ETV Bharat / bharat

માનવીની મહાનતા : અજગરના બચ્ચાને બચાવવા માટે કામને કરાયું સ્થગિત - અજગરના ઇંડાને બચાવવા

રાષ્ટ્રીય ધોરીમાર્ગના વિસ્તરણનું કામ કરી રહેલી ઉરાલુંગલ લેબર કોન્ટ્રાક્ટ કોઓપરેટિવ સોસાયટી (Uralungal Labor Contract Co-operative Society) એ અજગરના ઇંડાને બચાવવા(save python egg) માટે 54 દિવસ માટે તેનું કામ બંધ કરી દીધું છે. 54 દિવસની દૈનિક દેખરેખ અને સંભાળ પછી, 24 ઇંડા માંથી બચ્ચા બહાર આવ્યા હતા.

માનવીની મહાનતા
માનવીની મહાનતા
author img

By

Published : May 16, 2022, 7:04 PM IST

કેરલ : ULCC (Uralungal Labor Contract Co-operative Society)કામદારોએ એક અજગર અને તેના ઇંડાને માટીના ખાડામાં જોયા જ્યારે તેઓ હાઇવે એક્સટેન્શન પર કામ કરી રહ્યા હતા. તેથી તેઓએ ઇંડાને બચાવવા(save python egg) માટે કામ કરવાનું બંધ કરી દીધું હતું. વન અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને છિદ્રની વિગતવાર તપાસ કરી અને જાણવા મળ્યું કે, અજગરના ઇંડા છે. જો તે તબક્કે ઇંડાને ત્યાંથી દૂર કરવામાં આવે તો તેને નુકસાન થઈ શકવાની સંભાવના હતી અને ULCCએ આ વિસ્તારમાં કામ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. કાસરગોડના DFO દિનેશ કુમારે ઈંડાને નુકસાન ન પહોંચે તેના માટે કંપની કામ રોકવાનો આદેશ આપ્યો હતો.

માનવીની મહાનતા

આ પણ વાંચો - યુવકોનું એક જૂથ લગ્ન સ્થળ પર મળ્યું અને લુડો રમવાના વિવાદમાં યુવકનું ઢીમ ઢાળ્યુ

માનવીની માનવતા આવી બહાર - વન વિભાગના પ્રમાણિત બચાવકર્તા અદુક્થાબયલ અમીન, વન અધિકારીઓ સાથે મળીને ઇંડાના સ્વાસ્થ્યનું દૈનિક નિરીક્ષણ શરૂ કર્યું હતું, જ્યારે તેણે ઇંડામાં તિરાડો જોઇ, ત્યારે ઇંડામાંથી બચ્ચા આવવાની નિશાની તરીકે, તેણે બધા ઇંડાને તેમના ઘરે સ્થાનાંતરિત કર્યા હતા. પોતાના ઘરે ઇંડાને કાર્ડબોર્ડ બોક્સમાં મૂકવામાં આવ્યા હતા. 54 દિવસની સઘન સંભાળ પછી, બધા તમામ 24 ઇંડા માંથી બચ્ચાઓ બહાર આવ્યા હતા અને ત્યારપછી વન વિભાગ દ્વારા તમામ બચ્ચાઓને એકત્ર કરીને જંગલમાં છોડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - કોમી હિંસાઓ પાછળ RSS અને BJPનો હાથ, ઇટાલીનો નહીંઃ અશોક ગેહલોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.