- મુંબઈ ડ્રગ્સ કેસમાં મહારાષ્ટ્ર સરકાર અને ભાજપ આમને-સામને
- મલિક દ્વારા વાનખેડે અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ પર આક્ષેપો
- નવાબ મલિકના પરિવારે અંડરવર્લ્ડ પાસેથી જમીન ખરીદી : ફડણવીસ
મુંબઈઃ મુંબઈ ડ્રગ્સ કેસમાં (Mumbai drugs case) મહારાષ્ટ્ર સરકાર અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. આ મામલામાં મહારાષ્ટ્ર સરકારના પ્રધાન નવાબ મલિકે (Nawab Malik) મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને સમીર વાનખેડે અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પર આક્ષેપો કર્યા હતા, જેના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી.
રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, આ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો છે. મુંબઈ બ્લાસ્ટના આરોપી શાહ વલી ખાન જેલમાં છે. સલીમ પટેલ દાઉદનો માણસ છે. કુર્લામાં લગભગ 3 એકર જમીન 20 લાખમાં વેચાઈ હતી. નવાબ મલિકના પરિવારે આ જમીન અંડરવર્લ્ડ પાસેથી ખરીદી છે. દાઉદના નજીકના મિત્રો પાસેથી જમીન ખરીદી હતી. સવાલ એ થાય છે કે, નવાબ મલિકે મુંબઈ બ્લાસ્ટના ગુનેગારો પાસેથી જમીન શા માટે ખરીદી ?
અંડરવર્લ્ડ સાથે કનેક્શન
તેમણે કહ્યું હતું કે, નવાબ મલિકની ચાર પ્રોપર્ટીના અંડરવર્લ્ડ સાથે કનેક્શન છે. અંડરવર્લ્ડ સાથે તેનું કનેક્શન દેખાઈ રહ્યું છે. તેણે વધુમાં કહ્યું કે, અંડરવર્લ્ડે મુંબઈને હચમચાવી નાખવાનું ષડયંત્ર રચ્યું હતું અને નવાબ મલિકે તેમની સાથે લેવડ-દેવડ કરી હતી.
મલિકના જમાઈના ઘરેથી ગાંજો: ફડણવિસ
ઉલ્લેખનીય છે કે, નવાબ મલિકે કહ્યું હતું કે, 'સોમવારે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે નવાબ મલિકના જમાઈના ઘરેથી ગાંજો મળી આવ્યો છે. દેવેન્દ્ર જી તમારા સૌથી નજીકના વાનખેડે (NCB અધિકારી) છે, પંચનામું મંગાવી લો. નવાબ મલિકના જમાઈના ઘરેથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી, તેનું પંચનામું છે.
દિવાળી બાદ બોમ્બ
સમીર વાનખેડે ફડણવીસની નજીક છે. દિવાળી બાદ બોમ્બ ફોડવાની રાહ જોવાની જરૂર નથી. ફડણવીસ સરકારના 1 વર્ષ પૂર્ણ થવા પર મેં નિવેદન આપ્યું હતું કે, નકલી ફડણવીસ કોણ મુંબઈમાં ફરે છે.
આ પણ વાંચો: