ETV Bharat / bharat

National Youth Day 2024 : વિશ્વભરના યુવાનોના પ્રેરણાસ્ત્રોત "સ્વામી વિવેકાનંદ"નું જીવન ચરિત્ર - રામકૃષ્ણ મઠ

સ્વામી વિવેકાનંદની યાદમાં તેમની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. સંઘર્ષમય જીવનની શરુઆતથી જ તેઓ દ્રઢ મનોબળ સાથે વિશ્વને સંદેશ આપવા નીકળેલા સ્વામી વિવેકાનંદ તેમના શિકાગો ખાતેના ભાષણ બાદ વિશ્વભરના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા હતા. આજે વિશ્વ યુવા દિવસના અવસરે જુઓ સ્વામી વિવેકાનંદની સફર...

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 12, 2024, 4:04 PM IST

હૈદરાબાદ : સમગ્ર દેશમાં દર વર્ષે 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદે તેમની ફિલોસોફી અને જીવનશૈલીથી વિશ્વભરમાં પોતાનો વારસો છોડ્યો છે.

રાષ્ટ્રીય યુવા દિવસનો ઇતિહાસ

વર્ષ 1984 માં ભારત સરકાર દ્વારા સ્વપ્નદ્રષ્ટા નેતા સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા તેમની જન્મજયંતિને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. સ્વામી વિવેકાનંદે માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના યુવાનોને પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સમાજ અને રાષ્ટ્રની સુધારણા તથા વિકાસ માટે યુવા ઊર્જાને વહન કરવાના મહત્વ પર ભાર મૂકતા વિવેકાનંદના ઉપદેશો સતત ગુંજતા રહ્યા છે.

વિવેકાનંદનો પરિવાર

સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી, 1863 ના રોજ કોલકાતામાં થયો હતો. તેમના પિતા વિશ્વનાથ દત્તા હાઈકોર્ટના લોકપ્રિય વકીલ હતા. વિશ્વનાથ દત્તાએ તેમના પુત્રનું નામ નરેન્દ્ર રાખ્યું હતું અને પોતાનો પુત્ર અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરીને એક મહાન માણસ બને તેવું સપનું સેવ્યું હતું.

સ્વામી વિવેકાનંદની આધ્યાત્મિક સફર

12 જાન્યુઆરી 1863 ના રોજ કોલકાતામાં નરેન્દ્રનાથ દત્તા તરીકે જન્મેલા સ્વામી વિવેકાનંદ પાસે તેમની યુવાની દરમિયાન સંગીત, જિમ્નેસ્ટિક્સ અને શિક્ષણશાસ્ત્રમાં અસાધારણ કુશળતા હતી. તેમની આધ્યાત્મિક યાત્રા વર્ષ 1881 માં એક આદરણીય આધ્યાત્મિક ગુરુ રામકૃષ્ણને મળ્યા પછી શરૂ થઈ હતી. સ્વામી વિવેકાનંદે તરત જ રામકૃષ્ણને પ્રશ્ન કર્યો કે, શું તેમણે ક્યારેય ભગવાનને જોયા છે ? એક ક્ષણના ખચકાટ વિના રામકૃષ્ણએ જવાબ આપ્યો "હા, મેં ઈશ્વરને જોયા છે. જે રીતે હું તમને જોઉં છું તેટલા સ્પષ્ટપણે ઈશ્વરને જોયા છે." આ મુલાકાતની ઊંડી અસરે એક અનન્ય ગુરુ-શિષ્ય સંબંધની શરૂઆત કરી હતી. જે બાદમાં વિવેકાનંદને આધ્યાત્મિક કાર્યો માટે સમર્પિત જીવન તરફ દોરી ગઈ.

વિવેકાનંદનું વિશ્વ પ્રસિદ્ધ શિકાગો ભાષણ

11 સપ્ટેમ્બર, 1893 ના રોજ શિકાગોમાં વિશ્વની સર્વ ધર્મ સંસદમાં તેમના પ્રતિષ્ઠિત ભાષણ બાદ વિવેકાનંદના જીવનમાં વળાંક આવ્યો હતો. "અમેરિકાના બહેનો અને ભાઈઓ" ના સંબોધન સાથે શરૂ કરલા ભાષણમાં તેમણે હિંદુ ધર્મ અને ભારતીય ધર્મનો પરિચય કરાવ્યો હતો. આધ્યાત્મિકતા, સાર્વત્રિકતા, સહિષ્ણુતા અને હિંદુ ધર્મના આધ્યાત્મિક સાર અંગેના તેમના સંદેશે વૈશ્વિક આંતરધર્મ સંવાદને ઉત્તેજન આપતા પશ્ચિમી વિશ્વ પર અમીટ છાપ છોડી દીધી.

સ્વામી વિવેકાનંદના પ્રસિદ્ધ શિકાગો ભાષણના અંશ

  • મને ગર્વ છે કે હું એક એવા ધર્મ સાથે સંબંધ ધરાવું છું, જેણે વિશ્વને સહિષ્ણુતા અને સાર્વત્રિક સ્વીકૃતિ બંને શીખવ્યા છે.
  • અમે માત્ર સાર્વત્રિક સહિષ્ણુતામાં જ માનતા નથી, પરંતુ તમામ ધર્મોને સાચા રુપમાં સ્વીકારીએ છીએ.
  • હું આસ્થાપૂર્વક આશા રાખું છું કે આ સંમેલનના સન્માનમાં આજે સવારે જે ઘંટ વાગ્યો છે તે તમામ કટ્ટરતા, તલવાર અથવા કલમ વડે થતા તમામ અત્યાચારો અને સમાન ધ્યેય તરફ આગળ વધતી વ્યક્તિઓ વચ્ચેની તમામ અવિચારી લાગણીઓની મૃત્યુની ઘંટડી બની શકે છે.
  • ખ્રિસ્તીએ હિંદુ કે બૌદ્ધ બનવાનું નથી અથવા હિંદુ કે બૌદ્ધે ખ્રિસ્તી બનવાનું નથી. પરંતુ દરેકે એકબીજાની ભાવનાને આત્મસાત કરવી જોઈએ અને તેમ છતાં તેના વ્યક્તિત્વને જાળવવું જોઈએ અને તેના પોતાના વિકાસના નિયમ અનુસાર વિકાસ કરવો જોઈએ.
  • વિવિધ સ્થળોએ તેમના સ્ત્રોતો ધરાવતા જુદા જુદા પ્રવાહો સમુદ્રમાં તેમના પાણીને ભેળવી દે છે.
  • ચાલો આપણે આદર્શનો પ્રચાર કરીએ અને આપણે બિનજરૂરી બાબતો પર ઝઘડો ન કરીએ.

મહાન આત્માનું નિર્વાણ

શ્રી રામકૃષ્ણના અવસાન પછી સ્વામી વિવેકાનંદે અન્ય શિષ્યો સાથે મળીને ઉત્તર કલકત્તાના બારાનગરમાં રામકૃષ્ણ મઠની સ્થાપના કરી હતી. સ્વામી વિવેકાનંદે ભવિષ્યવાણી કરી હતી કે તેઓ ચાલીસ વર્ષની ઉંમર સુધી જીવશે નહીં. 4 જુલાઈ, 1902 ના રોજ બેલુર મઠમાં ધ્યાન દરમિયાન સ્વામી વિવેકાનંદનો સ્વર્ગવાસ થયો. આજે પણ તેમના ઉપદેશો લાખો લોકોને ખાસ કરીને યુવાનોને પ્રેરણા આપી રહ્યા છે.

સ્વામી વિવેકાનંદના ઉપદેશો

સ્વામી વિવેકાનંદના ઉપદેશોમાં રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની મુખ્ય ભૂમિકા પરનો ભાર સ્પષ્ટ ઝળકે છે. તેમણે ઉર્જા, ઉત્સાહ અને પ્રગતિ માટે જરૂરી નવીન વિચારો ધરાવતા યુવાનોને રાષ્ટ્રના પાયા તરીકે ગણાવ્યા છે. તેમણે દેશની સુધારણા માટે વિવિધ પહેલોમાં યુવાનોના સંગઠિત પ્રયાસોની હિમાયત કરી હતી. શિક્ષણ અને સેવાને પ્રાથમિકતા આપવાના આહવાન તેમના એ વિચારને રેખાંકિત કરે છે કે, માનવતાની સેવા કરવી એ પૂજાનું એક સ્વરૂપ છે.

રાષ્ટ્રીય યુવા દિવસ 2024

રાષ્ટ્રીય યુવા દિવસ 2024 ની થીમ "ઇટ્સ ઓલ ઇન ધ માઇન્ડ" માનસિક સુખાકારી અને ભવિષ્યને ઘડવામાં મનની ભૂમિકા પર ભાર મૂકે છે. આ ઉજવણીમાં સમકાલીન પડકારોનો સમાવેશ થાય છે અને ઉભરતી ટેક્નોલોજી, વૈશ્વિક નાગરિકતા અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ડિજિટલ સાક્ષરતા, ઉદ્યોગસાહસિકતા અને સામાજિક સારા માટે ટેકનોલોજીનું એકીકરણ ડિજિટલ યુગની માંગ સાથે સંરેખિત છે.

વૈશ્વિક નાગરિકતા

રાષ્ટ્રીય યુવા દિવસ અંતર્ગત વૈશ્વિક નાગરિકતાના મહત્વને પ્રકાશિત કરવામાં આવે છે, જે યુવા દિમાગને સરહદોની બહાર વિચારવા, સર્વસમાવેશકતાને અપનાવવા અને વધુ શાંતિપૂર્ણ અને ટકાઉ ભવિષ્યમાં યોગદાન આપવા પ્રોત્સાહિત કરે છે. એકબીજા સાથે જોડાયેલા વિશ્વમાં આબોહવા પરિવર્તન, માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓ અને સામાજિક અસમાનતાઓ જેવા વૈશ્વિક મુદ્દાઓને ઉકેલવા માટે યુવાનોમાં જવાબદારીની ભાવના વિકસાવવી મહત્વપૂર્ણ છે.

માનસિક સ્વાસ્થ્ય

રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીમાં માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી કેન્દ્ર સ્થાને છે. યુવાનોમાં માનસિક સ્વાસ્થ્યની આસપાસની વધતી જતી ચિંતાઓને દૂર કરવાના મહત્વ પર વિનંતી કરે છે. સામાજિક કૌશલ્યો, સમસ્યાનું નિરાકરણ કરવાની ક્ષમતા અને આત્મવિશ્વાસ વધારવાના હેતુથી વ્યૂહરચનાઓ નિવારક પગલાં તરીકે પ્રકાશિત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.