુલ 35 કિલો હેરોઈન (Heroin cases in UP) જપ્ત કરવામાં આવ્યું છે અને આમાં સામેલ લોકોની ઓળખ માટે તપાસ ચાલી રહી છે.